માતા પિતાને ઘરે મુકીને જાતે ગાડી લઈને મંડપે પહોચ્યો દુલ્હો,કારણ જાણીને તમે પણ ચોકી જશો………..

India

જ્યારથી કોરોનાની મહામારી ચાલુ થઇ છે ત્યારથી દરેક વ્યક્તિનું જીવન ઘણું બદલાઈ ગયું છે.ઘણા પ્રસંગોમાં બદલાવ આવી ગયો છે.કોરોના પહેલા લોકો ઘણા પ્રસંગોમાં એકસાથે ભેગા થતા જોવા મળતા હતા,પરંતુ હવે તેવું રહ્યું નથી.કોરોના યુગમાં ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોમાં ઘણી સાદગી આવી ગઈ છે.હાલમાં તો ઘણા ઓછા લોકોની હાજરીમાં જ અનેક ધાર્મિક વિધિઓ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં કોરોનાને કારણે જાહેર કરવામાં આવેલ પ્રોટોકોલને કારણે દેશના દરેક રાજ્યોમાં લગ્ન ખૂબ જ અલગ રીતે થતા જોવા મળી રહ્યા છે.ઘણા એવા પણ લગ્ન પ્રસંગો જોવા મળ્યા છે જેમાં આશરે એકથી બે લોકો સાથે શોભાયાત્રા નીકળી હોય અને લગ્ન મંડપમાં લગ્ન માટે વરરાજા ગયો હોય.

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આશરે 1995 માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવનાર યુવતીએ તેમના બાજુના વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન નક્કી થયા હતા.એવું કહેવામાં આવે છે કે આ યુવતીએ કોરોના પ્રોટોકોલ સાથે લગ્ન કર્યા હતા.બંને પક્ષોએ તમામ ધાર્મિક વિધિઓ ખૂબ જ સરળતા સાથે કરી અને લગ્નમાં ફક્ત 5 કરતા ઓછા લોકો જ સામેલ થયા હતા.

એવું કહેવામાં આવે છે કે વરરાજાએ તેના કોઈ પણ સંબંધીઓને લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું. જયારે વરરાજાના કહેવા મુજબ એવું કહેવામાં આવે છે કે કોરોના રોગચાળાને કારણે કોઈને શામેલ કર્યા નથી.આટલું જ નહિ પરંતુ વરરાજાએ પોતાના માતા-પિતાને પણ લગ્નમાં હજાર રાખ્યા ન હતા.કારણ કે તેમની ઉમર આશરે 60 વર્ષથી પણ વધારે છે જયારે આવી સ્થિતિમાં તેમને ઘરેથી બહાર નીકળવું જોખમ સમાન છે.

તમને જણાવી દઈએ કે આ વરરાજા પોતે એકલો પોતાની કાર કાર ચલાવતા મંડપમાં આવ્યા હતા,જયારે યુવતીના પિતા મંડપમાં આવ્યાં.જે બાદ તેણે સાદાઈથી લગ્ન કર્યાં હતાં.આ સમગ્ર લગ્ન હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને આવી રીતે કર્યા હતા.આવી ઘટનાઓ જોઇને એવું પણ જોવા મળી રહ્યું છે કે ઘણા લોકો નિયમોનું પાલન કરી રહ્યા છે.અને આ એક જીવંત કિસ્સાઓ પણ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *