લગ્ન માટે બ્યુટીપાર્લરમાં તૈયાર થઇ રહી હતી દુલ્હન,વરઘોડો આવતા પહેલા દુલ્હાનો આવ્યો ફોન અને થયું કંઈક એવું કે……….

India

દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના ઘણા રાજ્યોમાં લગ્ન પ્રસંગો ઉભા થઇ રહ્યા છે.આવી સ્થિતિમાં લગ્ન સાથે સંકળાયેલ ઘણા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે.કેટલાક એવા કિસ્સાઓ હોય છે જે ઘણા વાયરલ થતા હોય છે અને લોકોની સારી અને ખરાબ ટીપ્પણી પણ જોવા મળતી હોય છે.

આજે આવો જ લગ્ન સાથે સંકળાયેલ કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવુ જાણવા મળી રહ્યું છે કે દુલ્હન બ્યુટી પાર્લરમાં લગ્ન માટેની તૈયારી કરી હતી.જયારે તેના મોબાઈલ પર એક એવો મેસેજ આવ્યો કે જેનાથી બધાના હોંશ ઉડી ગયા હતા.તમને જણાવી દઈએ કે આ મેસેજ બીજા કોઈનો નહી પરંતુ ખુદ વરરાજાનો હતો.

આવેલા મેસેજમાં એવું લખ્યું હતું કે લગ્ન રદ કરવામાં આવ્યા છે.હવે તેઓ લગ્ન માટે આવશે નહિ.આ સમગ્ર ઘટના પછી અચાનક પરિવારના દરેક મોઢા પર એક દુખની લાગણી જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે છોકરાની દહેજની માંગ પૂરી કરવામાં આવી ન હતી,માટે છોકરાના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જયારે આવી સ્થિતિમાં યુવતીના પિતાએ છોકરાના પરિવાર સામે પોલીસમાં રિપોર્ટ દાખલ કર્યો છે. જયારે પિતાએ વધુમાં એવું પણ જણાવ્યું કે પુત્રી ગ્રામીણ બેંકમાં સહાયક મેનેજરની પોસ્ટ પર નોકરી કરે છે,જ્યારે છોકરો સરકારી શિક્ષક છે.એવું કહેવામાં આવે છે કે પુત્રીની સગાઇમાં છોકરાઓને ચાર લાખ રૂપિયા રોકડ,કપડાં અને અન્ય ભેટો આપી હતી.

પરંતુ જયારે લગ્ન હતા.તે દિવસે સાંજે છ છોકરાએ મેસેજ કરીને વધુ દહેજની માંગ કરી હતી.જો દહેન ન મળે તો લગ્ન ન કરવા માટે પણ જણાવ્યું હતું.જયારે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે છોકરાના પરિવારજનોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પિતાએ એવું પણ જણાવ્યું છે કે દહેજમાં એક કાર પણ આપી છે.

આટલું આપ્યું હોવા છતાં છોકરાના પરિવાર હવે વધારે માંગણી કરી રહ્યા છે.પોલીસે દહેજ સહિતની અન્ય કલમોમાં છોકરા અને તેના પરિવાર સામે ગુનો દાખલ કર્યા છે.અને તેમની વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.તપાસ પછી તેમની સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.પરંતુ હાલમાં યુવતીના લગ્ન અટકી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *