રામદેવ પીરનો આ ઈતિહાસ આજ સુધી તમને ખબર ના હોય, એક વર જાણી લો બધી ઈચ્છાઓ થઇ જશે પૂરી……

Uncategorized

ધાર્મિક માન્યતાઓ મુજબ જોવામાં આવે તો ઘણા દેવી દેવતાઓ અનેક અવતારો સાથે ધરતી પર આવ્યા હતા અને લોકોને હમેશા દુઃખમાંથી મુક્ત કરવાયા હતા.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક ચમત્કારો આજના યુગમાં પણ જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને રણુજાના રાજા રામદેવપીરની વાત કરવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની મરુ ભૂમિ પોખરણ ગઢથી આશરે 10 કિમી દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવપીરનું સુપ્રસિદ્ધ યાત્રા ધામ આવેલ છે.આજે આ મંદિરમાં તે વિસ્તારના જ નહિ પરંતુ ગુજરાતના પણ હજારો ભકતો ત્યાં આવતા જોવા મળી રહ્યા છે.આજે ગુજરાતમાં પણ ઘરે ઘરે રામદેવપીરની ભક્તિ અને પૂજા થઇ રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો રણુજાના રાજા રામદેવપીરએ અહી સમાધિ લીધી હતી.જયારે આજે દેશભરમાંથી ભકતો અહી આવતા જોવા મળી રહ્યા છે.આજે લાખોની સંખ્યામાં ભક્તો તેમના દર્શને આવતા હોય છે.વિજયા ધર્મના સ્થાપક રામદેવ પીર તેમના શૌર્ય પરાક્રમ અને તેમના પરચાઓથી ભક્તોના હ્રદયમાં આજે પણ જીવંત રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રામદેવજી મહારાજ રાજા હતા.જયારે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ અવતાર ધરીને આ ધરતી પર આવ્યા હતા.એટલે કે તેઓએ બાબા રામદેવ પીર તરીકે જન્મ લીધો હતો.એવું માનવામાં આવે છે કે રામદેવી પીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો.

જયારે તેમની માતાનું નામ મિનળદેવ અને પિતાનું નામ અજમલ રાજા હતું.આટલું જ નહિ પરંતુ તેમના પિતા આ વિસ્તારના મોટા રાજા હતા.તમને જણાવી દઈએ કે જે ધરા પર બાબાએ જન્મ લીધો હતો તેનું નામ કાશ્મીર ગામ હતું પરંતુ આજે રામદેવરા તરીકે પડખ ધરાવે છે.તમને જણાવી દઈએ કે રાજસ્થાન-ગુજરાતમાં તેમના વધારે મંદિરો આવેલ છે.

ભાદરવા સુદ બીજને દીવસે રામદેવ પીર મહારાજની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.ઈતિહાસ મુજબ જોવામાં આવે તો મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા.તેમણે રામદેવપીરના પરચાઓનો જાતે જોયા પણ છે.આટલું જ નહિ પરંતુ બાબાને રામશાહ પીર નવું નામ હતું.એવું માનવામાં આવે છે કે મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને આજે માની રહ્યા છે.

તમને જણાવી દઈએ કે બાબા રામદેવ પીરના ચરણોમાં આજે અમીર અને ગરીબ દરેક ભકતો આવે છે.તે હમેશા લોકોની સેવા અને તેમની અમુક મુશીબતોથી મુક્ત કરવા માટે જન્મ લીધો હતો.પરંતુ પૃથ્વી પરના નિયત કાર્ય પછી રામદેવપીર મહારાજે 1459 માં સમાધિ પણ લઇ લીધી હતી.એવું માનવામાં આવે છે તે સમયે તેમની ઉંમર 42 વર્ષ હતી.

આખરે આ સમાધિ પર બીકાનેરના મહારાજ ગંગાસિંધે આશરે 1931 માં તેમની સમાધિ ઉપર મંદિર બંધાવ્યું હતું.આજે આ મંદિરમાં શ્રીફળ,ગૂગલ,ધૂપ અને કપડાના ઘોડા ચડાવવામાં આવે છે,આજે બાબા દરેક ભકતોના દુખ દૂર કરી રહ્યા છે.દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે.આજે તેમના પરચાઓ અને ચમત્કારની જેટલી વાતો કરવામાં આવે તેટલી ઓછી પડે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *