રાજકોટ રેલવે સ્ટેશન બહાર બોર્ડ ઉપર યુવકની લટકતી લાશ મળતા ચકચાર મચી ગયો, રાત્રિના અંધારાનો ગેરલાભ ઉઠાવી…

Uncategorized

રાજ્યમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે અમુક સમયે વધારે ચર્ચામાં આવતા હોય છે,હાલમાં જોવામાં આવે તો હત્યા અને આત્મહત્યા જેવા પણ કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.જયારે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવી ગયા છે જે આજે પણ રહસ્ય બની રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો રાજકોટના રેલ્વે જંક્શનના વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે રેલવે સ્ટેશન બહાર આવેલ ગેટના સાઇન બોર્ડ પર એક યુવાનની લાશ લટકતી જોવા મળી હતી.જયારે આ ઘટના સામે આવી ત્યારે તે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો.

જયારે આ ઘટના અંગે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી ગઈ હતી.જયારે અહી લટકતી લાશમેં નીચે ઉતારવામાં આવી હતી.અને તેને પોસ્ટમોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.જયારે પોલીસ અન્ય તપાસ માટે જોડાઈ છે,ખાસ કરીને ત્યાના દરેક સીસીટીવી ફૂટેજ પર વધારે તપાસ કરવામાં આવી રહી છે.

કેટલીક માહિતી અનુસાર એવું કહેવામાં આવે છે કે આજે સવારના સમયમાં રાજકોટ રેલવે સ્ટેશનના બહાર ગેટ પર લગાવવામાં આવેલા સાઈન બોર્ડમાં કે લાશ લટકતી જોવા મળી હતી.પ્રાથમિક તપાસમાં હાલ તો એવું સામે આવ્યું છે કે આ યુવક પરપ્રાંતીય હતો,જેણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

આ મૃતક પાસેથી એક ઓળખપત્ર મળી આવ્યું છે.તમને જણાવી દઈએ કે મળેલા ઓળખપત્ર મુજબ તે યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા સમયથી અહી રહેતો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.પરંતુ યુવક સાથે થયેલી આ બાબત અંગે પોલીસ વધારે તપાસ કરવા માટે જોડાઈ છે.

હાલમાં તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે પછી વધારે જાણકારી મળી શકે છે,જેમાં યુવકની હત્યા થઇ છે કે યુવકે આપઘાત કર્યો છે.આટલું જ નહિ પરંતુ તેનું કારણ શું છે તે થોડા જ દિવસોમાં સામે આવી શકે છે.કારણ કે સીસીટીવી ફૂટેજ ત્યાના વિસ્તારમાં ઘણા આવેલા છે.જેથી તેની તપાસ જોરમાં ચાલી રહી છે.

આ સીસીટીવી ફૂટેજ પરથી અંદાજ લગાવી શકાશે કે આખરે યુવક કઈ રીતે સાઈન બોર્ડ સુધી પહોંચ્યો હતો.અથવા કોઈ વ્યક્તિ પણ આમાં જોડાયો છે તે સમગ્ર બનાવ અંગે જાણ મળી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અહી રાતના સમયે આ ઘટના બની છે,પરંતુ તેની જાણ સવારે થઇ હતી.એવું પણ માનવામાં આવે છે કે વીજશોકને કારણે પણ યુવક ઉંચે સુધી ખેંચાઈ શક્યો હોઈ શકે છે.હાલમાં તો રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *