યાસ વાવાઝોડાને લઈને આવ્યા મહત્વના સમાચાર,ભારતના આ વિસ્તારોમાં ….

India

છેલ્લા કેટલાક દિવસ પહેલા હવામાન વિભાગે બીજા એક સક્રિય વાવાઝોડાની આગાહી કરી હતી.જે આજે હવે આ વાવાઝોડું સાંજે ભયાનક વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાનું નામ યાસ છે.જે આજે સક્રિય તો થઇ ગયું છે,પરંતુ તે અમુક ચોક્કસ વિસ્તારો સાથે પણ આજ સાંજ સુધીમાં ટકરાઈ શકે છે.જેની જાણકારી હવામાન વિજ્ઞાન વિભાગ મારફતે આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ યાસ વાવાઝોડું હાલમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સાથે ટકરાઈ શકે છે,જેના લીધે આ વિસ્તારોમાં પહેલાથી જ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જયારે મળતા અહેવાલ મુજબ હાલમાં આ વાવાઝોડું આ વિસ્તારોની નજીક હોવાથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવનની સ્થિતિ જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ પવનની સાથે સાથે ભારે વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે.

જયારે આજે સવારે હવામાન વિભાગએ એવી જાણકારી આપી હતી કે યાસ વાવાઝોડું હાલમાં બંગાળની ખાડીમાં એટલે કે અસરગ્રસ્ત ઓડિશાથી 60 કિલોમીટર જોવા મળી રહ્યું છે.જયારે તેના પશ્ચિમ-ઉત્તર વિસ્તારોથી 90 કિલોમીટર દૂર જોવા મળ્યું છે.જયારે પશ્ચિમ બંગાળના દીધાથી 100 કિલોમીટર અને ઓડિશાના બાલાસોરથી 105 કિલોમીટર જોવા મળ્યું છે,જે ગણતરીના સમયમાં આ વિસ્તારોમાં ટકરાઈ શકે છે.

જયારે હવામાન વિભાગે જણાવ્યું હાલમાં બંગાળની ખાડીમાં જોવા મળતું વાવાઝોડું હાલમાં ભીષણ રૂપમાં જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ તે સતત આગળ વધુ જોવા મળી રહ્યું છે,જયારે તેની ગતિ અને વ્યાસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ ભારે યાસ વાવાઝોડું આજે ત્રાટકવાનું હોવાથી ખાસ કરીને ઓડીશા અને તેના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનેસુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હાલમાં આ વિસ્ત્તારોમાં જોવામાં આવે તો 860 સ્થાયી શિબિરો અને 6200 અસ્થાયી ગૃહો તૈયાર કરવામાં આવ્યા છે.જયારે બીજી બાજુ કોરોના નિયમોનું પાલન કરીને વધુ લોકોને પણ સુરક્ષિત સ્થળે રાખવામાં આવી શકે છે.આ સાથે દરેક બચાવ દળને હાલમાં ત્યાં મુકવામાં આવી ગયા છે.આ સાથે જરૂરી સલામતીના દરેક પગલા પણ લેવાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *