વાળની દરેક સમસ્યાને દુર કરવા માટે ઘરે બનાવો આવી રીતે તેલ,વાળ થઇ જશે કાળા અને મજબુત…..

Health

આજના સમયમાં લોકોની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે,જેના લીધે તે પોતાના આહાર પર વધારે ધ્યાન આપી શકતા નથી.આવી સ્થિતિમાં આપણા શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આજના સમયમાં જો દરેક વ્યક્તિ વધારે પરેશાન હોય તો તે છે ખરતા વાળ અને સફેદ વાળ.આવી સ્થિતિમાં લોકો પોતાના વાળને લઈને ઘણા પરેશાન રહે છે.

વાળને વધારે સુંદર અને કાળા બનાવવા માટે લોકો કેટલાક બજારના કેમિકલ યુક્ત પ્રોડકટ વધારે ઉપયોગ કરે છે.જેમાં વાળનો વિકાસ તો નથી,પરંતુ વાળની સમસ્યામાં વધારો થાય છે.આવી સ્થિતિમાં આજે તમને ઘરેલું ઉપાય વિષે જણાવી રહ્યા છીએ.જેનો ઉપયોગ કરવાથી વાળની દરેક સમસ્યામા રાહત મળશે.

તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી તમને તેની કોઈ ખરાબ અસર પણ થતી જોવા મળશે નહિ.અને તે તમને ચોક્કસ લાભ આપશે.આ માટે તમારે ડુંગળી લેવી પડશે.જયારે ડુંગરી મોટાભાગના ઘરમાં સરળ રીતે મળી રહે છે.તમારે પહેલાં આ ડુંગળી સૂકી હોય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.જેના કારણે તેમાંથી બનાવેલ તેલ લાંબો સમય ટકી રહે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ડુંગળીની અંદર સલ્ફર હોય છે.જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે.ડુંગળી આપણા વાળને રી જનરેટ કરે છે અને મજબૂત કરે છે.પાતળા વાળને સ્વાથ્ય કરે છે.આટલું જ નહિ પરંતુ સફેદ વાળ આના ઉપાયથી જોવા મળતા નથી.આ માટે તમારે ડુંગરીનું તેલ તૈયાર કરવા માટે બે ડુંગળી લેવી.

તમે કોઈપણ શેપમાં કાપી શકો છો.હવે તેને મિકચર માં બધી ડુંગળી ઉમેરી અને એક સરસ પેસ્ટ તૈયાર કરવો.આ પેસ્ટમાં તમે ત્રણ ચમચી સરસિયાનુ તેલ ઉમેરી શકો છો.તમે જ્યારે પેસ્ટ બનાવો ત્યારે પાણી બિલકુલ અંદર ઉમેરવું ન જોઈએ.આ પછી તેમાં લસણ નાખવું.કારણ કે લસણમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.

આ પછી મીઠો લીમડો પણ તેમાં ઉમેરવો જે વાળનો ગ્રોથમાં વધારો કરે છે અને વાળ શીલકી બનાવે છે.તમે ચાહો તો એમાં મેથીના દાણા પણ ઉમેરી શકો છો.આ પછી બધી જ વસ્તુઓને એક તપેલીમાં ગરમ કરવાનુ છે.જ્યાં સુધી આપણે ઉમેરેલી ડુંગળી બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે હલાવવાનું રહેશે.

જ્યાં સુધી આપણી ડુંગળી બ્રાઉનના થાય ત્યાં સુધી હલાવો.હવે તપેલીમાં રહેલ તેલ કાળુ થઈ ગયું હશે.હવે આપણે તેમાં વિટામિન ઈની ત્રણ ગોળીઓ ઉમેરવાની છે જે તમારા વાળમાં થતા રોગો દૂર કરે છે.પછી તેલ ઠંડુ થાય એટલે ગાળી દઈશું.હવે આ તેલ એકદમ તૈયાર થઈ ગયું છે.હવે આ તેલને તમારી આંગળીના ટેરવાથી મસાજ કરવાની.

આનો ઉપયોગ કરવાથી તમારા વાળ બિલકુલ ખરશે નહીં.વાળનો ગ્રોથ વધે અને વાળ દિવસેને દિવસે લાંબા થતા જશે,અને કાળા વાળ પણ સફેદ થતા અટકી જશે.આ ઉપાય કરવાથી તમારા વાળ કાળા લાંબા અને સ્વસ્થ થતા તમને જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *