લગ્ન પછી પત્નીને થઇ ગયો બીજા યુવકથી પ્રેમ તો પતિએ કર્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે……….

Uncategorized

પતિપત્નીનો સબંધ ઘણો પ્રવિત્ર સબંધ માનવામાં આવે છે.જયારે એક યુવક અને યુવતી જયારે લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે આખું જીવન એકબીજાની સાથે રહેવાના વચનો ખાય છે.આટલું જ નહિ પરંતુ આખા જીવનકાળ દરમિયાન એકબીજા સાથે રહેવું પણ પડતું હોય છે.પરંતુ ઘણીવાર આ લગ્ન જીવનમાં અમુક સમયે એવા બનાવો બનતા હોય છે કે આપેલા વચનો પણ યાદ રહેતા નથી.અને પતિ પત્નીના સબંધોનો અંત આવતા હોય છે.

ઘણીવાર આ લગ્ન જીવનમાં એવા કિસ્સાઓ ઉભા થાય છે જે ફિલ્મોની સ્ટોરી જેવા લગતા હોય છે.આવો જ એક કિસ્સો બિહારના જિલ્લામાંથી સામે આવ્યો છે.જેમક એક પતિએ તેની પત્નીને તેના પ્રેમી સાથે ખુશીથી લગ્ન કરાવ્યા હતા અને તેની સાથે મોકલી આપી હતી.તમને જણાવી દઈએ કે ઘણી ફિલ્મોમાં પણ આવું જોવા મળતું હોય છે,પરંતુ આ વાસ્તવિક જીવનમાં પણ થયું છે.

જ્યારે આ લગ્ન યોજાઈ રહ્યા હતા ત્યારે બધાને એવું લાગ્યું કે આ એક સામાન્ય લગ્ન થઇ રહ્યા છે,પરંતુ ત્યાં ઉભેલા લોકોને જાણ થઇ કે એક પતિ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી રહ્યો છે ત્યારે ઘણા લોકોએ તેમના લગ્નનો વીડિયો પણ બનાવ્યો હતો.જેમાંથી ઘણા વિડીઓ સોશિયલ મીડિયા મુકવામાં આવ્યા હતા.જે ઘણા વાયરલ થતા પણ જોવા મળ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં રહેતા યુવકે ત્યાની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના થોડા દિવસો પછી ખબર પડી કે પત્ની અન્ય યુવક સાથે પ્રેમ સબંધો ધરાવે છે.આવી સ્થિતિમાં પતિએ પત્ની સાથે કોઈ પણ પ્રકારનો ઝગડો કર્યા વગર જ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરવાનો નિર્ણય લીધો હતો.અને અંતે બધાની સામે તેમના લગ્ન પણ કરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ દંપતીને 2 વર્ષની પુત્રી પણ છે.જે હવે પિતા પોતે તેની પાસે રાખવા માંગે છે.જયારે પત્નીને પૂછવામાં આવ્યું ત્યારે પત્નીએ જણાવ્યું કે તેનો પતિ તેને ઘણીવાર માર મારતો હતો.તેથી આ લગ્ન જીવનમાં રહેવા માંગતી ન હતી.અને બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા છે.જયારે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ લગ્ન પોતાની મરજીથી કર્યા છે.

આ પતિ અને પત્નીની આ બાબતો કોની સાચી છે તે કોઈ જાણતું નથી,પરંતુ હાલમાં આ દંપતીએ કરેલા કામથી લોકો ઘણી સારી ખરાબ વાતો કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક વિડીઓ પણ વાયરલ થઇ રહ્યા છે.જયારે બીજી બાજુ પત્ની એવું કહી રહી છે કે તેનો બીજો પતિ ઘણો પ્રેમાળ છે અને તેને જીવનભર સાથ આપશે.

તમને જણાવી દઈએ કે આટલી મોટી ઘટના બની પરંતુ કોઈ પણ પ્રકારનો પોલીસ કેસ પણ થયો નથી.પરંતુ પ્રેમથી પતિએ પોતાની પત્નીનો હાથ પ્રેમીના હાથમાં આપ્યો છે.અને તેમની ખુશ રહેવા માટે જણાવ્યું હતું.સામાન્ય રીતે તો જોવામાં આવે તો પતિને પત્નીના પ્રેમસંબંધ વિશે ખબર પડે છે, ત્યારે અનેક ઝગડાઓ ઉભા થતા હોય છે.પરંતુ અહી બધું શાંતિથી સમાધાન કરેલું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *