વહુએ પિતા સમાન સસરાને કીધું કંઇક એવું કે જે સંભાળીને સસરો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…..

Uncategorized

આજના કળિયુગમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે જાણીને ઘણીવાર હૈયું પણ ભરાઈ આવતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના આ યુગમાં ઘણા પરિવારો એક સાથે પણ રહેતા હોય છે,જયારે એક વ્યક્તિને બેથી વધારે દીકરાઓ હોય છે ત્યારે માતાપિતાની સંભાળ રાખવા માટે પણ અમુક સમય નક્કી કરતા હોય છે.જે આચાર્યચકિત કરતા કિસ્સાઓ પણ કહી શકાય છે.

આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એવું સામે આવ્યું છે કે એક વૃદ્ધ વ્યક્તિની વહુએ પોતાના સસરાને એવા શબ્દો કહ્યા કે તે સસરા ધ્રુશકે ધ્રુશકે રડવા લાગી ગયા હતા.તમને જણાવી દઈએ કે એક પરિવાર હતો જેમાં ત્રણ દીકરાઓ અને તેમના માતા પિતા હતા.જયારે તેમના ત્રણેય દીકરાઓ જુદા જુદા શહેરમાં નોકરી કરીને સારું જીવન પસાર કરતા હતા.

જયારે તેમના માતાપિતા ગામડામાં એક મકાનમાં જ સુખેથી જીવન પસાર કરતા હતા.જયારે કોઈ વાર તહેવાર હોય ત્યારે આખો પરિવાર એકસાથે ભેગો થતો જોવા મળતો હતો.આટલું જ નહિ પરંતુ હમેશા પિતા તે દીકારોને એવું પણ જણાવતા હતા કે કોઈ પણ સારા તહેવારે બધા ભોઇઓએ સાથે રહેવું જોઈએ.અને આવી જ રીતે પરિવારના સભ્યો પણ ઘણા અઠવાડિયા સુધી સાથે રહેતો હતો.

પરંતુ થોડા સમય પછી પિતાની પત્નીનું મોત થયું હતું.આવી સ્થિતિમાં દરેક દીકરાઓ પોતાના ઘરે આવીને માતાની અંતિમ વિધિ પુરી કરી હતી.આવી જ રીતે થોડા દિવસો સુધી બધા દીકરાઓ અને તેમની વહુઓ સાથે રહ્યા હતા.જયારે એક દિવસે સાંજે બધા લોકો ઘરે વાતો કરતા હતા તેવામાં તેમના પિતાના મોટા દીકરાની વહુએ કહ્યું કે પપ્પા તમે અમારી સાથે ચાલો અને ત્યાં રહે જો.

વહુની આ વાત સાંભળી પિતાએ શહેરમાં જવાની ના પાડી.પરંતુ પોતે એકલા ગામડે રહેવા માંગતા હતા.વધુમાં પિતાએ એવું જણાવ્યું કે તમારી માતા મારતી પહેલા બે વસ્તુઓ તમારી માટે મૂકીને ગઈ છે,જેમાં એક સોનાની ચેન છે.આ સાંભળીને નાના દીકરાની વહુ બોલી એ સોનાની ચેન મને મમ્મીએ આપવાની કહી હતી.

જયારે બીજી વસ્તુ ચાંદીની પાયલ હતી,જે વચ્ચે વાળા દીકરાની વહુ માંગી લીધી હતી.જયારે આખરે પિતાએ મોટા દીકરાની વહુની સામે જોયું અને કહ્યું મારી પાસે હવે તમને આપવા માટે કઈ નથી.આ વાત સાંભળી મોટા દીકરાની વહુએ જે જવાબ આપ્યો તે સાંભરીને પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગયા હતા.

તમને જણાવી દઈએ કે મોટા ભાઈની પત્નીએ પિતાને એવું જણાવ્યું કે પપ્પા મને મમ્મી એવું કહીને ગયા હતા કે જયારે પણ હું આ દુનિયામાં ન રહું ત્યારે તારે પિતાની સાર-સંભાળ રાખવાની છે.બસ મોટી વહુના આ શબ્દો સાંભળતાની સાથે જ પિતા રડવા લાગી ગયા હતા.અને ઘણા ભાવુક બની ગયા હતા.તેમને એવું લાગ્યું કે બધા પરિવારના સભ્યો લાલચ નથી રાખતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *