વિદેશની નોકરી છોડીને ભારત આવ્યો યુવક અને શરૂ કરી લીંબુની ખેતી,હવે દર વર્ષે કમાય છે લાખો રૂપિયા……..

Uncategorized

મોટાભાગના લોકો સારું શિક્ષણ મેળવી સારી નોકરી મેળવવા માંગે છે.આટલું જ નહિ પરંતુ નોકરી કરવા માટે મોટા શહેરો અને વિદેશોની વધારે પસંદ કરતા હોય છે.ઘણા ઓછા લોકો હોય છે જે ગામડામાં રહીને ખેતી કરવાનું પસંદ કરતા હોય છે.તમને જણાવી દઈએ કે આજે પણ ઘણા એવા લોકો છે જે ખેતીમાંથી લાખોની કમાણી કરી રહ્યા છે.

આજે તમને આવા જ એક વ્યક્તિ વિષે જણાવી રહ્યા છીએ.જે પોતાની વિદેશી વૈભવી નોકરી છોડીને પોતાના વતનમાં આવીને લીંબુની ખેતી કરી હતી.કે આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ બાબુ જેકોબ છે,15 વર્ષ સુધી વિદેશમાં નોકરી કરી રહી હતી.પરંતુ નોકરીમાં તેને વધારે સંતોષ ન મળ્યો ત્યારે તે ભારતમાં પાછો આવી ગયો હતો.

આ વ્યક્તિ મૂળ કેરળનો છે.જ્યારે અહી આવીને બજારમાં લીંબુના વાવેતર માટે મોટી માંગ જોઈ ત્યારે લીંબુ ઉગાડવાનું વિચાર્યું હતું.આ વ્યક્તિ એવું જણાવી રહ્યો છે કે અન્ય શાકભાજી કરતા લીંબુનું વાવેતર કરવું વધુ સારું છે,કારણ કે તે ત્રણ સીઝનમાં ઉગે છે.આવી સ્થિતિમાં જયારે પોતે પૂર્વજોના ઘરમાંથી 14 રોપાઓ લાવીને રોપ્યા હતા.

તમને જણાવી દઈએ કે 4 વર્ષમાં જ તેના ખેતરમાં આશરે 1000 કિલો લીંબુ ઉપજ્ય હતા.જયારે 1 કિલો લીંબુ આશરે 100 માં વેચાય છે.તેના ભાવમાં સતત વધારો ઘટાડો થતો રહે છે.આ થોડી મહેનતે તેને વધારે લાભ જોવા મળ્યો ત્યારે આત્મવિશ્વાસમાં વધારો થવા લાગ્યો.અને આખરે આખા ખેતરમાં લીંબુના ઝાડ રોપ્યા.

એવું કહેવામાં આવે છે કે હાલમાં તેના ખેતરમાં લગભગ 250 જેટલા લીંબુનાં ઝાડ છે.જયારે લીંબુને કોઈ નુકશાન પણ જલ્દી થતું નથી.તે દરેક પ્રાણીઓના નુકસાનથી સુરક્ષિત છે.આ સફળતા પછી આ વ્યક્તિ નવા ખેડુતોને તાલીમ પણ આપવા લાગ્યો છે.જેમાં લીંબુની ખેતી સાથે સંકળાયેલી બાબતો જણાવે છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે હાલમાં આ વ્યક્તિએ લીંબુ મેડોવ્સ નામની નર્સરી પણ ચલાવે છે,જેમાં તે છોડ વેચે છે.જયારે હવે પોતાની જમીનમાં લીંબુ ઉપરાંત બીજા અનેક ફળોનું પણ વાવેતર કરવા લાગ્યો છે.જે વર્ષે નોકરી કરતા પણ બે ઘણા પૈસા ખેતીમાંથી મેળવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *