અંતિમ સંસ્કાર કર્યાના એક અઠવાડિયા પછી ઘરે આવ્યો યુવક,જોઇને પરિવારના ઉડી ગયા હોશ…….

Uncategorized

આપણી સામે રોજ કેટલાક એવા કિસ્સાઓ આવતા હોય છે કે તેને જાણીને પહેલા તેના પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ થઇ જતો હોય છે.કારણ કે અમુક કિસ્સાઓ ઘણા ચમત્કારિક હોય તેવા લગતા હોય છે.આજે આવો જ એક અનોખો કિસ્સો રાજસ્થાનના એક જિલ્લામાંથી સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે તે જોઇને આખું ગામ વિચારે ચડી ગયું છે.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે અહીના એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે તેના પરિવારે તેનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો હતો.પરંતુ આ વ્યક્તિ આશરે એક અઠવાડિયા પછી પાછો જીવતો ઘરે આવી ગયો હતો.પરંતુ આના પાછળ પણ એક રહસ્ય રહેલું હતું તે જાણીને બધા આશ્ચર્યજનક થઇ ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ આશરે 40 વર્ષનો છે જે આ વિસ્તારમાં રહે છે.પરંતુ તે ઘણા સમયથી દારૂનો નશો કરતો આવ્યો છે.જયારે થોડા દિવસે પહેલા તે પરિવારને જાણ કર્યા વિના ઉદેપુર ચાલી ગયો હતો.કારણ કે તેને લીવરની તકલીફને કારણે તે હોસ્પિટલમાં દાખલ થાઓ ગયો હતો.પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આવી સ્થિતિમાં તેનો મૃતદેહને મોર્ગમાં રાખવામાં આવ્યો હતો.જયારે હોસ્પિટલના અધિકારી જણાવી રહ્યા છે કે વહીવટીતંત્ર દ્વારા એક પત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે ત્રણ દિવસથી એક મૃતદેહ અહીના મોર્ગમાં પડેલો છે અને કોઈ તેને લેવા આવ્યું નથી.આ પછી તેના થોડા દિવસો પછી કેટલાક લોકો હોસ્પિટલમાં આવ્યા અને તે ડેડબોડી તેના સંબંધીની હોવાનું કહીને સાથે લઈ ગયા હતા.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે પોલીસે પણ કોઈ પોસ્ટમોર્ટમ કર્યા વગર સગાસંબંધીઓને મૃતદેહ આપી દીધો હતો.ત્યારે પરિવારે બીજાના મૃતદેહને તેમના ઘરનો સભ્ય માની અંતિમ સંસ્કાર કરી નાખ્યો હતો.પરંતુ થોડા દિવસો પછી ઘરેથી ચાલી ગયેલો વ્યક્તિ પછી આવ્યો હતો.આ જોઇને પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.

આ વ્યક્તિએ આવીને પોતાની વાત જણાવી ત્યારે પરિવારને તેમની ભૂલ સમજાઈ કે તેઓએ ખોટા માણસનો અંતિમ સંસ્કાર કર્યો છે.આ બાબતે હોસ્પિટલના ઓફિસરએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે.મૃતકને 08 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે.જયારે નર્સિંગ અને મોર્ગ્યુ સ્ટાફ વચ્ચે સંકલનના અભાવને કારણે આવી ગડબડ થઈ હોવાનું જણાવ્યું હતું.

જયારે મળતી માહિતી મુજબ જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તે વ્યક્તિને ત્રણ સંતાન હતા.તેમની તબિયત ખરાબ થઇ હતી ત્યારે બાળ કલ્યાણ ગૃહ મોકલવામાં આવ્યો હતો.મૃતકની પત્ની તેને લાંબા સમય પહેલા છોડી ગઈ હતી.તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી,પરંતુ આવા તો અનેક કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *