લગ્ન અથવા કાર્યક્રમમાં આટલા પૈસા આપીને બોલીવુડના આ સ્ટાર્સને બોલાવી શકાય છે, ફી જાણીને…

Uncategorized

દરેક બોલીવુડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરીને વધારે લોકપ્રિયતા તો મેળવી રહ્યો છે,પરંતુ તેની સાથે સાથે કરોડોની કમાણી પણ કરતો આવ્યો છે,જે દરેક વ્યક્તિ જાણે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક સ્ટાર્સની અલગ અલગ જીવનશૈલી હોય છે આટલું જ નહિ પરંતુ તે હમેશા ફિલ્મો ઉપરાંત અન્ય સ્થાનેથી પણ આવક મેળવતા હોય છે.

તમને જણાવી દઈએ કે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ એવા પણ છે જે ફિલ્મો ઉપરાંત રિબન કટિંગ ઇવેન્ટ્સ મેળવીને પણ સારી એવી આવક મેળવી રહ્યા છે.સામાન્ય રીતે તો આવી બાબતો ઘણી ઓછી જોવા મળતી હોય છે,જે ખાસ કરીને ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ આ બાબત પણ ઘણી સાચી છે.જેમ કે અમુક એવા પણ કલાકારો છે જે લક્ઝુરિયસ લગ્નો અને ખાનગી પાર્ટીઓમાં પણ ભાગ લેતા હોય છે.

એટલું જ નહીં અમુક બોલિવૂડ સ્ટાર્સ કેટલાકના લગ્નોમાં પરફોર્મ પણ કરવા માટે જાય છે,પરંતુ આ કામ કરવા માટે પણ કરોડીની રકમ લેતા હોય છે,જે તેમની આવકમાં વધારો કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા બોલિવૂડ સ્ટાર અથવા અન્ય ધનિક લોકોના લગ્ન સમારોહમાં કેટલાક સ્ટાર્સ ડાન્સ પ્રોગ્રામ કરતા જોવા મળે છે.

પરંતુ તે અહી આવવા માટે ઘણીખરી રકમ પણ લેતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવી રહ્યા છીએ,જે કોઈ ઇવેન્ટ અથવા લગ્ન સમારોહ માટે જાય છે,પરંતુ તે સ્ટારને કેટલા પૈસા આપવા પડશે તે જણાવી રહ્યા છીએ,જે આજે ઘણા લોકો જાણતા નથી.

શાહરૂખ ખાન –

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા શાહરૂખ ખાન આજે સુપરસ્ટાર્સ તરીકે ઓળખ ધરાવે છે,આટલું જ નહિ પરંતુ આજે કરોડો લોકોના દિલોમાં રાજ પણ કરી રહ્યો છે.કરોડો લોકોના દિલોમાં રાજ કરતો હોવાથી તેને બોલિવૂડનો કિંગ ખાન પણ કહેવામાં આવે છે.આ અભિનેતાએ ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે આ અભિનેતાને લગ્ન અથવા અન્ય ઇવેન્ટમાટે બોલાવવા માંગો છો તો તમારે તેમના ડાન્સ પરફોર્મન્સ માટે આશરે 3 કરોડ રૂપિયા ઉડાવવા પડશે.

સલમાન ખાન –

દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાનનું નામ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રિય અને વધારે જાણીતી રહ્યું છે.આજે આ અભિનેતા પણ એક સુપરસ્ટારના લીસ્ટમાં સામેલ થઇ ગયો છે.તેમની ફિલ્મો પણ વધારે સફળ અને વધારે કમાણી પણ કરતી હોય છે.પરંતુ જો તમે તેમને લગ્ન કે પાર્ટીમાં આમંત્રણ આપવા માંગતા હોય તે અન્ય અભિનેતા કરતા ઘણો સસ્તો સાબિત થઇ શકે છે.તમને જણાવી દઈએ કે અભિનેતા સલમાન ખાન કોઈ પણ ઉદઘાટન,કાર્યક્રમ માટે આશરે એક કરોડ રૂપિયાની રકમ લઇ રહ્યો છે.પરંતુ લગ્ન અને લગ્ન પાર્ટીમાં ડાન્સ માટે આશરે 2 કરોડ લે છે.

પ્રિયંકા ચોપડા –

તમને જણાવી દઈએ કે એક સમય હતો જયારે પ્રિયંકા ચોપડાની ઓળખ બોલિવૂડ સુધીની હતી,પરંતુ આજના સમયમાં તેમની ઓળખ દુનિયાભરમાં થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે આજે તે સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.પ્રિયંકા ચોપડા બોલિવૂડની ફિલ્મોની સાથે-સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ ખૂબ નામ કમાવવા લાગી છે.પરંતુ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને જો તમારે કોઈ કાર્યક્રમમા અથવા ઉદ્ઘાટન માટે ઇનવાઈ કરવી છે તો તે આશરે 25 લાખ ચાર્જ કરે છે,જયારે લગ્નમાં આવવા માટે 50 લાખ,પરંતુ લગ્નમાં ડાન્સ કરવા માટે આશરે 1 કરોડથી પણ વધારે રકમ લઇ રહી છે.

અક્ષય કુમાર –

બોલિવૂડમાં જો કોઈ ખિલાડી તરીકે ઓળખ ધરાવતું હોય તો તેમાં એક નામ અક્ષય કુમારનું આવે છે.આ અભિનેતા અનેક રીતે કમાણી કરતો આવ્યો છે,આજે વધારે કમાણી કરતો અભિનેતા પણ સાબિત થઇ રહ્યો છે,પરંતુ જો તમરેવ તેને કોઈ ઉદ્ઘાટન અથવા કાર્યક્રમ માટે બોલાવવો છે તો તમારે આશરે 1.30 કરોડ આપવા પડશે.જયારે કોઈ લગ્ન સમારોહ માટે તેને બોલાવવા માંગો છો તો તમારે 2.5 કરોડ રૂપિયા આપવા પડે છે ત્યારે તે ડાન્સ માટે તૈયારી કરી છે.

દીપિકા પાદુકોણ –

આજના સમયમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ વધારે ચર્ચામાં આવતી રહે છે,આટલું જ નહિ પરંતુ તેમની સુંદરતા પાછળ લાખો યુવાનો પાગલ પણ છે.સામાન્ય રીતે આ અભિનેત્રી કેટલાક કાર્યક્રમોમાં જોવા મળતી હોય છે.પરંતુ તેના માટે તેમને પહેલા 20 લાખ રૂપિયા આપવા પડે છે,જયારે લગ્ન અથવા પાર્ટીમાં બોલવવામ માંગો છો તો તમારે આશરે 1 કરોડ આપવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *