વાવઝોડા બાદ ગુજરાતના આ વિસ્તરોમાં હજુ પણ વરસાદની કરી હવામાન વિભાગે આગાહી….

Gujarat

તૌકતે નામના વાવાઝોડાનો તાંડવ ગુજરાતના ઘણા વિસ્તારોને જોવા મળી ગયો છે.આટલું જ નહિ પરંતુ તેની સાથે પડેલા વરસાદે પણ અનેક વિનાશ સર્જ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વાવાઝોડું મહારાષ્ટ્રમાંથી સીધું ગુજરાતમાં પ્રવેશ્યું હતું.જેમાં પૂર્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તેની જપેટમાં આવ્યા હતા.આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમા વરસાદ વરસ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારે પવન સાથે ફુંકાઈ રહેલા વાવાઝોડાએ ઘણું નુકશાન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.હાલમાં આ વાવાઝોડાની અસર ઘણી ઓછી થઇ ગઈ છે.પરંતુ હવામાન વિભાગે આશરે રાજ્યમાં 19 મેના દિવસે હવામાન કેવું રહેશે.તેને લઈને આગાહી કરી છે.જેમાં જણાવ્યું છે કે સુરત,વડોદરા,રાજકોટ,જામનગર,જૂનાગઢમાં વરસાદ નહીવત જોવા મળી શકે છે.

જયારે પોરબંદર,મોરબી,બોટાદ,સુરેદ્રનગર અને નવસારી-વલસાડ અને ભરૂચ તેમજ ડાંગમાં પણ ગત દિવસે ભારે વરસાદ પડ્યો હતો,જેના લીધે આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘણી ઓછી રહેલી છે.પરંતુ અમદાવાદ,ગાંધીનગર, મહેસાણામાં હળવો વરસાદ પડી શકે છે તેવી આશા વ્યક્ત કરી છે.

આ ઉપરાંત કચ્છ,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર,તાપીમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગત્ત બે દિવસથી તૌકતે વાવાઝોડાની ઘણી નુકશાની અસર જોવા મળી હતી.

આ નુકશાની અસર પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાવાઝોડાની અસરના લીધે આશરે 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સાથે મુખ્યમંત્રીએ વધુમાં એવું પણ જણાવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે.હાલમાં આશરે 5500 જેટલા ગામડાઓ છે જ્યાં વીજ પૂરવઠો બિલકુલ નથી.જયારે તેમાંથી આશરે 2૦૦૦ ગામડાઓમાં આજે વીજળી ફરી આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે હાલમાં 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.જે ટૂંક સમયમાં તેમનું કામ પૂર્ણ કરી દેશે.ખાસ કરીને વીજ થાંભલા વધારે તૂટી ગયા છે.પરંતુ હાલમાં સરકાર પાસે વધુ થાંભલાઓ તૈયાર છે.માટે તેની કામગીરી જલ્દી પૂર્ણ થઇ જશે.સામાન્ય રીતે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલમાંથી આશરે 12૦ હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હતી.જેના લીધે વીજ પુરવઠાની અસર તેમને સહન કરવી પડી હતી.

જયારે વરસાદની વાત આવે તો ગુજરાતમાં આશરે 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે.જેમાં ખાસ કરીને ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *