મોદી સરકારે ખુડુંતોને આપી રહી છે કમાણી કરવાની તક,જાણો કેવી રીતે ખેડૂતોને મળશે મદદ…….

India

ભારતના મોટાભાગના ગામડાના લોકો ખેતી સાથે સંકળાયેલા છે.આ લોકો ખેતી મારફતે જ પોતાની આવક ઉભી કરતા હોય છે.આવી સ્થિતિમાં સરકાર અનેક લાભ અને યોજનાઓ ખેડૂતો માટે લાવતી રહે છે,જેથી ખેડૂત આ યોજનાથી સારો લાભ મેળવી શકે અને આવકમાં પણ વધારો કરી શકે.આવી સ્થિતિમાં હમણાં કેન્દ્ર સરકારની કુસુમ સ્કીમ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

એવું કહેવામાં આવે છે કે આ કુસુમ સ્કીમથી ખેતરમાં પાકની સિંચાઈ માટે વીજળી-ડીઝલના માધ્યમથી પંપ ચલાવનારા ખેડૂતોને આ યોજના હેઠળ સોલર પેનલ લગાવીને પાણીના પંપ ચલાવવાની સુવિધા આપવામાં આવી રહી છે.એટલે કે આ યોજનાથી ખેડૂત પોતાના ખેતરમાં સોલર ઉપકરણ લગાવીને સિંચાઈ કરી શકે છે.

આટલું જ નહિ પરંતુ વધારાની વીજળી ઉત્પન કરીને ગ્રીડને પણ મોકલી શકે છે,જેમાંથી પોતે કમાણી પણ કરી શકે છે.આજે તમામ ખેડૂતોને કુસુમ યોજના કેવા લાભ થઇ રહ્યા છે તે જણાવી રહ્યા છીએ.જે ખેડૂતોની આવક માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.તમને જણાવી દઈએ કે ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને પ્રધાનમંત્રી-કુસુમ યોજનાને વર્ષ 2020માં જ શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સોલર પંપ લગાવીને ખેતરમાં સિંચાઈ કરી શકે છે.આનો મુખ્ય હેતુ દેશભરમાં તમામ વીજળી તથા ડીઝલથી ચાલનારા પંપને સોલર ઉર્જાથી ચલાવે.જેથી તેમાં વધી રહેલી મોંઘવારીથી બચી શકાય.તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની કુસુમ યોજનાથી ખેડૂતોને બે પ્રકારના ફાયદા પણ થઈ રહ્યા છે.

પહેલા ફાયદાની વાત કરવામાં આવે તો ખેડૂત ખેતરોમાં સિંચાઈ માટે ફ્રી વીજળીનો ઉપયોગ કરી શકે છે.જયારે બીજા ફાયદામાં ખેડૂત વધારાની વીજળી ઉત્પન્ન કરીને ગ્રીડને મોલકી આપશે તો તે પોતે પણ તેમાંથી આવક ઉભી કરી શકે છે.આ યોજનાના માધ્યમથી ખેડૂતોની આવકમાં વધારો થશે.આટલું જ નહિ પરંતુ પડતર જમીન ધરાવતા ખેડૂતો પણ સૌર ઉર્જા ઉત્પાદન માટે પોતાની જમીનનો ઉપયોગ કરી શકે છે.

સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે બિનઉપજાઉ જમીન પણ ખેડૂતો માટે આવકનું સાધન બની શકે છે.જેમાં વધારે કોઈ પણ પ્રકારની મહેનત પણ કરવાની રહેશે નહિ.આ યોજના હેઠળ કૃષિ પંપોને સોલરમાં ફેરવવા માટે સરકાર તરફથી 60 ટકા સુધીની સબસીડી પણ આપવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ ખેડૂતોને માત્ર માત્ર 40 ટકા જ વિભાગમાં રકમ જમા કરવાની રહેશે.વધારે માહિતી માટે તમે તેની વેબસાઈટ પર જઈને વિગતો તપાસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *