રાજકોટમાં હોટલની પાર્કિંગમાં ચાલતું હતું કુટણખાનું આવી રીતે ઝડપાયું,ગ્રાહકો પાસેથી લેવામાં આવતા હતા ૨૫૦૦ રૂપિયા….

Uncategorized

આજે પણ રાજ્યમાં ઘણા ધંધાના આડમાં કેટલાક ખરાબ કામો થતા આવ્યા છે અને થઇ પણ રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાંથી ઘણીવાર આવા ખરાબ ધંધાઓ ચાલતા હોય તેનો પરદાફાસ પોલીસ કરતી હોય તેવું સામે આવતું હોય છે.જેમાં ઘણા લોકો સંકળાયેલા હોય છે.તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા લોકો આવી ખરાબ વસ્તુનો વિરોધ કરતા હોય છે,પરંતુ આજ લોકો ઘણીવાર તેમાં જોડાયેલા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે પણ આવો જ એક કિસ્સો રાજકોટના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે મહિલા પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હોટલમાં ચાલતા સેક્સ રેકેટ પર ઝપાટો માર્યો હતો.જેમાં મહિલા સહિત હોટલના મેનેજર અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

જ્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભોગ બનનાર બંગાળી મહિલા ઉપરાંત એક અન્ય સગીરાને પોલીસએ આવા કામથી મુક્ત કરાવી હતી.એવું કહેવામાં આવે છે કે એક એનજીએ આ સમગ્ર બાબતે જાણકારી હતી,જેમાં જણાવ્યું હતું કે ત્યાના વિસ્તારમાં આવેલા હોટલમાં છેલ્લા બે મહિનાથી મેરઠની એક મહિલા એક વ્યક્તિ સાથે રોકાયેલી છે.

કેટલાક અહેવાલો મુજબ એવું પણ કહેવામાં આવે છે કે આ અંગેની માહિતી પહેલા સમાજ સુરક્ષા વિભાગને આપવામાં આવી હતી.જયારે આ વિવિભાગે પોલીસમાં પણ જાણ કરી હતી.ત્યારબાદ એનજીઓ સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસ દ્વારા બજાર ખાતે આવેલ હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

જયારે પોલીસ મારફતે દરોડાની કામગીરી થઇ ત્યારે ચારથી પાંચ કલાક ચાલી હોવાનું સામે આવ્યું હતું.જેમાં હોટલમાંથી એક વ્યક્તિ મળી આવી હતી,જેની પાસે આશરે 16 વર્ષીય સગીરા મળી આવી હતી.હાલમાં તો સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મોકલવામાં આવી છે.પોલીસ તપાસ દરમિયાન હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે.

જેમાં બે વ્યક્તિ મહિલા ગ્રાહકો પાસેથી રૂપિયા 2500 લઇ રહ્યા છે જયારે ભોગ બનનાર બંગાળી મહિલાને માત્ર પાંચસો રૂપિયા આપવાનું પણ સામે આવ્યું છે.અને આ કામ ઘણા સમયથી લાતું હોવાનું પણ જણાઈ રહ્યું છે.જેમાં હોટલના મેનેજર અને અન્ય લોકોની સામે ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

જયારે બીજી તરફ પોલીસે મુક્ત કરાવેલ સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપી છે.તેમજ તેનું કાઉન્સિલિંગ પણ હાલ ચાલી રહ્યું છે.જયારે હાલમાં આ વ્યક્તિ સાથે તેના કેવા સંબંધ હતા.અને તે ક્યારથી દેહ વ્યાપારના ધંધા અર્થે સંકળાયેલ છે તે દરેક બાબત અંગેની જાણકારી મેળવી રહ્યા છે.જયારે બીજી તરફ પોલીસે આ વ્યક્તિ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *