યાસ વાવાઝોડા બાદ હવે આવશે આ ચક્રવાત જેનું નામ છે ગુલાબ,જાણો કેવી રીતે પડે છે વાવાઝોડાના નામ….

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે ગત્ત અઠવાડિયે તાઉ તે નામનું વાવાઝોડું ઉભું થયું હતું.જયારે આ વાવાઝોડું ઉભું થયું તે પહેલા તેની અસર ક્યાં ક્યાં થશે તેની આગાહી હવામાન વિભાગે આપી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ તોફાની વાવાઝોડું પશ્ચિમ અને દક્ષિણ કિનારાના કેટલાક રાજ્યો જેમ કે ગોવા,દમણના ટાપુઓ,આ સાથે તે મહારાષ્ટ્ર થી લઈને ગુજરાતમાં ટકરાયું હતું.

તાઉ તે વાવાઝોડું રાજ્યમાં ઘણો વિનાશ શર્જ્યો હતો.આ વાવાઝોડા સાથે અતિભારે વરસાદ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડ્યો હતો.જેથી ઘણા ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની જેવી અસર પૂરી થઇ નહિ અને હવામાન વિભાગે બીજા તોફાની વાવાઝોડાની આગાહી કરી હતી.

તાઉ તેએ પછી દેશના ઘણા વિસ્તારોમાં યાસ નામનું વાવાઝોડું ટકરાઈ શકે તેવું જણાવ્યું હતું,હાલમાં આ વાવાઝોડું શક્રિય થઇ ગયું છે,અને તેની અસર કેરળ અને બાંગ્લાદેશ જેવા અનેક વિસ્તારોમાં થઇ શકે છે.માટે હાલમાં આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે યાસ પછી ઘણા ચક્રવાત વાવાઝોડા આવશે.

આટલું જ નહિ આવતા કેટલાક વાવાઝોડાના નામ પણ પહેલાથી આપી દેવામાં આવ્યા છે.એવું કહેવામાં આવે છે કે યાસ પછી જે વાવાઝોડું આવશે તેનું નામ ગુલાબ હશે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ નામ પાકિસ્તાને આપ્યું છે.જેમાં એવું જણાવ્યું હતું કે અરબ સમુદ્ર,હિંદ મહાસાગર અને બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનો નામ આપવાની પ્રક્રિયા અલગ છે.

જ્યારે ચક્રવાતી તોફાનમાં પવનની ગતિ પ્રતિ કલાક 40 માઇલથી વધુ હોય ત્યારે જ ચક્રવાતી વાવાઝોડાને નામ આપવામાં આવે છે.જયારે નવી દિલ્હી સ્થિત પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્ર દ્વારા વર્ષ 2020ના મધ્યમાં એશિયન દેશો દ્વારા અપાયેલા નામોની સૂચિ બહાર પાડી છે.આમાં તાજેતરના આવેલા તાઉ તે તોફાનનું નામ પાંચમા સ્થાને હતું.

જયારે તાઉ તે નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું હતું.તેનો અર્થ ખતરનાક ગરોળી છે અને તે બર્મી ભાષાનો શબ્દ છે.હવે પછીનું નામ યાસ છે અને ત્યારબાદના ચક્રવાત તોફાનનું નામ ગુલાબ રાખવામાં આવ્યું છે.જયારે વર્ષ 2021માં આવનાર સંભવિત વાવાજોડાના નામકરણ કરનાર દેશમાં જેમ કે ઓમાને નામ યાસ આપ્યું,આ ઉપરાંત પાકિસ્તાને ગુલાબ,કતારે શાહીન વાવાઝોડું નામ આપ્યું છે.જયારે શ્રીલંકાએ અસાની અને સંયુક્ત આરબ અમીરાતએ મંદોંસ નામ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *