રાજકોટના આ યુવકએ બનાવ્યું એવું મશીન કે હવે ઘરે બેઠા જ બનાવી શકાશે વેફર્સ,મશીનની કીમત છે બસ આટલા રૂપિયા…..

Uncategorized

એવું કહેવામાં આવે છે કે ઉનાળામાં દિવસ વધારે લાંબો હોય તેવું જોવા મળતું હોય છે.આ સાથે ગરમી પણ પડતી હોવાથી લોકો ઘરમા જ રહેતા હોય છે.અને ઘણા કામો કરતા હોય છે.આવી સ્થિતિમાં જો ગામડાઓની વાત કરવામાં આવે તો અહી લોકો ખાસ કરીને ઉનાળામાં અથાણા અને વેફર્સ બનાવીને પોતાનો સમય પસાર કરતા હોય છે.

ગુજરાતની મોટાભાગની ગૃહણીઓ આખા વર્ષના અથાણા અને વેફર્સ આ સમયે બનાવી રાખી મુકે છે.ખાસ કરીને જો બટેટાની વેફર્સની વાત કરવામાં આવે તો લોકો ઘરે ઘરે બનાવતા જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક એવો પણ સમય હતો જયારે વેફર્સ બનાવવાનું કામ ઘણું મુશ્કેલ ભર્યું રહેતું હતું.

પરંતુ આજના યુગમાં ઘણા ઑટોમેટીક મશીન અને મેન્યુઅલ મશીન બજારમાં આવી ગયા છે,જેથી લોકો સારા અને ઓછા સમયમાં આવા કામ કરી શકતા હોય છે,આટલું જ નહિ પરંતુ મહિલાઓ માટે પણ આ સરળ રહ્યું છે.આજે તમને રાજકોટમાં રહેતા જગદીશભાઈના વિશે જણાવી રહ્યા ચિએવ,જેમણે એક એવું મશીન બનાવી લીધું છે કે જેનાથી મહિલાઓનું વેફર્સ અને સલાડ બનાવવાનું કામ ઘણું સરળ થઇ ગયું છે.

જગદીશભાઈ એવું જણાવી રહ્યા છે કે 2015 માં પોતે નોકરી કરતા હતા.પરંતુ નોકરીમાંથી સારી આવક ઉભી થતી ન હતી.આવી સ્થિતિમાં પોતે કોઈ ધંધા સાથે જોડવા માંગતા હતા.આવામાં તેમને વેફર્સ બનાવવાનું મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો.જયારે આવું જ એક 20 વર્ષ પહેલાંનું જુનું મશીન પણ તેમની પાસે હતું.પછી તો આ નમુનો જોઈ આધુનિક યુગમાં માટે નવું મશીન બનાવવાનું નક્કી કર્યું હતું.

એવુ કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ 10 સુધી અભ્યાસ કર્યો છે અને ગરીબીને કારણે આગળ ભણવાનો શોખ પૂર્ણ થઇ શક્યો ન હતો.પરંતુ તે નાના હતા ત્યાંથી જ કોઈ મોટું કામ કરવા માંગતા હતા.જયારે તેઓ ઉમરલાયક થયા ત્યારે ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યા હતા.આ સાથે પોતે ઘરે વેફર્સ મશીન બનાવવાનું કામ પણ ચાલુ કરી નાખ્યું હતું.

image credit :https://gujarati.thebetterindia.com/

મશીનની ખાસિયત અંગે જગદીશભાઈ એવું જણાવી રહ્યા છે કે આ મશીન મારફતે મહિલાઓને ઘણો ફાયદો થઇ શકે છે.કારણ કે પરંરાગત રીતે વેફર્સ બનાવવાનું ઉપકરણ આવે છે તેમાં જો કોઈ મહિલા વેફર્સ બનાવે છે તો એક તો તેમા સમય વધુ લાગે છે અને બીજું ક્યારેક હાથમાં વાગવાનું પણ જોખમ રહે છે.પરંતુ પોતાના બનાવેલ આ મશીન આવી કોઈ સ્થિતિ ઉભી થાય તેમ નથી.

આ મશીનથી ઓછા સમયમાં વધારે વેફર્સ પણ બનાવી શકાય છે.આટલું જ નહિ પરંતુ હાલમાં બજારમાં ઘણા મેન્યુઅલ વેફર્સ મશીન વેચાઈ રહ્યાં છે,પરંતુ તેઓ જે મશીન બનાવે છે તે ઉચ્ચ ગુણવત્તાવાળા છે જેમાં તેઓ લોખંડ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરે છે જેથી મશીન વજનદાર અને ટકાઉ તેમજ વાપરવામાં સરળ લાગે.

જયારે એક મહિલા છે જેઓ વેફર્સનો ગૃહ ઉદ્યાગ ચલાવે છે તેઓએ આ મશીન વિશે એવું જણાવી રહ્યા છે કે પહેલા પોતે હાથથી વેફર્સ બનાવતા હતા,અને આખો દિવસ તેની પાછળ પૂરો પણ થતો હતો.જ્યારે આ સીતારામ બ્રાંડના મશીનથી બે કલાકમાં જ 50 કિલોની વેફર્સની સ્લાઈડ બનાવી શકાય છે અને તે પણ આરામથી.આટલું જ નહિ પરંતુ તેમાં કોઈ જોખમ પણ રહેલું નથી.

જગદિશભાઈ એવું જણાવી રહ્યા છે કે 2015 માં પોતે ધંધો કરવાનો વિચાર કરીને આ કામ ચાલુ કર્યું હતું,જેમાં તેમના એક ભાઈએ પણ મદદ કરી હતી.પ્રથમ વર્ષે માંડ 50-60 જેટલા યુનિટ સેલ થયા એટલે મારા કઝીને આ ધંધામાં આગળ નથી વધવું એમ કહી ધંધો બંધ કરવા કહ્યું.પરંતુ પોતે આ ધંધામાં વધારે સફળતા પ્રાપ્ત કરવા માંગતા હતા.જેથી પોતે એકલા મહેનત કરતા રહ્યા અને માર્કેટીંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે હાલમાં પણ આ વ્યક્તિ મશીનના પાર્ટ્સનું એસેમ્બ્લિંગ કામ જાતે જ કરે છે,પરંતું આવતા વર્ષે મશીનના વધુ ઉત્પાદન કરવાના પ્લાનિગં સાથે તેમની પાસે 2થી 3 લોકોને કામ માટે રાખ્યા છે.જયારે આ વ્યક્તિ ગુજરાતના દરેક શહેરના મોટાભાગના જાણીતા મશીન ડિલરો પાસે જઈ રૂબરૂ માર્કેટીંગ પણ કર્યું છે.

જયારે તેમના આ મશીનની માંગ વધી તો તેઓ હવે ફેસબુક અને વૉટ્સઅપ પર મશીનની વિગતો સંપર્ક નંબર સાથે શેર કરવાનું ચાલું કર્યું છે.ગયા વર્ષે લોકડાઉન લાગવાથી ધંધાને ફટકો પડ્યો હતો પરંતુ આ વર્ષેની શરૂઆતમાં સારા પ્રમાણમાં ઑર્ડર મળ્યા હોવાનું જણાવ્યું હતું.જગદીશભાઈના આ મશીન ગુજરાતમાં તો લગભગ દરેક શહેરમાં પહોંચી ગયા છે.

પરંતુ સોશિયલ મીડિયા મારફતે તેમના ગ્રાહકો આજે મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,આંધ્રપ્રદેશમાં પણ રહેલા છે.જયારે આ વર્ષે એક અમેરિકા રહેતા ગુજરાતીનો પણ ઑર્ડર મળ્યો હતો.પોતે ભવિષ્યમાં આનો મોટો પ્લાન સ્થાપવાનો વિચાર કરી રહ્યા છે.આજે પોતે નોકરી કરતા પણ વધારે આવક ઉભી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *