રસ્તા પરથી ગરીબ મજદૂરને મળ્યો 9 લાખનો હીરો તો મજદૂરએ લાલચ કર્યા વગર કર્યું એવું કામ કે……..

Uncategorized

વિશ્વમાં રહેતા દરેક વ્યક્તિની વિચારશક્તિ અલગ અલગ હોય છે.જેમાં ઘણા એવા પણ લોકો હોય છે જે હમેશા પોતાના ફાયદાઓ જોતા હોય છે.આટલું જ નહિ પરંતુ હમેશા કોઈને કોઈ વસ્તુ મેળવવાની લાલચ રાખતા હોય છે.પરંતુ એવું ન કહી શકાય છે કે બધા લોકો લાલચ ધરાવતા હોય છે.આજે પણ ઘણા એવા લોકો જે હમેશા પ્રામાણિકતા સાથે જીવન જીવતા હોય છે.આટલું જ નહિ પરંતુ આ લોકો પોતાની પ્રામાણિકતા સમય પર રજૂ પણ કરી બતાવતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવી કે ઘટના સામે આવી છે,જેમાં એક વ્યક્તિએ પોતાની પ્રામાણિકતા બતાવી છે.આ સમગ્ર ઘટનામાં એવું સામે આવ્યું છે કે એક વ્યક્તિને રસ્તા પરથી આશરે 9 લાખની કિંમતના હીરાથી ભરેલું પાકીટ મળ્યું હતું.જયારે તેને પહેલીવાર આવું મળતું ત્યારે તેમના મનમાં અનેક લાલચ ઉભી થઇ ગઈ હતી.

પોતાને મળેલા આ પેકેટથી પોતે આર્થિક સ્થિતિ ઘણી મજબુત પણ કરી શકે છે તેવા અનેક વિચારો કરવા લાગ્યો હતો.જયારે બીજી ક્ષણમાં એવું પણ વિચારતો હતો કે આ પેકેટ જેનું છે તેને પાછુ આપવાની કોશિસ કરવી જોઈએ.તમને જણાવી દઈએ એ આ વ્યક્તિએ આશરે હીરા ભરેલું આ પેકેટ 4 દિવસ સુધી પાસે રાખ્યું અંને અંતે તે પેકેટ તેના યોગ્ય માલિકને પાછુ આપીને પોતાની પ્રામાણિકતા બતાવી હતી.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ એક ડાયમંડ યુનિટમાં મહિનામાં આશરે 8 થી 10 હજાર રૂપિયાની નોકરી કરે છે.જયારે લોકડાઉનમાં તો તેના વેતન ઘટાડો પણ થઇ ગયો છે.એવું કહેવામાં આવે છે કે જયારે આ વ્યક્તિ કામ કરીને પોતાના ઘર તરફ પાછો ચાલીને માર્કેટમાં થઈને જી રહ્યો હતો.ત્યાં અચાનક ત્યાં હીરાથી ભરેલુ એક નાનું બેગ જોયું હતું.

જયારે બેગમાં જોયું તો તેમાં 30 કેરેટના ચમકતા હીરાઓ હતા.આખરે આ જોઇને કોઈ પણ વ્યક્તિના મનમાં લાલચ ચોક્કસ રીતે ઉભી થાય છે.આવી જ રીતે આ વ્યક્તિના મનમાં પણ લાલચ ઉભી થઇ ગઈ હતી.પોતે પણ આને વેચીને પોતાની આર્થિક સ્થિતિ સુધારાવના વિચાર કરવા લાગ્યો હતો.અને તેને ઘરે લઇ ગયો.પરંતુ આ વ્યક્તિ એવું જણાવી રહ્યો છે કે જયારે આ હીરા મળ્યા હતા,તે આખી રાતે વિચારતો જ રહ્યો હતો.

પહેલા વિચાર્યું કે તેને વેચીને પોતે આર્થિક સ્થિતિમાંથી બહાર આવશે,પરંતુ જેવી સવાર થઇ ફરી એકવાર વિચાર કરવા લાગ્યો કે હવે તે તેના માલિકને પાછો આપશે.આ પછી એક વ્યક્તિનો ફોન આવ્યો અને પોતે પેકેટનો માલિક હોવાનું જણાવ્યું હતું.આ પછી તે વ્યક્તિને તે પાછુ આપ્યું હતું.જયારે આના માલિકે પણ જણાવ્યું કે આ વ્યક્તિ ખુબ પ્રામાણિકતાથી ભરેલો છે.જેનાથી પોતે પ્રભાવિત થઇ ગયો છે.

હીરાના માલિકે પણ જણાવ્યું કે આ હીરા પણ અન્ય વ્યક્તિને આપવાના હતા.જો આ વ્યક્તિએ આ હીરા પાછા આપ્યા ન હોત તો પોતાને નવ લાખ રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો હોત.પરંતુ આ વ્યક્તિના આ કામને જોઇને લોકોએ પણ ઘણી તેની પ્રસંશા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *