રજનીકાંતથી વધુ સાઉથના આ અભિનેતાને માનવામાં આવે છે ભગવાન,જાણો કોણ છે આ સુપરસ્ટાર..

Boliwood

એવું કહેવામાં આવે છે કે ભારતનો મોટો ઉધોગ બોલિવૂડ ઉધોગ માનવામાં આવે છે,જ્યાં હિન્દી ફિલ્મોનું વધારે નિર્માણ થતું આવ્યું છે,પરંતુ તમને જણાવી દઈએ કે આ બોલીવૂડ પછી જો કોઈ વધારે નામ ધરાવતું હોય તો તે સાઉથ ફિલ્મ ઉધોગ કહી શકાય છે.જેવી રતિએ બોલીવૂડ સ્ટાર્સ વધારે જાણીતા રહ્યા છે,તેવી જ રીતે કેટલાક એવા પણ સાઉથ સ્ટાર્સ છે જે દુનિયાભરમાં વધારે જાણીતા રહ્યા છે.

આવી જ રીતે જો સાઉથના અભિનેતા ચિરંજીવીની વાત કરવામાં આવે તો તે આજના સમયના મોટા સુપરસ્ટાર માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ બોલીવુડની સાથે સાથે તમિલ,તેલુગુ,મલયાલમ ફિલ્મોમાં પણ વધારે કામ કર્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે આજે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત કરતા પણ વધારે સારી ઓળખ અને લોકપ્રિયતા ધરાવે છે.

આ અભિનેતા હમેશા પોતાના અભિનય અને જબરદસ્ત સંવાદો,એક્શન અને ફિલ્મી ડ્રામાના લીધે વધારે જાણીતા થયા છે.તમને જણાવી દઈએ કે ચિરંજીવીએ તેના જીવનના દરેક પાત્રને સાઉથ સિનેમા પછી બોલિવૂડમાં આ પછી રાજકારણી પણ બનીને ભજવ્યું છે.આવી સ્થિતિમાં આજે તમને તેમની અમુક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો 1955 માં આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં જન્મેલા આ ચિરંજીવીનું અસલી નામ કોનિડેલ શિવશંકર વારા પ્રસાદ છે.જે મોટાભાગના લોકો આજે પણ જાણતા નથી.એવું કહેવામાં આવે છે કે જયારે તે સાઉથની ફિલ્મોમાં આવ્યા અને તેમની એક નવી લોકપ્રિયતા મળી ત્યારે તેમનું નામ નામ બદલવામાં આવ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા ચિરંજીવીને નાનપણથી જ અભિનયનો વધારે શોખ હતો,પરંતુ તેમની માતા હમેશા તેમને અભ્યાસ પૂર્ણ કરવા માટે જણાવતી હતી.માટે માતાની વાત માનીને ચિરંજીવી શાળા-કોલેજમાં પણ વધારે આગળ પડતા જોવા મળ્યા હતા.અભ્યાસ પૂરો કર્યા પછી ચિરંજીવીએ ચેન્નઈની એક ફિલ્મ સંસ્થામાં પ્રવેશ લીધો હતો.

આ પછી તેણે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1979 માં પુનાધીરલુ ફિલ્મથી કરી હોવાનું કહેવામાં આવે છે.આ ફિલ્મ પછી તે આશરે 1980 માં ચિરંજીવીએ સાઉથ હાસ્ય કલાકાર અલ્લુ રામ લિંગૈયાની પુત્રી સુરેખા સાથે લગ્ન જીવનમાં જોડાયા હતા.જયારે લગ્ન જીવન પછી તેમને બે પુત્રી સુષ્મિતા અને શ્રેજા થઇ હતી.તમને જણાવી દઈએ કે આ સિવાય તેમને એક પુત્ર પણ છે જેને રામચરણ તેજા કહેવામાં આવે છે જે આજના સમયનો તેલુગુ ફિલ્મનો સુપરસ્ટાર પણ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1979 સુધીમાં ચિરંજીવીએ આઠ મોટી ફિલ્મો કરી હતી અને 1980 સુધીમાં તેણે 14 મોટી ફિલ્મો કરી હતી અને ત્યાં સુધીમાં તે સાઉથ સિનેમાનો મોટોસ્ટાર બની ગયો હતો.ચિરંજીવીએ મોસાગાડુ અને રાની કસુલા રાગંભ જેવી ફિલ્મોમાં પણ નકારાત્મક પાત્રો ભજવ્યાં હતા,જેમની ભૂમિકા લોકોને પણ પસંદ આવી હતી.

એવું કહેવામાં આવે છે કે ચિરંજીવીની ઘણી સફળ ફિલ્મો આશરે 90 ના દાયકામાં વધારે જોવા મળી હતી.1997 માં ચિરંજીવીની ફિલ્મ હિટલર આવી જે તેમના જીવનને વધારે બદલવાનું કામ કર્યું હતું,જયારે આ ફિલ્મને લીધે તે વધારે ચર્ચામાં પણ આવ્યા હતા.આ પછી તેમના ચાહકોમાં વધારો થવા લાગ્યો હતો.

આખરે 2002 માં રિલીઝ થયેલી ચિરંજીવીની ફિલ્મ ઇન્દ્ર આવી ત્યારે સાઉથના ઘણા રેકોર્ડ પોતાના નામે કરી નાખ્યા હતા.આકે તેમની ગણતરી સુપરસ્ટારમાં થવા લાગી છે.આ પછી તો તેમની ઘણી ફિલ્મો આવતી રહી છે અને તે સફળ થતા રહ્યા છે.આખરે તે ફિલ્મો ઉપરાંત 2008 માં રાજકારણમાં પણ આવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે 2009 ની વિધાનસભાની ચૂંટણીમાં ચિરંજીવીની પાર્ટીએ 18 બેઠકો જીતી હતી.

તમને જણાવી દઈએ કે આ ચિરંજીવીએ ફિલ્મો અને રાજકારણ ઉપરાંત ઘણાં સામાજિક કાર્યો પણ કરે છે.આજે તેમની લોકપ્રિયતા ભગવાન જેવી બની ગઈ છે,લોકો તેમને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.હાલમાં તેમની પાસે ચેરિટી ટ્રસ્ટ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *