વજન ઓછું કરવાના ઘરેલું ઉપાય: સવારે આ 8 સરળ કાર્યો કરશો તો આખા શરીરની ચરબી ખતમ થવા લાગશે…

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામથી વધારે ભાગદોડ કરતો રહે છે.આટલું જ નહિ પરંતુ વધારે કામ અને અન્ય બાબતોને લઈને પોતે ખાવાપીવા પર વધારે ધ્યાન આપતો નથી.આવી સ્થિતિમાં ઘણા લોકો અનેક બીમારીઓથી પીડાવા લાગે છે.ખાસ કરીને આજના સમયમાં મોટાભાગના લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

લોકોની ખાવાપીવાની શૈલી બદલાતા આજે મોટાભાગના લોકો જાડાપણુંની સમસ્યાથી વધારે પીડાઈ રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા લોકો છે જે હમેશા પોતાના વધતા વજનથી વધારે પરેશાન જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે વધતો વજન અનેક ગંભીર રોગો તરફ દોરી જાય છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના વજનમાં ઘટાડો કરવા માટે કોશિસ કરતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કેટલાક અભ્યાસો દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું છે કે વધારે વજન વ્યક્તિને ડાયાબિટીઝ,હાર્ટ એટેક,ડિપ્રેશન અને હ્રદયરોગનું જોખમ ઘણુંખરું વધારે છે.આવી સ્થિતિમાં જો તમે પણ તમારા વધતા વજનથી વધારે પરેશાન થઇ રહ્યા છે અને તમે પણ પોતાનો વજન ઓછો કરવા માંગો છો તો તમારે કેટલાક ચોક્કસ ઉપાય કરવા જોઈએ.જો આ ઉપાય અને અમુક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો વધતા વજનને રોકી શકાય છે.

ઉતાવળ ન કરવી –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો એવા પણ હોય છે જે ઘણીવાર સવારે ઉઠતાની સાથે જ હોબાળો મચાવવાનું શરૂ કરે છે.એટલે કે તે દરેક કામમાં વધારે ઊતાવળ કરવા લાગી જતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે ઉતાવળમાં કામ કરવામાં આવે અને તે કામ બગાડે છે ત્યારે તણાવમાં વધારો થાય છે.જે વજન વધારવાનું કામ કરે છે.તેથી તમારી સવારની દિનચર્યાને વધુ શાંતિથી પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

સામાન્ય વ્યાયામ કરો –

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો વજન ઘટાડવા માટે સવારે અનેક રીતે કસરત કરતો રહે છે,પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે પણ વજન ઓછુ કરવા માંગો છો અથવા તમારો વજન વધતો રોકવા માંગો છો તો તમારે સવારે અમુક સરળ વ્યાયામ કરવા જોઈએ.તમને જણાવી દઈએ કે તમારે સવારે ઉઠીને થોડી ઘણી કસરત જરૂર કરવી જોઈએ.આ કરવાથી શરીરમાં શક્તિનો સારો સ્રોત ઉભો થવા લાગે છે.ખાસ કરીને વર્કઆઉટ કરવાથી પેટની ચરબી ઘણી ઓછી થાય છે.

પ્રોટીન અને ફાઇબર સમૃદ્ધ નાસ્તો –

કેટલાક સંશોધન મુજબ એવું કહેવામાં આવ્યું છે કે વધારે પ્રોટીનનું સેવન કરવામાં આવે તો પેટની ચરબી ઘણી ઓછી થાય છે.આ માટે તમારે તમારા સવારના નાસ્તામાં માંસ,માછલી,ઇંડા અને કઠોળનો સમાવેશ ચોક્કસ રીતે કરવો જોઈએ.એવું પણ કહેવામાં આવે છે કે વધારે ફાઈબરના સેવનથી પેટની ચરબી પર સકારાત્મક અસર પડે છે.તમને જણાવી દઈએ કે બ્રોકોલી,એવોકાડોસમાં વધારે ફાયબર હોય છે,માટે તમારે આવો આહાર લેવો જોઈએ.

રસને બદલે પાણીનું સેવન કરવું –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો સવારના નાસ્તા સાથે અમુક પ્રકારનો રસ પીવાનું વધારે પસંદ કરતા હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ વજન વધવાનું એક કારણ પણ બની શકે છે.કારણ કે જ્યૂસ ફ્રુટોઝથી ભરેલા હોય છે અને રોજ તેનું સેવન કરવાથી પેટની ચરબી વધારે વધવા લાગે છે.ખાસ કરીને સુગરયુક્ત ખોરાકથી ચરબીમાં વધારો થાય છે.જો શક્ય હોય તો તમારે સવારે રસ કરતા વધારે પાણીનું સેવન કરવું જોઈએ.જે તમારો વજન ઘટાડી શકે છે.

ગ્રીન ટીનું સેવન કરવું –

દરેક વ્યક્તિ હમેશા પોતાની સવારની શરૂઆત કોફી અથવા ચા થી કરે છે,પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે આનું વધારે સેવન કરવાથી વજનમાં કોઈ પણ ઘટાડો થતો નથી,પરંતુ તે વજન વધવામાં થોડી ઘણી મદદ કરે છે.જો તમે વધતા વજનથી વધારે પરેશાન થઇ રહ્યા છો તો તમારે સવારે ખાસ કરીને ગ્રીન ટી થી કરવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે તેમાં કેફીન અને એન્ટીઓકિસડન્ટ એપિગાલોક્ટેચિન ગેલેટ બંને છે.આ પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

બપોરના ભોજનમાં ધ્યાન આપવું –

ઘણા એવા લોકો છે જે સવારે પણ વધારે નાસ્તો કરતા હોય છે અને બપોરે પણ પોતાના ખાવામાં કોઈ પણ ફરક જોતા નથી,એટલે કે બપોરના ખાવાપીવા પણ વધારે ધ્યાન આપતા નથી,આવી સ્થિતિમાં તે વજન વધારાનું કારણ બનવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો બપોરના ભોજન માટે બહાર નીકળે છે ત્યારે ભૂખને લીધે તમે વધુ પડતો ખોરાક લેવાનું વલણ ધરાવે છે.આવી સ્થિતિમાં તે વજન વધવાનું કારણ બની શકે છે,માટે શક્ય હોય તો બપોરે એવો યોગ્ય ખોરાક લેવો જે તમને વજન ઘતાડાવવા મદદ કરી શકે.

પૂરતી ઊંઘ લેવી –

સામાન્ય રીતે જોવામાં આવે તો વધારે વધતા વજનનું એક કારણ પૂરતી ઊંઘ પણ કહેવામાં આવે છે,જયારે વ્યક્તિ પોતાની સારી ઊંઘ લેતો નથી,ત્યારે તેની સાથે થાક અને તણાવમાં વધારો થવા લાગે છે.આવી સ્થિતિમાં તે વ્યક્તિને દિવસે દિવસે વધારે વજન વધતો જોવા મળે છે.એવું કહેવામાં આવે છે જે જો તમે તમારા વજનમાં ઘટાડો અથવા વજનમાં પહેલાથી સુધાર કરવા માંગો છો તો તમારે દરરોજ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.આને કારણે મન શાંત રહે છે અને મેટાબોલિઝમ પણ વધે છે.જે વજન ઘટાડે છે.

શક્ય હોય ત્યાં ચાલતા જવાનું પસંદ કરવું –

સામાન્ય રીતે જોવામાં આવે તો આજે દરેક વ્યક્તિ કોઈ પણ સ્થાને જવા માટે અનેક વાહનનો વધારે ઉપયોગ કરે છે,એટલે કે વ્યક્તિ ચાલવાની થોડી પણ તકલીફ લેતો નથી,પરંતુ તમને જણાવી દઈએ કે આ આદત પણ વજન વધવાનું કારણ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે પેટની ચરબી બર્ન કરવા માટે કાર્ડિયો એક્સરસાઇઝ એ ​​સારી રીત માનવામાં આવે છે.તેથી ડ્રાઇવિંગ કરવાને બદલે સાયકલ ચલાવવાનું અથવા ચાલવાનું વધારે વિચારવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *