વાહ- આ બાળકના ઈલાજ માટે ૧૬ કરોડની જરૂર હતી તો વિરાટ અને અનુષ્કાએ કર્યું એવું કામ કે તમને પણ ગર્વ થશે….

Boliwood

આજના સમયમાં દરેકના જીવનમાં પૈસા ખુબ મોટું મહત્વ ધરાવે છે,કારણ કે પૈસા વગર સારા જીવનની કોઈ શક્યતા રહેલી નથી.આવી સ્થિતિમાં જો કરોડો રૂપિયાની વાત કરવામાં આવે તો સામાન્ય લોકો માટે આટલી રકમ મેળવવી ઘણી અશક્ય બની જાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આખા જીવનકાળ દરમિયાન સખત મહેનત કરવામાં આવે તો પણ સામાન્ય વ્યક્તિ આટલી રકમના દશ ટકા પણ મેળવી શકતો નથી.

આવી સ્થિતિમાં જો સામાન્ય પરિવારના કોઈ સભ્યને અમુક એવી બીમારી લાગુ થઇ જાય અને તેની સારવાર માટે કરોડો રૂપિયાની વાત આવે ત્યારે શું થાય.આવી સ્થિતિમાં આ પરિવાર આટલી મોટી રકમ ભેગી કરી શકતો નથી,અને તેની સારવાર કરવામાં અસમર્થ રહે છે.પરંતુ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઘણા એવા પણ લોકો છે જે મદદ માટે આગળ પડતા રહે છે.

મળતા અહેવાલ મુજબ આવી સ્થિતિમાં મદદ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા એટલે કે તેમની પત્ની આગળ આવ્યા છે.તમને જણાવી દઈએ કે આયંશ ગુપ્તા નામના બાળકને એસએમએ નામનો રોગ હતો.આ રોગની સારવાર માટે એક મોંઘી દવા જરૂરી હતી.

જયારે અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ દવાની કિંમત આશરે 16 કરોડ છે.આયંશના માતાપિતા મધ્યમ વર્ગના છે.આવી સ્થિતિમાં લાખોની વાત આવે તો પણ તેમના માટે વિચાર કરવા જેવો છે.જયારે આમાં તો કરોડો રૂપિયાની સર્વરની વાત સામે આવી છે.આવી સ્થિતિમાં આયંશના માતા-પિતાએ આયંશફાઇટ્સએસએમએ નામનું એક ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું અને પુત્રની સારવાર માટે ભંડોળ એકત્રિત કરવાનું શરૂ કર્યું.

દરેક વ્યક્તિ જાણે છે કે 16 કરોડ કોઈ નાની રકમ નથી કે એક બે લોકોની મદદથી ભેગા થઇ શકે છે.એવું નથી કે નાના વર્ગના લોકો મદદ કરતા નથી.પરંતુ તે પોતાની શક્તિ મુજબ દાન આપતા હોય છે.આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મદદ માટે આગળ આવ્યા હોવાનું સામે આવ્યું છે.આટલું જ નહિ આ બનેએ વિવિધ લોકો પાસેથી 16 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં મદદ કરી.

અનુષ્કા વિરાટ સાથે બીજા ઘણા લોકોએ બાળક માટે 16 કરોડ એકત્રિત કર્યા.આયંશના માતા-પિતાએ વિરાટ અનુષ્કા તેમજ તે લોકોનો આભાર માન્યો છે જેમણે ટ્વિટર દ્વારા તેની મદદ કરી હતી.તેમણે ટ્વીટમાં એવ્ફું જણાવ્યું હતું કે ક્યારેય વિચાર્યું ન હતું કે આવી મુશ્કેલ સમયનો અંત સુંદર હશે.લોકોએ જે મદદ કરી તેના માટે અમે ઘણા આભારી છીએ.

તમને જણાવી દઈએ કે આ દંપતીએ વિરાટ અનુષ્કાની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કોહલી અને અનુષ્કા અમે બધા તમને હંમેશા ચાહક જેવો પ્રેમ આપીએ છીએ.પરંતુ તમે આયંશ માટે જે કર્યું તેના માટે આભારી છીએ.તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી,પરંતુ જયારે કોરોના કાળમાં પણ ઘણા લોકોને મદદ કરવા માટે લોકો પાસેથી 11 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં મદદ કરી હતી.જેથી ઘણા લોકોને ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *