બેટીને મરવા માટે ગોબરમાં મરવા માટે ફેકી દીધી પછી આવી રીતે યુવકે આવીને બચાવ્યો જીવ…..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે આજના સમયમાં હવે છોકરીઓ પણ છોકારતા કરતા વધારે સારું એવું કામ કરી રહી છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહી શકાય છે કે દરેક સમાજ હવે છોકરા અને છોકરીના તફાવતમાથી મુક્ત થઇ ગયો છે લોકોમાં ઘણી જાગૃતતા આવી ગઈ છે.જ્યારે માતાપિતા પણ છોકરીઓ પ્રત્યે વધારે પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે.છોકરીને હવે લક્ષ્મી માનીને માન આપવામાં આવી રહ્યું છે.

પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે જે મૂર્ખ કરતા પણ વધારે ખરાબ કામ કરતા જોવા મળતા હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે આજના આ યુગમાં દરેક સમાજે તેમની વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવો જોઈએ નહીં.પરંતુ ઘણા લોકો આજે પણ વર્ષો જુના વિચારો સાથે જીવન જીવી રહ્યા છે.પુત્રીને હિન્દુ ધર્મમાં લક્ષ્મીનું એક સ્વરૂપ પણ કહેવામાં આવે છે.

પરંતુ કેટલાક લોકો કાંતો લક્ષ્મી જેવી પુત્રીનો જન્મ થતાંની સાથે જ તેને મારી નાખે છે અથવા ક્યાંક મૃત્યુ પામવા માટે છોડી દે છે.આજે આવો જ એક કિસ્સો હિમાચલ પ્રદેશના એક જિલ્લામાંથી સામે આવ્યો છે,જેમાં એક શરમજનક ઘટના સામે આવી છે.અહીં એવું જોવા મળ્યું છે કે એક માતાએ પોતાની પુત્રીને જન્મ આપ્યાની સાથે જ ગોબરના ઢગલામાં ફેંકી દીધી હતી.

પણ એવું પણ કહેવામાં આવે છે કે જે બાળકો લાંબુ જીવન લઈને આવે છે તેમનું કોઈ બગાડી શકતું નથી.અને આવું જ આ બાળક સાથે પણ થયું હતું.તેના નસીબમાં એવો વળાંક આવ્યો કે મૃત્યુના અંધારામાં જવાને બદલે જીવનની નવી સફર પર આવી ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે અહીનો એક વ્યક્તિ ખેતરમાં કામ કરવા જઇ રહ્યો હતો.

જયારે તે જઈ રહ્યો હતો ત્યારે તેને એક છાણના ઢગલામાંથી એક વિચિત્ર અવાજ સંભળાયો હતો.અચાનક આવેલા અવાજથી પોતે ડરી ગયો હતો.પરંતુ તે પછી તેણે જે જોયું હતું તે ઘણું જ અલગ હતું.તેને જોવા મળ્યું કે અહી એક નવજાત બાળકી ત્યાં પાડીને રડતી હતી.આ સમયે પોતે તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી.

પોલીસ પણ ત્યાં આવી ત્યારે તે પણ ચોંકી ગઈ હતી.આ પછી તો આ સમગ્ર ઘટના અંગે ગંભીરતા દર્શાવી હતી.જયારે બાળકીને ડોકટર પાસે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.હાલમાં તેની સારવાર ચાલી રહી છે.અને સંભાળ પણ લેવામાં આવશે.હાલમાં બાળકની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.ડોકટરોને આશા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.

બીજી તરફ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે એવું કઈ મહિલા છે જેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારવાની કોશિસ કરી છે.હાલમાં આ મામલાની તપાસ થઇ રહી છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી,પરંતુ આ પહેલા પણ આવો ક એક કિસ્સો સામે આવ્યો હતો.જેમાં એક બાળકીને ફેંકી દીધી હોય તેવી હાલતમાં મળી આવી હતી.જેમાં પોલીસ આ બાળકીનો પણ જીવ બચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *