યાસ વાવાઝોડાના કારણે ભારતના આ વિસ્તારોમાં થશે ભારે અસર,હવામાન વિભાગે કરી મહત્વની આગાહી

Uncategorized

હવામાન વિભાગના જણાવ્યા અનુશાર બંગાળની ખાડી એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યું હતું,જે હવે ભયાનક થઇ ગયું છે.જયારે આ વાવાઝોડાનું નામ યાસ છે જે હવે 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ટકરાઈ શકે છે તેની જાણ હવામાન વિભાગે કરી છે.તમને જણાવી દઈએ કે આ વાવાઝોડા પહેલા તાઉ તે નામનું વાવાઝોડું ઉભું થયું હતું,જે ખાસ કરીને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ કરીને પસાર થયું હતું.

સામાન્ય રીતે જોવામાં આવે તો દેશમાં આ વર્ષનું આ બીજું વાવાઝોડું ઉભું થયું છે,જેનના લીધે હાલમાં પ્રભાવિત થવાની આશંકા ધરાવતા વિસ્તારોમાં NDRFની આશરે 65 ટીમો તૈનાત પણ કરવામાં આવી છે.જયારે વધુ 20 ટીમો પણ સમય પર આવી શકે છે.હાલમાં આ સમગ્ર વાવાઝોડા પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે અને સમય સમય પર તેની જાણકારી પણ આપતું રહે છે.

તમને જણાવી દઈએ કે જયારે ગત્ત બે દિવસ પહેલા વાવાઝોડાની અસરની જાણ થઇ ત્યારે સમીક્ષા કરવા માટે એક સમિતિ પણ યોજાઈ હતી.જેં કેન્દ્ર,રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં આખરે હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડું 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે આવી શકે છે.

હવામાન વિભાગએ એવું પણ જણાવ્યું છે કે આ વાવાઝોડાની ગતિ આશરે 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.આ સાથે ત્યાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.જયારે આવી સ્થિતિમાં વાવાઝોડાનો સામનો કરવા માટે કરવામાં અને તૈયારીઓ પણ અગાઉથી કરવામાં આવી છે,જેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા દરેક લોકોને સ્થળાતંર કરવાનું કામ જોરથી ચાલુ થઇ ગયું હતું.

જયારે રાજ્યોના મુખ્ય સચિવએ એવું પણ જવ્યું છે કે હાલમાં આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખાવાનું અને પીવાનું પાણી અને અન્ય જરૂરી વસ્તુઓનો પર્યાપ્ત સ્ટોક કરવામાં આવ્યો છે.જયારે આ સાથે જ વીજળી અને દૂરસંચાર જેવી આવશ્યક સેવાઓને સુચારૂ બનાવી રાખવા માટે પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારોમાં જહાજ અને વિમાન ઉપરાંત થલ સેના, નૌસેના અને તટરક્ષક દળની રેસ્ક્યુ ટીમ પણ તૈનાત થઇ ગઈ છે.કારણ કે આ વાવાઝોડું કેટલું વિનાશ કરી શકે છે તે કોઈ જાણતું નથી.જયારે તે વિસ્તારમાં આવેલા હૉસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે જરૂરી સૂચનાઓ પણ કરવામાં આવી છે.આ દરેક તૈયારીઓ હાલમાં થઇ ગઈ છે જેથી જાનહાની ઘણી ઓછી થઇ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *