વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં થયો વરસાદ,હજુ પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ……….

Uncategorized

દિવસે દિવસે જેવું ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે,તેની સાથે સાથે હવામાન વિભાગ પણ વરસાદને લઈને ઘણી આગાહી કરતુ જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે હાલમાં જ હવામાન વિભાગે વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી હોવાનું સામે આવ્યું છે,જેમાં એવું જણાવ્યું છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ ઉભો થશે,જયારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે પોરબંદર, ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદ પડી શકે છે.

જયારે હાલમાં વરસાદના ઉભા થયેલા વાતાવરણને લઈને હવામાન વિભાગે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે,કારણ કે 16 થી 18 જૂન દરમિયાન દરિયાઇ કાંઠે સામાન્ય વરસાદ થઈ શકે છે.જયારે ગત દિવસોમાં તો ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો.જેવ્મ કે નવસારી અને તાપીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે.જયારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત,તાપી,નવસારી,દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે.

એવું કહેવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14 થી 15 જૂન સુધીમાં દિલ્હી,હરિયાણા,પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે.જયારે ચોમાસુ બંગાળની ખાડી,ઓડિશા, પશ્ચિમ બંગાળ,ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધતું પણ જોવા મળ્યું છે.જયારે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ ચોમાસું દાખલ થઇ શકે છે.

જયારે બીજી બાજુ હવામાન વિભાગે આગામી બે દિવસ મુંબઈમાં ભારે વરસાદની પણ ચેતવણી સાથેની આઘી કરી છે.આટલું જ નહિ પરંતુ ઘણા વિસ્તારોને રેડ એલર્ટ જારી કરી દીધા છે.જયારે ચોમાસુ આગામી બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જશે.જયારે આવતા ચારથી પાંચ દિવસમાં ચોમસું ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવી શકે છે.

ચોમાસાની ઉત્તરીય સીમા દિવ,સુરત,દમોહ,પૂરી અને કૃષ્ણાનગર માદલા સુધી પહોંચ્યું છે.જયારે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ આ મહિનાના અંતમાં વરસતો જોવા મળી શકે છે,જે ખેડૂતો માટે એક સારા સમાચાર પણ ઘનાવી શકાય છે.જેથી તે પોતાના વાવેતરની પણ તૈયારી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *