લગ્નના 47 વર્ષ પછી અમિતાભએ કર્યો લગ્નને લઈને ચોકાવનારો ખૂલાસો,શા માટે જયા સાથે કર્યા હતા ………..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના લગ્ન જીવનને લઈને અમુક સમયે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા સ્ટાર્સ વર્ષોથી સારું લગ્ન જીવન જીવતા આવી રહ્યા છે.આવી સ્થિતિમાં જો બોલીવુડના જાણીતા કપલ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની વાત કરવામાં આવે તો તેમની જોડી જાણીતી જોડી માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા અમિતાભ તે સમયમાં ફિલ્મોમાં કરતા કરતા જયા સાથે પ્રેમમાં પડી ગયા હતા.અને આખરે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા.જયારે આજે તેમના લગ્નના 47 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.તમને જણાવી દઈએ કે અમિતાભ અને જયાના લગ્ન આશરે 1973 માં થયા હતા.જે આજે પણ એકસાથે પ્રેમથી પોતાની જીવન જીવી રહ્યા છે.

તાજેતરમાં અમિતાભ બચ્ચને તેના લગ્ન વર્ષગાંઠ નિમિત્તે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.જેમાં અમુક ફોટાઓમાં અમિતાભ ક્યારેક જયાના કપાળ પર તિલક લગાવતા હોય તેવ્વું જોવા મળી રહ્યું છે જયારે હાથ જોડીને પૂજા કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે અમિતાભના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે અને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ તસવીરોની સાથે અભિનેતા બિગ બીએ તેમના ચાહકોને લગ્ન સાથે જોડાયેલ એક રહસ્યની પણ જાણ કરી છે.જેમાં એવું જણાવ્યું છે કે જયા સાથે પ્રારંભિક લગ્ન કર્યા.તે સમયે તેવા સંજોગો ઉભા થયા હતા જેના લીધે પોતે લગ્ન ધામધુમથી કરી શક્યો ન હતો.વધુમાં જણાવ્યું છે કે ‘જંજીર’ફિલ્મ જયારે સફળ થઇ ત્યારે બધા અમારા કેટલાક મિત્રો સાથે પ્રથમ વખત લંડન જવાનું વિચાર્યું હતું.

આવી સ્થિતિમાં મારા પિતાએ પૂછ્યું કે તમે કોની સાથે જવાનો છો? જ્યારે તેમાં જણાવ્યુ પોતે તેમના કેટલાક મિત્રો અને જયા પણ સાથે છે.આ સમયે પિતાએ જણાવ્યું કે ત્યાં જતા પહેલા જયા સાથે લગ્ન કરવા પડશે.આ સંજોગો એવા ઉભા થયા કે તેમને લગ્ન કરવા પડ્યા હતા.આ વાત જાણીને તેમના ચાહકો ખુબ જ અભિનંદન પાઠવવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની આ વર્ષગાંઠ પર તેમના ચાહકો ઉપરાંત કેટલાક બોલીવૂડ સ્ટાર્સ જેમ કે શમિતા શેટ્ટી,ઇશા દેઓલ,બિપાશા બાસુ જેવા અનેક કલાકારોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.ખાસ કરીને જોવામાં આવે તો અમિતાભ અને જયાની જોડી બોલિવૂડમાં ખૂબ પ્રખ્યાત જોડી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અભિનેતાએ અને જયાએ ઝંજીર,અભિમન,ચૂપકે ચૂપકે,શોલે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.હાલમાં કોરોના લોકડાઉનને કારણે અમિતાભ તેમના પરિવાર સાથે ઘરે સમય પસાર કરી રહ્યા છે.જયારે કોરોનાની સ્થિતિ હોવાથી તેમના ઘરે કોઈ પણ પાર્ટીનું આયોજન જોવા મળ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *