લગ્નના 5 કલાક પછી થયું દુલ્હનનું આ કારણે નિધન,પતિએ આપ્યો મુખાગ્ની……

India

સમાચાર અને સોસીયલ મીડિયા પર રોજ કોઈને કોઈ કિસ્સાઓ બનેલા જોવા મળતા હોય છે.જયારે હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે લગ્ન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ સામે આવતા જોવા મળતા હોય છે.જયારે અમુક તો એવી ઘટના હોય છે જે આપણા હૃદયને હચમચાવી દેતી હોય છે.આજે આવી જ એક ઘટના બિહારના એક વિસ્તારમાંથી સામે આવી છે.

સામે આવેલી આ ઘટના એવું જાણવા મળી રહ્યું છે કે લગ્નના ફક્ત પાંચ જ કલાકમાં દુલ્હનનું નિધન થયું હતું.જેમાં પતિએ સ્મશાન ઘાટ જઈને પોતાની પત્નીને અગ્નિદાહ આપ્યો હતો.થોડા સમય પહેલા પતિ માટે એક ખુશીનો સમય હતો,પરંતુ થોડા જ સમયમાં તે ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.જયારે પરિવારમાં પણ અચાનક દુખની લાગણી ઉભી થઇ હતી.

તમને જણાવી દઈએ કે તે વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન ત્યાના બાજુના ગામમાં રહેતા યુવક સાથે થયા હતા.લગ્નના સાત ફેરા લીધા બાદ દુલ્હનની તબિયત અચાનક લથડી હતી.જેના કારણે તેને સારવાર માટે ત્યાની ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ ત્યાં ડોકટરના અનેક પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હતા.અને યુવતીનું મોત થયું હતું.

જયારે આ યુવતીનો મૃતદેહ પતિના ઘરે આવ્યો ત્યારે આખા ગામમાં હાહાકાર મચી ગયો હોય તેવું જોવા મળ્યું હતું.કારણ કે લગ્નના પાંચ જ કલાકમાં દુલ્હનના નિધનથી બધા લોકોના હૃદય હચમચી ગયા હતા.એકબાજુ ઘરના આંગણે લગ્ન મંડપ હતો,જ્યાં થોડા સમય પહેલા ખુશીનો અવાજ સંભળાઈ રહ્યો હતો,પરંતુ અચાનક ત્યાં સન્નાટો થઈ ગયો હતો.

લગ્નના પાંચ કલાકમાં જ દુલ્હનના નિધનથી આખું ગામ રડી પડ્યું હતું.જીવન સાથી સાથે સાત ફેરા ફરીને સંસાર શરૂ કરવા જઈ રહેલી દુલ્હનનું લગ્નનાં પાંચ જ કલાકમાં નિધન થતાં આખું ગામ વિચારમાં આવી ગયું હતું.જયારે પતિના પણ પોતાની પત્ની સાથે નવું જીવન જીવવાના કેટલાક સપના દુઃખમાં ફેરવાઈ ગયા હતા.દુલ્હનના મૃતદેહને દુલ્હાના ઘરને બદલે સીધો સ્મશાન ઘાટ ખાતે લઈ જવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *