વડોદરામાં યુવક સાથે હતા માતાના અનૈતિક સંબંધ, પુત્રને ખબર પડી ગઈ તો ઢીમ ઢાળી દીધું…..

Uncategorized

રાજ્યમાંથી પ્રેમની આડમાં ઘણા કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે,આટલું જ નહિ પ્રેમ સબંધોને લઈને શોષણ અને હત્યા જેવા મોટા કિસ્સાઓ પણ થવા લાગ્યા છે,જે સમાજ માટે ઘણા ખરાબ માનવામાં આવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ સબંધોમાં ઘણા લોકો પોતાની મર્યાદાઓ ગુમાવે છે ત્યારે તેમને ઘણું સહન કરવું પડતું હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અમુક સમયે પ્રેમનો અંત ઘણો દુખદ જોવા મળતો હોય છે.આજે આવી જ રીતે પ્રેમની બાબતે એક હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ કિસ્સો ડભોઇના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જ્યાં રહેતા પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.

હાલમાં તો આ ઘટના ઘણી ચર્ચામાં આવી રહી છે,જયારે પોલીસએ પણ આ અંગે તપાસ કરી હત્યા કરનાર પુત્રને થોડા જ સમયમાં ઝડપી લીધો હતો.અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે માતા સાથે આશરે એક 34 વર્ષીય અન્ય યુવાન આડા સંબંધ ધરાવતો હતો.પરંતુ આવા સબંધોની જયારે પુત્રને જાણ થઇ ત્યારે તીક્ષ્ણ હથિયારના ઘા મારી પ્રેમીની હત્યા કરી હતી.

એવું કહેવામાં આવે છે કે આવી રીતે ગંભીર હત્યા કરીને તે ઘરેથી ભાગી નીકળ્યો હતો.જયારે મૃતકના માસીના દીકરાએ આ સમગ્ર બાબત પોતાની નજરે જોઈ લીધી હતી.જેથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જયારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી વધારે કાર્યવાહી હાથ ધરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ પ્રેમી યુવક તે જ વિસ્તારમાં રહેતો હતો.પરંતુ તે હાલમાં અપરણિત જીવન જીવી રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે અગાઉ તે કોઇ યુવતીને લઈ આવ્યો હતો અને તેની સાથે લગ્ન વગર સાથે રહેતો હતો.આટલું જ નહિ પરંતુ આ સંબંધમાં 3 સંતાનોનો પિતા પણ બની ગયો હતો.

પરંતુ થોડા વર્ષો પહેલા તેમની પત્નીનું નિધન થતાં ત્રણેય બાળકો યુવતીના માતાપિતાના ઘરે મુકીને એકલો રહેતો હતો.પરંતુ તે થોડા સમયથી અન્ય મહિલા સાથે પ્રેમ સબંધો ધરાવતો હતો,પરંતુ આ પ્રેમની જાણ યુવતીના પુત્રને થઇ હતી.આવી સ્થિતિમાં વધારે વિચાર વગર ગત દિવસે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી.

આટલું જ નહિ પરંતુ આ લાશ ત્યાની નદી નજીકથી મળી આવી હતી.પરંતુ પોલીસને આ યુવકના માસીના દીકરાએ પોલીસમાં ફરિયાદ કરી હતી,જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો.જયારે આખરે તપાસમાં જાણવા મળ્યું કે આ મૃતક પરણીત મહિલા સાથે આડાસંબંધ ધરાવતો હતો,જે મહિલાનો આ પુત્ર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *