વાવાઝોડા બાદ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી……

Uncategorized

છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં સતત બદલાવ થતો જોવા મળ્યો છે,જયારે હવામાન વિભાગ પણ સતત આગાહી કરતુ રહ્યું છે.તમને જણાવી દઈએ કે અગાઉના દિવસોમાં તાઉ તે નામનું વાવઝોડું આવ્યું હતું,જે ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ ખાસ કરીને બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે.

આ વાવાઝોડા સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડતો જોવા મળ્યો હતો.જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.જયારે હવામાન વિભાગે બીજા એક વાવાઝોડાની પણ આગાહી કરી છે.જે હાલમાં બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે.આ દરેક સ્થિતિ વચ્ચે દરેક ખેડૂત લોકો ચોમાસાની શરૂઆત ક્યારે થવાની તેની રાહ જોઇને બેઠા છે.

હવામના વિભાગ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની શરૂઆત અંદમાનના દરિયા કિનારાથી થઇ ગઈ છે.આ ધીરે ધીરે કેરળ તરફ આગળ વધતું જોવા મળશે.જયારે આ સમગ્ર સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે.કે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં આ વર્ષે પહેલા શરૂ થઈ શકે છે.

જયારે વધુમાં જણાવ્યું કે અંદમાન ટાપુ પર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે.જયારે બીજી બાજુ બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.આવા બધા પરિબળના કારણે ચાલુ વર્ષે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું જોવા મળી શકે છે.પરંતુ બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થઈ રહ્યું છે.જેના કારણે જુનના ચોમાસાની શરૂઆત નબળી પણ થઇ શકે છે.

ગુજરાતમાં ચોમાસુ 15 જૂન બાદ જોવા મળી શકે છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે.15 થી 17 જુનના સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં વરસાદ થવાની શકયતા છે.જયારે 21 જુનના પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.આ વર્ષે ચોમાસાનો વરસાદ 98 ટકા રહી શકે છે તેવું તેમનું અનુમાન છે.

ગુજરાતમાં વધારે અને નિયમિત ચોમાસુ 21 જૂન પછી જોવા મળી શકે છે.આ પછી તે સતત સક્રિય થયેલું જોવા મળશે.જયારે ભારે અને સારો વરસાદ જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે,જે ખેતી પાક માટે ઘણો સારો રહી શકે છે.હાલમાં તો હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે કેરળમાં 31 મે સુધી ચોમાસાનું આગમન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *