લાલબત્તી સમાન ઘટના: અમદાવાદનો પરિવાર બોટાદ દર્શન કરવા ગયો, ઘરે આવીને જોયું તો ઘરમાંથી….

Uncategorized

દેશમાં જ્યારથી કોરોના મહામારી ઉભી થઇ છે.ત્યારથી દરેક વ્યક્તિ ઘણી બાબતો સહન કરતો આવ્યો છે.આટલું જ નહિ પરંતુ કોરોનાને કારણે આજે ઘણા લોકોની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે.જયારે બીજી બાજુ અનેક ઘટનાઓ વધતી જોવા મળી છે,જેમાં ખાસ કરીને હાલના સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ચોરી-લુંટની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે રોજ સામે આવતા સમાચારોમાં ચોરીને લઈને કોઈને કોઈ ઘટના ચોક્કસ રીતે જોવા મળી રહી છે.આવી જ રીતે આજે અમદાવાદના એક વિસ્તારમાં ઘરમાંથી ચોરી થઇ હોવાની ફરિયાદ સામે આવી છે.જયારે હાલમાં તો આ ઘટના પછી પોલીસ પણ વધારે ભાગદોડ કરતી જોવા મળી રહી છે,કારણ કે આ એક ઘટના નથી,પરંતુ ચોરીની સતત ઘટનાઓ વધતી જોવા મળી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના એક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાંથી આશરે 21 લાખથી વધુની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.જયારે ચોરીના સમયે ઘરમાં કોઈ ન હતું.કારણ કે જયારે ચોરી થઇ તે દિવસે સવારે પરિવારના બધા સભ્યો એક મંદિર દર્શન કરવા માટે નીકળી ગયા હતા,પરંતુ જયારે પરિવાર બપોરે પરત આવ્યો ત્યારે ઘરના તાળા તૂટી ગયા હતા.

હાલમાં તો પોલીસે આસપાસના સીસીટીવીના ફૂટેજના આધારે એક શંકાસ્પદ શખસ જોયો છે.જેમાં તે વધારે તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે આ પરિવારમાં રહેતા દરેક સભ્યો બોટાદ ખાતે આવેલ એક મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.પરંતુ ઘરે આવીને જોયું તો તેમના પગ નીચેથી જમીન શરકી થઇ હતી.આટલું જ નહિ પરંતુ ઘરનો સામાન પણ આમતેમ પડેલો જોવા મળ્યો હતો.

આવી સ્થિતિમાં પહેલા તાત્કાલિક રીતે પોલીસને જાણ કરીને પોલસને બોલાવી હતી.જયારે પોલીસે પણ આવીને પહેલા ફિંગર પ્રિન્ટની કામગિરી શરૂ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ મકાન માલિક એક વકીલાતનો વ્યવસાય કરે છે.જયારે તે એવું જણાવી રહ્યા છે કે સવારે સમગ્ર પરિવાર સાથે ભગવાનના દર્શન અર્થે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા.પરંતુ ઘરે આવ્યા ત્યારે ઘરમાં બધું અલગ જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો,જયારે ઘરમાંથી આશરે 20 લાખ રોકડ ઉપરાંત 1.90 હજારના દાગીના પણ ઘરમાં રહ્યા ન હતા.જયારે એવું કહેવામાં આવે છે કે હાલમાં તો પોલીસે ચોરી કરનારને શોધવા માટે ભાગદોડ કરી છે,જયારે ત્યાના ફ્લેટમાં રહેલ સીસીટીવીબ આધારે એક વ્યક્તિ પર શંકા ગઈ છે.હાલમાં તો તે વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારી એવું જણાવી રહ્યા છે જો તમારા ઘરમાં કોઈ પણ વધારે કીમતી સમાન અથવા રોકડ છે તો તેને સારી રીતે સલામત રાખો,કારણ કે હાલમાં સ્થિતિ વધારે ગંભીર હોવાથી ચોરી અંગેના કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.માટે સમગ્ર પરિવાર સાથે બહાર નીકળી રહ્યા છો તો આજુબાજુ પણ જાણ કરવી અને અમુક સમયે ઘરની ખાતરી પણ કરવાનું ન ભૂલવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *