રોજ સવારે બે પલાળેલી બદામ ખાવાથી દુર થઇ જશે તમારા શરીરની આ મોટી બીમારીઓ,ફાયદા જાણીને તમે પણ ચોકી જશો…….

Health

આપણું શરીર વધારે સ્વાસ્થ્ય રાખવા માટે સંતુલિત ખોરાક લેવો ખુબ જરૂરી છે.જયારે ઘણા લોકો ખોરાક ઉપરાંત અન્ય ડ્રાયફ્રૂટ્સનું પણ ચોક્કસ રીતે સેવન કરતા હોય છે.કારણ ડ્રાયફ્રૂટ્સમાં ઘણા એવા પોષક તત્વો રહેલા હોય છે જે આપણા શરીરના વિકાસ અને ઘણા રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.આવી સ્થિતિમાં જો બદામની વાત કરવામાં આવે તો તે પણ એક ડ્રાયફ્રૂટ્સ છે.

બદામ ખાવી બધાને સારી લગતી હોય છે.પરંતુ બજારમાં તેની કીમત ઘણી વધારે હોવાથી દરેક વ્યક્તિ તેનું સેવન કરી શકતી નથી.પરંતુ જો તમે ચોક્કસ રીતે તેનું સેવન કરશો તો તમને અનેક લાભ જોવા મળશે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે પલાળેલી બદામ રોજ ખાવામાં આવે તો તેનાથી અનેક બીમારીઓ હમેશા માટે દૂર થાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બદામમાં મિનરલ,વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે.એવું કહેવામાં આવે છે કે રોજ 4 થી 5 પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર,વજન વધવું,બ્લડ શુગર અને હૃદયના રોગનો ખતરો પણ ઓછો થાય છે.પલાળેલી બદામનું સેવન કાચી બદામ કરતા પણ વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

પલાળેલી બદામની છાલમાં ઝેરી પદાર્થો રાતોરાત દૂર થઇ જાય છે.અને બાકીના મોટાભાગના પોષક તત્વો તેમાં ઉપલબ્ધ રહે છે.આજે તમને પલાળેલી બદામ ખાવાના કેટલાક ફાયદાઓ જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.પરંતુ આ જાણીને તમને પણ જરૂર પલાળેલી બદામનું સેવન કરશો…

– એવું કહેવામાં આવે છે કે પલાળેલી બદામમાં પ્રોટીન,ફાઈબર અને મેગ્નેશ્યિમ વધારે જોવા મળે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.રોજ પલાળેલી બદામના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ કંટ્રોલ કરીને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે.રોજ સવારે પલાળેલી બદામ ખાવાથી મગજ તેજ થાય છે જેથી યાદશક્તિમાં ઘણો વધારો જોવા મળે છે.ખાસ કરીને પલાળેલી બદામ બાળકો માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.

– તમને જણાવી દઈએ કે પલાળેલી બદામમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે.માટે 4 થી 5 પલાળેલી બદામનુ સેવન કરીને એક ગ્લાસ પાણીનું સેવન કરવું.આ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.અને પેટમાં કેન્સરનો ખતરો પણ ઓછો થવા લાગે છે.

– જયારે વાતાવરણમાં બદલાવ આવે છે ત્યારે નાની બીમારીઓ જેવી કે શરદી,ઉધરસ,વાયરલ તાવથી ઉભા થાય છે.પરંતુ આવી સ્થિતિમાં પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે,જે આવી અનેક નાની બીમારીઓ શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે.કારણ કે પલાળેલી બદામમાં ફોસ્ફોરસ,મેગ્નેશ્યિમ અને કેલ્શ્યિમ જેવા ગુણ હોય છે.જે આવી બીમારી દૂર કરે છે.

– એવું કહેવામાં આવે છે કે બદામ સાથે દહીં અને ઓટમીલને મિક્સ કરીને રોજ તેનું યોગ્ય સેવન કરવામાં આવે તો તેનાથી હાડકા વધારે મજબૂત બને છે.આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે પણ આ ફાયદાકારક માનવામાં આવે છે.ગર્ભવતી મહિલાઓને દરરોજ પલાળેલી બદામ ખાવી જોઇએ જેથી ગર્ભમાં રહેલ બાળકને ફાયદો થાય છે.

– ઘણા લોકો અનેક કામને લીધે તણાવમાં જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો પલાળેલી બદામનુ સેવન કરવામાં આવે તો તે તણાવને હમેશા માટે દૂર કરવા માટે મદદ કરે છે.તમને જણાવી દઈએ કે પલાળેલી બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં અલ્ફા એચડીએલનું પ્રમાણ વધે છે.જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને હૃદય રોગનો ખતરો ઓછો કરવામાં મદદ કરે છે.

– તમને જણાવી દઈએ કે જો તમે પણ ત્વચા સુંદર બનાવવા માંગો છો તો તમારે તમારે પલાળેલી બદામનું સેવન કરવું જોઈએ.પલાળેલી બદામ ખાવાથી ચહેરાના રંગમાં ચમક આવે છે.કારણ કે પલાળેલી બદામમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વધતી ઉંમરની અસરને ઓછી કરે છે.

– પલાળેલી બદામમાં ઘણા બધા એવા તત્વો હોય છે જેનાથી તે હૃદયના સ્વસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી થાય છે.જો રોજ સવારે પલાળેલી બદામનુ સેવન કરવામાં આવે તો તે આયુષ્યમાં વધારો કરે છે.માટે તમારે તેનું રોજ સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *