વાતાવરણમાં પલટો આવતા આ વિસ્તારોમાં થયો વરસાદ,જયારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી વરસાદની કરી આગાહી….

Gujarat

હાલમાં જોવામાં આવે તો સમગ્ર વાતાવરણમાં સતત બદલાવ આવતો જોવા મળી રહ્યો છે.જયારે બીજી બાજુ જોવામાં આવે તો કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે.હાલમાં કેરળ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે.જયારે આ ચોમાસું હવે ધીરે ધીરે દેશના દરેક રાજ્યોમાં આગળ વધતું જોવા મળશે.

તમને જણાવી દઈએ કે ગત દિવસથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વાતાવરણ બદલાઈ ગયું હોય તેવું જોવા મળ્યું છે.જયારે અગાઉના દિવસોમાં કાળજાળ ગરમી પડતી જોવા મળતી હતી,પરંતુ અચાનક તીવ્ર પવન સાથે વરસાદના ઝાપટા પડતા જોવા મળ્યા હતા,જેથી તાપમાનમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો.હાલમાં તાપમાન ઘણું નીચે આવતું જોવા મળી રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આજે સાવરથી દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે,કારણ કે સવારથી 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળ્યો છે.તે સાથે વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.હવામાન વિભાગ એવું જણાવી રહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસના વાતાવરણમાં ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થઈ હોવાથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

વધુમાં એવું જણાવ્યું કે પૂર્વ તરફથી ભેજવાળી હવા આવી રહી છે તો પશ્વિમ તરફથી ગરમ હવા આવી રહી છે.આવી સ્થિતિમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે,જેથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે અચાનક બદલાતા આવા વાતાવરણને ધ્યાનમાં રાખીને મુંબઈ,દિલ્હીની ઘણી ફ્લાઈટ્સને જયપુર ડાઈવર્ટ કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશ,બિહાર,હરિયાણા જેવા રાજ્યોમાં પણ આગામી 24 થી 48 કલાક સુધીમાં વરસાદ પડતો જોવા મળશે.આનું બીજી કારણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રમાં તીવ્ર દબાણ સર્જાયું છે,જેના લીધે ચોમાસું બેસે તે પહેલાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જયારે પંજાબ,રાજસ્થાન,ગુજરાતમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *