લગ્ન કરેલું હોવા છતાં આ યુવકને દિલ આપી બેઠી હતી મંદાકિની,જેના કારણે કરિયર થઇ ગયું હતું તબાહ……..

Boliwood

હિન્દી સિનેમામાં સફળતા પ્રાપ્ત કરવી ઘણી મુસ્કેલ છે,પરંતુ આવું હોવા છતાં ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જેમણે પોતાના અભિનયથી લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.આટલું જ નહિ પરંતુ અમુક અભિનેત્રીઓએ પોતાની સુંદરતાનો જાદુ પણ ફેલાવ્યો હતો.આવી જ રીતે જો 80 ના દાયકાની વાત કરવામાં આવે તે સમયે પણ ઘણી અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે જાણીતી રહી હતી.

આવી જ એક અભિનેત્રી મંદાકિની હતી,જે તે સમયની ઘણી હોટ અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી.તમને જણાવી દઈએ કે મંદાકિનીએ તેની સુંદરતા અને અભિનયથી લોકોને દિવાના બનાવી રાખ્યા હતા.એવું પણ કહેવામાં આવે છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પણ મંદાકિનીની સુંદરતાથી પાગલ થઇ ગયો હતો.

કેટલાક મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દાઉદ અને મંદાકિની બંને અનેક પ્રસંગોએ સાથે પણ જોવા મળ્યા હતા.અને તેમના અફેરની ચર્ચાઓ પણ થઇ હતી.એવું કહેવામાં આવે છે કે 1963 માં જન્મેલી મંદાકિનીનું અસલી નામ યાસ્મિન જોસેફ હતું.જયારે તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી મંદાકિનીની ફિલ્મી કારકીર્દિ ઘણી જ ટૂંકી હતી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી તે સમયે અંગત જીવનને કારણે ખૂબ મોટી હેડલાઇન્સ બનાવતી હતી.દાઉદ સાથેના અફેરને કારણે તે હેડલાઇન્સમાં પણ રહી હતી.પરંતુ તેની અસર તેના ફિલ્મી કારકિર્દી પર પડતું જોવા મળ્યું હતું.મંદાકિનીએ આશરે 1985 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો.તેમની પ્રથમ ફિલ્મ રામ તેરી ગંગા મેલી હતી.

આ ફિલ્મે મંદાકિનીને રાતોરાત સ્ટાર બનાવી હતી.આટલું જ નહિ પરંતુ મંદાકિનીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન પણ આપ્યા હતા.માત્ર 22 વર્ષની આ અભીનેતીએ ઘણી સફળતા પ્રાપ્ત કરી કીધી હતી.એવું કહેવામાં આવે છે કે મંદાકિનીએ આ ફિલ્મમાં આપેલ એક બોલ્ડ સીન્સ ચર્ચાનો વિષય બન્યો હતો.

એવું કહેવામાં આવે છે કે મંદાકિનીએ ટૂંકી ફિલ્મ કારકીર્દિમાં લગભગ 42 ફિલ્મોમાં કામ કર્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં મંદાકિની ફિલ્મથી દૂર પણ થઇ હતી.તેની પાછળનું કારણ દાઉદ સાથેની નિકટતા હોવાનું કહેવાય છે.જયારે મંદાકિનીએ આ સબંધો સાચા પણ ઘનાવ્યા નથી.દરેક વ્યક્તિ જાણે છે કે 80 થી 90 ના દાયકામાં અંડરવર્લ્ડ બોલિવૂડનું વર્ચસ્વ હતું.

અંડરવર્લ્ડ સાથેના તેના જોડાણને કારણે મંદાકિનીની કારકીર્દિ જલ્દી સમાપ્ત થવા લાગી હતી.આ પહેલી અભિનેત્રી નથી,પરંતુ ઘણી એવી અભિનેત્રીઓ છે જેની કારકીર્દિ અન્ડરવર્લ્ડ સાથેના સંબંધોને કારણે બરબાદ થઈ ગઈ હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી મંદાકિનીની ફિલ્મ કરિયર લગભગ 11 વર્ષની હતી.

તમને જણાવી દઈએ કે મંદાકિનીએ વર્ષ 1990 માં કાગૈર ટી.રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા હતા.બંનેને બે સંતાન પણ હતા.જયારે એક માર્ગ અકસ્માતમાં તેમના પુત્રને ગુમાવી દીધા હતા. મંદાકિની તેના પરિવાર સાથે મુંબઇમાં રહે છે અને તેના પતિ કગીયુર સાથે મળીને તિબેટીયન હર્બલ સેન્ટર ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *