રાજાના મહેલથી ઓછુ ખુબસુરત નથી રજનીકાંતનું ઘર,અંદરની તસ્વીરો જોઇને તમે પણ કહેશો વાહ……….

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતે વૈભવી જીવનશૈલી ધરાવે છે તેવી જ રીતે સાઉથના પણ કેટલાક એવા સુપરસ્ટાર છે જે હમેશા પોતાની વૈભવી જીવનશૈલીને લઈને ચર્ચામાં રહેતા હોય છે.આટલું જ નહિ પરંતુ તે પોતાના કામને માટે પણ ઘણીવાર ચર્ચામાં આવતા હોય છે.આવી સ્થિતિમાં સાઉથ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર માનવામાં આવતા અભિનેતા રજનીકાંતની વાત કરવામાં આવે તો તે સમગ્ર દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.

આ એક એવા અભિનેતા છે જે હમેશા પોતાની ફિલ્મો માટે જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે હાલમાં આ અભિનેતા કરોડોની સંપતિના પણ માલિક છે.રજનીકાંત એ ભારતનો સૌથી મોંઘા કલાકાર માનવામાં આવે છે.આજે તેમની આવક કરોડોમાં છે.જયારે તે પોતાના પરિવાર સાથે વૈભવી ફાઇવ સ્ટાર હોટલ જેવા બંગલામાં રહે છે.

તમને જણાવી દઈએ કે રજનીકાંતના બંગલાની સુંદરતા અને ભવ્યતા બીજા કરતા ઘણી અલગ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રજનીકાંતની સંપત્તિ દુનિયાભરમાં ફેલાયેલી છે,પરંતુ તે ચેન્નઇમાં પોતાના પરિવાર સાથે રહે છે.પોઝ ગાર્ડન નામનું ચેન્નાઇમાં તેમનું એક ખૂબ જ સુંદર ઘર છે.આટલું જ નહિ પરંતુ ઘરમાં રહેલી દરેક વસ્તુ ઘણી સુંદર અને વધારે કીમતી છે.

રજનીકાંતના ઘરનું આંતરિક ભાગ બધાને આકર્ષિત કરે તેવું ભવ્ય છે.તમે પણ તેમના આ ઘરને જોઈ શકો છો.જે ઘણું જ સુંદર છે.ખાસ કરીને રજનીકાંત મોટાભાગે તહેવારમાં પોતાના પરિવાર સાથે જોવા મળતો હોય છે.જ્યારે રજનીકાંત તેમના પરિવાર સાથે હોય તેવી પણ ઘણી તસ્વીરો સોસીયલ મીડિયા પર જોવા મળતી હોય છે.

મળતી માહિતી મુજબ રજનીકાંતે તેના ઘરમાં સૌથી વધુ સફેદ રંગનો ઉપયોગ કર્યો છે.સફેદ રંગ ઘરને વધુ આકર્ષક અને સુંદર દેખાવ આપે છે.રજનીકાંતના ચેન્નાઈ મકાનની કિંમત વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી,જોકે ઘર જોતા લાગે છે કે તે ખૂબ મોંઘું છે.રજનીકાંતે તેના મકાનમાં હરિયાળીને પણ ઘણી જગ્યા આપી છે.સુપરસ્ટારનું ઘર હરિયાળીથી ઘેરાયેલું છે.

તમને જણાવી દઈએ કે રજનીકાંતે વર્ષ 1981 માં લતા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા.બંને બે પુત્રીઓના માતા-પિતા છે.ઘણા લોકો જાણે છે કે તેમની એક પુત્રી એશ્વર્યાએ સાઉથના જાણીતા એવા અભિનેતા ધનુષ સાથે લગ્ન કર્યા છે.તેમની જોડી પણ ઘણી લોકપ્રિય રહી છે.એવું કહેવામાં આવે છે કે રજનીકાંત ફિલ્મોમાં આવતા પહેલા બસ કંડક્ટર તરીકે કામ કરતા હતા.

પરંતુ તેનો જ્યારથી ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી,ત્યાંથી તેમનું ભાગ્ય બદલાઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે રજનીકાંતનું અસલી નામ ‘શિવાજી રાવ ગાયકવાડ’ છે. ફિલ્મોમાં પ્રવેશ પછી તે રજનીકાંત બન્યા હતા.રજનીકાંતની ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ સિનેમાથી થઈ હતી.તેમની પહેલી ફિલ્મ અપૂર્વા રાગંગલ’ હતી.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે રજનીકાંત પાસે લગભગ 376 કરોડ રૂપિયાની સંપત્તિ છે.જયારે ચેન્નાઇ સિવાય દેશના જુદા જુદા ભાગોમાં પણ તેમના ઘણા મકાનો આવેલા છે.હાલમાં ઘણા સમયથી તે ફિલ્મોમાં જોવા મળ્યા નથી.પરંતુ જયારે તે ફિલ્મોમાં આવે છે ત્યારે તેમની ચર્ચાઓ થવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *