વાવાઝોડાની વિદાય બાદ ગુજરાતમાં હવામાન વિભાગે કરી મહત્વની આગાહી………

Uncategorized

તાઉ તે નામના વાવાઝોડાથી ગત્ત બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે આ વાવાઝોડાથી રાજ્યમાં પર એક સંકટ ઉભું થઇ ગયું હતું,પરંતુ તમને જણાવી દઈએ કે હવે આ વાવાઝોડાનું સંકટ નહીવત થઇ ગયું છે.હાલમાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.

પરંતુ હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે ગુજરાતનાં વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે.એટલે કે ફરી એકવાર કાળઝાળ ગરમી જોવા મળશે.હવામાન વિભાગે જણાવ્યું છે કે 21મી તારીખે રાજ્યભરમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થશે અને તાપમાનમાં વધારો પણ થઇ શકે છે.સામાન્ય રીતે આજથી બનાસકાંઠા,પાટણ,અમદાવાદ,મહેસાણા,અરવલ્લી,સાબરકાંઠા,વલસાડ, ભાવનગર અને કચ્છમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ પડશે.

આ વરસાદ સાથે હળવો પવન પણ ફૂંકાઈ શકે છે.જયારે શુક્રવારથી રાજ્યમાં તમામ વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થવા લ્લાગ્સે.તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.એટલે કે હવે આ વરસાદી માહોલ પછી પાછો ગરમીનો પારો વધારે ઉંચો જતો જોવા મળી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગત્ત દિવસે વાવાઝોડું ગુજરાતના વિવિધ ભાગોમાંથી પસાર થયું હતું.ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં તબાહી સર્જી હતી.આટલું જ નહિ પરંતુ ઘણા ખેતી પાકમાં પણ નુકશાન થયું છે,જયારે વધારે નુકશાન વીજ તંત્રને થયું છે.આવી સ્થિતિમાં ગત દિવસે પીએમ મોદીએ આ અસરગ્રસ્ત વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું,જેમાં રાજ્યને એક હજાર કરોડની સહાય પણ કરી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે બીજા એક વાવાઝોડાની પણ આગાહી કરી છે.કારણ કે બંગાળની ખાડીમાં લૉ-પ્રૅશર સર્જાયું છે અને તેના કારણે વાવાઝોડું સર્જાઈ શકે છે.જે 23 થી 25 મે વચ્ચે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ,બાંગ્લાદેશ અને મ્યાંમારથી પસાર થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *