વડોદરાની આ મહિલાએ શિક્ષકની નોકરી છોડીને શરૂ કર્યો રોટલી બનાવવાનો ધંધો,અત્યારે દર વર્ષે કરે છે આટલી કમાણી…….

Gujarat

એક એવો સમય હતો જયારે મહિલાઓને ઘરની ચાર દીવાલોમાં રહીને કામ કરવું પડતું હતું.આટલું જ નહિ પરંતુ મહિલાઓ પુરુષો જેવું કામ ન કરી શકે તેવું કહેવામાં આવતું હતું.તેમને ખાલી ઘરના કામ કરવા સિવાય બીજું કોઈ પણ કરવાની છૂટ મળતી ન હતી.પરંતુ આજનો સમય ઘણો બદલાઈ ગયો છે.આજના આ યુગમાં મહિલાઓ હવે પુરુષો કરતા પણ વધારે આગળ પડતી જોવા મળી રહી છે.જેમ કે કોઈ વ્યવસાય હોય કે કોઈ નોકરી દરેક ક્ષેત્રે મહિલાઓ અગ્રતા મેળવી રહી છે.

મહિલાઓ પ્રત્યે ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે તે એક કામથી બીજા કામમાં વધારે ધ્યાન આપી શકતી નથી.પરંતુ આજે તમને આવી જ એક મહિલા જે વડોદરાના એક વિસ્તારમાં રહે છે,જે એક પ્રોફેશનમાંથી બીજા પ્રોફેશન શરૂઆત કરી સફળતા હાંસલ કરીને બીજા માટે પ્રેરણરૂપ સાબિત થઇ ગયા છે.આમનું નામ મીનાબેન છે જે શિક્ષિકા તરીકે આશરે બે વર્ષ નોકરી કરી હતી.

અ નોકરી છોડીને આજે મીનાબેને રેડીમેડ રોટલી બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે.આટલું જ નહિ પરંતુ બે મહિલાઓ સાથે શરૂ કરેલો આ બિઝનેસ સફળ પણ થયો છે.અને બીજી 8 મહિલાઓને હવે પોતે રોજગારી પણ પૂરી પાડે છે.મીનાબેને આ અંગે જણાવ્યું હતું કે પોતે આ કામ સાથે જોડાયા પહેલા બે વર્ષ ટીચર તરીકે નોકરી કરી હતી.

image credit :https://gujarati.thebetterindia.com/

 

આ પછી ઘરમાં નાનુ બાળક હોવાને લીધે 6થી 7 વર્ષનો વચ્ચે ગેપ પડી ગયો હતો.આ દરમિયાન પોતે ઘરે ઘણા ફ્રી રહેતા હતા.આવી સ્થિતિમાં પોતે કઈ નવું કરવું જોઈએ તેવો વિચાર આવ્યો હતો.તેનું કારણ પૈસા ન હતા,પરંતુ હમેશા તે કઈ અલગ કરવા માંગતા હતા.આવી જ રીતે આજના સમયમાં રેડીમેડ રોટલીનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે.

ઘણી એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં કોન્ટ્રાક્ટરોને અને તેમના મજુરોને સારી રોટલી મળતી નથી.તે હમેશા સારી વસ્તુની શોધમાં રહેતા હોય છે.પોતે વધુમાં જણાવે છે કે આ દરમિયાન મેં એકબે નાના ઇન્ડસ્ટ્રી એરિયામાં તપાસ કરી.જ્યાં રોટલીની ખૂબ જ ડિમાન્ડ હતી.આ પછી પોતે એક વીડિયો જોયો જેમાં મશીન દ્વારા રોટલી બનતી હતી.

આ પછી આખરે રેડીમેડ રોટલીનો બિઝનેશ શરૂ કરવાનો વિચાર આવ્યો.આ વિચાર પછી પોતે એમડી કોર્પોરેશન ફર્મની શરૂઆત કરી.મીનાબેને પોતાના સંઘર્ષ વિશે પણ જણાવ્યું જેમાં કહ્યું કે રેડીમેડ રોટલી વેચવા માટે મેં સૌથી પહેલાં કસ્ટમર્સની શોધ કરી.આ માટે ઘણા લોકોને પોતે મળી.આટલું જ નહિ પરંતુ ઘણા કોન્ટ્રાક્ટરને આ અંગે આગળ આવવા માટે જણાવ્યું.આ પછી સારી ગુણવત્તાવાળી રોટલી બનાવી અને ઑર્ડર મળવા લાગ્યો.

થોડા સમય પછી મશીન ઇન્સ્ટોલ કર્યું.આ બધું કામ કરતા કરતા આશરે 8 મહિનાનો સમય લાગી ગયો હતો.ત્યારબાદ રેડીમેડ રોટલીનો બિઝનેસ ધીરે ધીરે સફળ થવા લાગ્યો.મીનાબેને આગળ એવું પણ જણાવે છે કે પહેલો ઓર્ડર 1000 રોટલીનો મળ્યો હતો.આ ઉપરાંત પોતાના રોટલી બનાવતા મશીન અંગે વાત કરતાં કહ્યું કે પહેલાં મારી પાસે મોટું મશીન હતું,તેમાં એક કલાકમાં 1700 રોટલી બનતી હતી.

image credit :https://gujarati.thebetterindia.com/

આ મશીનમાં રોટલી તૈયાર કરી અમે દરેક જગ્યાએ પહોંચડતાં હતા.પરંતુ હવે અલગ-અલગ જગ્યાએ ત્રણ યૂનિટ છે.જ્યાં નાના મશીન ઇન્સ્ટોલ કર્યાં છે.અત્યારે યૂનિટમાં ઇન્સ્ટોલ કરેલાં મશીન છે તેમાં પ્રતિકલાકે 800-900 રોટલી બને છે.આ બિઝનેસ કરવો ઘણો મુશ્કેલ હતો.આ બિઝનેસ શરૂ કરવા માટે લાખો રૂપિયાની જરૂર પણ હતી.આ પછી બેન્કમાંથી લોન લીધી અને બિઝનેસની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે હાલમાં મીનાબેન ઇન્ડસ્ટ્રી એરિયાના કોન્ટ્રાક્ટર્સ મારફતે કંપનીમાં મશીન ઇન્સ્ટોલ કરાવી દે છે.આ પછી મશીનનું કામકાજ તેઓ બહારથી સંભાળે છે.આ સિવાય તેમનું એક બહારનું યૂનિટ છે જેને ખુદ ઓપરેટ કરે છે.જયારે આ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે માત્ર બે મહિલાઓ હતી.પરંતુ હાલમાં તે આશરે 8 મહિલાઓને રોજગારી આપે છે.

જેમાં પહેલા મહિલાને અઢી હજાર રૂપિયા પગાર આપતાં હતાં.પરંતુ હવે તે મહિલાઓને સારો પગાર આપે છે.આવી જ રીતે પોતે પણ મહીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે,જે તેમની નોકરી કરતા ચાર ઘણા પણ કહી શકાય છે.તે આવતા દિવસોમાં આ પ્રોજેક્ટને વધારે ફેલાવવા માંગે છે.અને વધારે મહિલાઓને રોજગારી પૂરી પાડવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *