લગ્નના દાગીના લઈને ફરાર થઇ ગઈ દુલ્હન,તો સાસરિયાના લોકોએ કર્યું એવું કે દુલ્હન પોલીસ સ્ટેશનમાં આવીને રોવા લાગે……….

Uncategorized

દરેક યુવક અને યુવતી હમેશા પોતાની પસંદગી અનુશાર લગ્ન જીવનમાં જોડતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા યુવાનો હમેશા સારા જીવનસાથીની તલાસ કરતા હોય છે.જયારે તેમને યોગ્ય લાગે છે ત્યારે લગ્ન જીવનમાં પરિવારની મંજુરી સાથે નવું જીવન જીવવા લાગે છે.આવી સ્થિતિમાં પરિવારમાં પણ અનેક ખુશીઓ જોવા મળતી હોય છે.

પરંતુ ઘણીવાર એવી પણ કન્યાઓ હોય છે જે હમેશા પોતાનું વિચારતી હોય છે તેમના અંદર અનેક પ્રકારની લાલચ હોય છે,જે હમેશા પરિવારને એક બરબાદી તરફ આગળ ધકેલતી હોય છે.હાલમાં જોવામાં આવે તો લગ્નના નામે ઘણો છેતરપીંડી પણ થઇ રહી છે.જયારે ખાસ કરીને લુંટેરીદુલ્હનના ઘણા કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે.આજે આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું સામે આવ્યું છે કેલગ્નના થોડા દિવસોમાં દુલ્હન તેના ઘરથી ભાગી ગઈ.આટલું જ નહિ પરંતુ ઘરમાં રહેલા બધા ઘરેણાં અને પૈસા પણ સાથે લઈને ફરાર થઇ ગઈ હતી.આવી સ્થિતિમાં પતિ અને તેમના પરિવારે યુવતી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને જલ્દીથી જલ્દી તેની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

એવું પણ કહેવામાં આવે છે કે પોલીસમાં કરેલી ફરિયાદ પછીના સમયમાં યુવતી અચાનક જાતે પોલીસ મથકમાં આવી હતી.જેની પાસે ઘરેણા અને રોકડ રકમ પણ સાથે લઈને આવી હતી.જયારે બીજી બાજુ હવે પતિ આ કન્યાને સ્વીકારવાની ના પાડી રહ્યો છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે થોડા દિવસો પહેલા તે વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન એક યુવતી સાથે થયા હતા.

લગ્ન પછી યુવતી પતિના ઘરે આવી ત્યારે ઘરમાં પણ બધા સભ્યો ઘણા ખુશ જોવા મળ્યા હતા.પરંતુ લગ્નના થોડા દિવસો બાદ કન્યા ઘરમાં રાખેલ સામાન લઇને ભાગી નીકળી હોવાની જાણ પરિવારના સભ્યોને થઇ હતી.જેથી પરિવારે આ અંગેની ફરિયાદ પોલીસમાં કરી હતી.જયારે પોલીસે પણ યુવતીના પરિવારમાં આ અંગેની જાણ કરી હતી.

પોલીસ એવું જણાવી રહી છે કે લગ્નના થોડા દિવસો પછી યુવતી ઘરેણાં લઇને રાત્રે ઘરેથી ભાગી ગઈ હતી.જયારે ઘરના સભ્યોએ પણ શોધખોળ કરી હતી,પરંતુ તેની કોઈ માહિતી મળી ન હતી.જયારે યુવતીના પરિવારમાં જાણ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું કે યુવતી ત્યાં પણ આવી નથી.આવી સ્થિતિમાં પરિવારે પોલીસની મદદ માંગી હતી.

ફરિયાદના આધારે જયારે પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી હતી.તે દરમિયાન યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી.અને સાથે રહેલા ઘરેણાં અને પૈસા પણ પાછા આપ્યા હતા.યુવતી એવું જણાવી રહી છે કે તે કોઈની સાથે ભાગી ન હતી.પરંતુ પોતે જ ઘરમાંથી સ્વતંત્ર રીતે ભાગી ગઈ હતી.કારણ કે તેના આ લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું.

પરિવારના દબાણમાં આવીને આ લગ્ન કાર્ય હોવાનું પણ યુવતીએ જણાવ્યું હતું.આખરે લગ્ન પછી તે ભાગી ગઈ હતી.પરંતુ તેને જાણ થઇ કે આ મામલો પોલીસ સુધી આગળ વધ્યો છે,તો તે પાછી આવી હતી.યુવતીએ વધુમાં એવું પણ જણાવ્યું કે તે હાલમાં દસમા ધોરણમાં ભણે છે અને તે આગળ વધારે અભ્યાસ કરવા માંગે છે.માટે હાલમાં લગ્ન જીવન જીવવા માંગતી ન હતી.

જયારે યુવતી મળી હોવાની જાણ પતિને કરી હતી,ત્યારે પતિ અને પરિવાર પોલીસ સ્ટેશને આવ્યા બાદ તેના દાગીના છીનવી લીધા હતા.આટલું જ નહિ પરંતુ યુવતીને ફરીથી અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો.જયારે યુવતી પણ માતાપિતાના સાથે જવા માંગતી હતી.જયારે હવે યુવતીના પતિ અને માતાપણ તેને સાથે રાખવાની ના પાડી દીધી છે.આવી સ્થિતિમાં હાલમાં તે નારી કેન્દ્રમાં રહે છે.અને પોલીસએ વધારે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *