વર્ષે 8 લાખ રૂપિયાની કમાણી કરતા આ યુવકે કરી એવી ભૂલ કે જવું પડ્યું જેલમાં,કારણ ખુબ જ ચોકાવનારું ………

Uncategorized

દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં ઘણા ગુનેગારો પોલીસના હાથે જડ્પાઈ પણ જતા હોય છે અને તેમને લાંબા સમયની જેલી સજા પણ થતી હોય છે.એવું કહેવામાં આવે છે કે કરેલા ગુનાની સજા તો ચોક્કસ રીતે થતી હોય છે.પરંતુ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે એક કેદી જેલમાં રહીને લાખો રૂપિયા પણ કમાઈ રહ્યો હોય.

ભાગ્ય જ આવું કોઈ દિવસ જોવા અને સાંભળવા મળ્યું હશે.છે.પરંતુ આજે આવો જ કિસ્સો એક રાજ્યમાંથી સામે આવ્યો છે.જેમાં જાનથી મારી નાખવાના કેસમાં સજા ભોગવી રહેલો આરોપો પોતાના ગુનાની સજા સાથે સાથે પોતે શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવાથી જેલમાં બેસીને આઠ લાખ રૂપિયાની આવક પણ મેળવી રહ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેદી જેલમાં રહીને 10 અને 12 ના વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસીસ કરાવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ કેદી આઈઆઈટી કરી ચુક્યો છે.જેથી તેની યોગ્યતાને ધ્યાનમાં લઈને ઓનલાઇન વર્ગ લેતી એક કંપનીએ તેને વૈજ્ઞાનિક શિક્ષક તરીકે નિમણૂક કરી છે.એટલું જ નહિ પરંતુ વાર્ષિક પેકેજ તરીકે 8 લાખ રૂપિયા પણ મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ કેદીના સારા વર્તનને કારણે જેલ વહીવટી તંત્ર તેને તમામ શક્ય મદદ પણ કરી રહી છે.આવી ઘટના આ પહેલીવાર સામે આવેલી જોવા મળી છે.મળતી માહિતી મુજબ એવું કહેવાય છે જે શિમલામાં આરોપીએ રાષ્ટ્રીય કક્ષાની તકનીકી શિક્ષણ સંસ્થામાંથી શિક્ષણ મેળવ્યું છે.વર્ષ 2010 માં આરોપી યુવકે તેની પ્રેમિકાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ આજ સમ્મ્યે કોઈ કારણસર પ્રેમિકાનું મોત થઇ ગયું હતું.

આ મોતની સજા હવે તે ભોગવી રહ્યો છે.જયારે સજા દરમિયાન જેલ પ્રશાસને કેદીઓને રોજગાર પુરી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી હતી.જેલ વહીવટીતંત્ર દ્વારા તેની કુશળતાની ખબર પડી ત્યારે જેલમાં જ તકનીકી કામગીરી માટે મૂકી દીધો હતો.અને જ્યારે તેમણે જળ વિભાગમાં ભરતી માટે ઓનલાઇન પરીક્ષા લેવાની હતી ત્યારે તેણે પરીક્ષા સંબંધિત સોફ્ટવેર લેવું પડ્યું હતું.

તેની પ્રતિભાને કારણે કેદીએ સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓને તે ઓનલાઇન વર્ગનો અભ્યાસ કરાવા લાગ્યો.પરંતુ જયારે આની જાણ ઓનલાઇન વર્ગની કંપનીને જાણ થઇ ત્યારે કેદીને વાર્ષિક 8 લાખના પેકેજ સાથે શિક્ષક તરીકે નિયુક્ત પણ કરી લીધો હતો.આજે તે કેદી તરીકે જેલમાં સજા ભોગવી રહ્યો છે પરંતુ પોતાના પ્રતિભાશાળી વ્યક્તિની સાથે સાથે કમાણી પણ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *