રાત્રે ઊંઘતા પહેલા જરૂરથી કરો આ કામ,માતા લક્ષ્મીની કૃપાથી ચમકી જશે તમારું ભાગ્ય……..

Astrology

દરેક વ્યક્તિ મહેનત તો કરતો રહે છે પરંતુ તેનું ચોક્કસ પરિણામ સામે આવતું નથી,અથવા પોતાને ધારી સફળતા પ્રાપ્ત થતી નથી.આવી સ્થિતિમાં ઘણા લોકો કેટલાક ઉપાયો કરવા લાગે છે,જેથી ખરાબ નશીબ વધારે સારું બને અને સાથ આપે.પરંતુ ઘણા ઓછા લોકોને આવું શક્ય બનતું હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો રાતે સારી રીતે ઊંઘી શકતા નથી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલાક એવા ઉપાયો કરવામાં આવે તો પછી નસીબ વધારે મજબુત બને છે.આટલું જ નહિ પરંતુ જીવનમાં પ્રગતિ મળે છે.અને સાથે સાથે મન પણ તાજું રહે છે.આજે તમને આવા જ કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.જે તમે ઊંઘતા પહેલા કરશો તો તમને ઘણા લાભ મળશે….

સૂતા પહેલા કરો આ ખાસ કામ –

– એવું કહેવામાં આવે છે કે જે પલંગ પર પોતે ઊંઘો છો તેને હંમેશાં સાફ રાખવો.આ ઉપરાંત સમયાંતરે બેડશીટ બદલતા રહેવું.ધ્યાનમાં રહે કે ગંદા પલંગ પર ઊંઘવાની કોઈ દિવસ ભૂલ ન કરવી જોઈએ.જે લોકો ગંદા પલંગ પર હમેશા ઊંઘી રહે છે તેમનું નશીબ વધારે નબળું પડતું જાય છે.આટલું જ નહિ પરંતુ આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે.માટે હમેશા પલંગ સાફ હોવો ખુબ જરૂરી છે.પલંગ સુંદર,નરમ અને આરામદાયક હોવાથી તેની અસર આપણા સ્વાસ્થ્ય પર સારી પડે છે.

– એવું કહેવામાં આવે છે કે ઊંઘતા પહેલા દરરોજ પલંગની પાસે એક કપૂર બાળી લેવી જોઈએ. કપૂર સળગાવવાથી ઉંઘમાં સારી એવી મદદ મળે છે.આ ઉપરાંત ઘરની મોટાભાગની નકારાત્મક ઉર્જાઓ પણ દૂર થવા લાગે છે.તમને જણાવી દઈએ કે કપૂર પલંગ પાસે મુકીને ઊંઘવાથી તણાવમાં ઘટાડો થવા લાગે છે.

– તમને જણાવી દઈએ કે જયારે તમે ઊંઘો છો ત્યારે ખરાબ બાબતો પર વધારે વિચાર ન કરવો જોઈએ,પરંતુ હમેશા સારું વિચારવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે ખરાબ વિચારો અથવા નકારાત્મક વસ્તુઓ જો ઊંઘતા સમયે વિચારવામાં આવે તો આપણી ઊંઘમાં ઘણા અવરોધો આવે છે અને સારી ઊંઘ આવતી નથી.એવું પણ માનવામાં આવે છે કે ઊંઘવાના 10 મિનિટ પહેલાં ખૂબ જ સંવેદનશીલ હોય છે.આ સમય દરમિયાન અર્ધજાગૃત મન જાગવા લાગે છે અને ઊભા થયા પછી ઓછામાં ઓછા 15 મિનિટનો સમય પણ ખૂબ સંવેદનશીલ હોય છે.આ દરમિયાન જે વિચાર કરવામાં આવે છે તેવું થવા લાગે છે,માટે હમેશા સારું વિચારો.

– વાસ્તુ મુજબ એવું કહેવામાં આવે છે કે ઊંઘતી વખતે દક્ષિણ અને પૂર્વમાં ક્યારેય પગ ન રાખવા જોઈએ.આ ઉપરાંત આપણા પગ દરવાજાની દિશા તરફ પણ ન હોવા જોઈએ.આ દિશામાં પગ રાખવાથી આરોગ્ય અને સમૃદ્ધિની ખોટ થાય છે.જ્યારે માથું પૂર્વ દિશામાં રાખવું હોય ત્યારે ઊંઘમાં વધારો કરે છે.જયારે દક્ષિણમાં માથું સાથે સૂવાથી આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે.

– એવું કહેવામાં આવે છે કે ઉઘવાના 2 કલાક પહેલાં ખોરાક લેવો જોઈએ.ખોરાક ખાધા પછી તરત સૂઈ જવાથી પેટ સંબંધિત રોગો થાય છે અને ખોરાક પણ યોગ્ય રીતે પચતો નથી.માટે હંમેશા સુતા પહેલા 2 કલાક પહેલા ખાવાનું ખાવું.આ ઉપરાંત ઊઘતા પહેલા હંમેશા મોં ને પગને સાફ કરીને ઊંઘવું.

– તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિએ ખાસ કરીને રાતે ઊંઘતા પહેલા ઇષ્ટદેવને યાદ કરવા જોઈએ.અને દિવસ દરમિયાન કોઈ ભૂલ થઇ હોય તો તેની માફી મંગાવી જોઈએ.આવું કરવાથી સારી ઊંઘ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *