વાહ, ગીતા બેન રબારીએ રામ મંદિરના નિર્માણ માટે આપ્યા આટલા લાખ રૂપિયા,અને રામ મંદિર વિષે કહ્યું એવું કે………

Uncategorized

ભારતમાં અનેક મંદિરો આવ્યા છે.જયારે કેટલાક એવા પણ મંદિરો આવેલા છે જ્યાં રોજ હજારોની ભીડમાં ભક્તો આવતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા મંદિરોમાં દાન પણ અસંખ્ય મળતું હોય છે.જયારે મંદિરમાં આવેલા દાનને લઈને પણ અમુક સમયે તે મંદિર ચર્ચામાં આવતું જોવા મળતું હોય છે.આવી જ રીતે હાલમાં રામ મંદિર નિર્માણ થઇ રહ્યું છે.

રામમંદિરના નિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું દાન પણ મળતું આવી રહ્યું છે.તમને જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાતના જાણીતા કલાકારોમાં એક ગીતાબેન રબારીએ પણ રામ મંદિર માટે દાન આપ્યું છે.દરેક વ્યક્તિ જાણે છે કે ગીતાબેન રબારીના અવાજમાં એવો જાદુ છે કે કરોડો લોકો તેમના ગીતને પસંદ કરે છે.તે ઘણા જાણીતા પણ રહ્યા છે.

તાજેરતમાં અયોધ્યા નગરીમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.તેવામાં આપણા લોકલાડીલા એવા ગીતાબેન રબારીએ પણ આ ભવ્ય રામમંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રમાંના નામે એક લાખ એક હાજર એકસો અગિયાર રૂપિયા કચ્છ કાર્યાલયમાં રકમ દાન કરી છે.જે ઘણી ગર્વની વાત કહેવાય છે.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારીએ આ દાન આપ્યા પછી એવું પણ જણાવ્યું હતું કે પોતે રામના મંદિરમાં આ નાનું દાન આપીને પોતાના જીવનને ઘન્ય ગણાવ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિરના નિર્માણ માટે આજ સુધીમાં ઘણું દાન મળી ગયું છે.જે દાનની રકમથી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *