વીજળી પડતા સલામત છે દ્વારકા મંદિર, પાકિસ્તાને માત્ર 20 મિનિટમાં દ્વારકા મંદિર પર બોમ્બ વરસાવ્યા હતા…

Uncategorized

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ ઉભો થઇ ગયો છે,જયારે આવતા થોડા સમય માટે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે,આવી સ્થિતિમાં ઘણા વિસ્તારોમાં તો ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડી રહ્યો છે.આવી સ્થિતિમાં જો દ્વારકાની વાત કરવામાં આવે તો ગત દિવસોમાં દ્વારકાના વિશ્વપ્રસિધ્ધ મંદિર પર સાંજે વરસાદના જોર સાથે વીજળી ત્રાટકી હોય તેવું જોવા મળ્યું હતું.

તમને જણાવી જણાવી દઈએ કે જયારે આ મંદિર પર વીજળી પડી ત્યારે મંદિરને થોડું પણ નુકશાન થયું ન હતું,જયારે આ સમગ્ર ઘટના અંગેનો એક વિડીયો પણ સોસીયલ મીડિયા પર વાયરલ થયો હતો.જયારે આ ઘટના બની અને મંદિરમાં જોવામાં આવ્યું ત્યારે એક નાનું નુકશાન પણ થયેલું જોવા મળ્યું ન હતું,આ જોયા પછી તો મંદિરમાં કાળિયા ઠાકોરના જયઘોષ સાથે ઘણા ભક્તો ઉમટયા હતા.

ત્યાના લોકો એવું કહે છે કે જે ધરા પર દ્વારકાધીશ રહેલો હોય ત્યાં કોઈ કાંઈ ન કરી શકે.એવું કહેવામાં આવે છે કે આશરે 1965માં દ્વારકા ઉપર પાકિસ્તાન મારફતે 156 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા,પરંતુ આ મંદિરને કોઈ અસર થઇ ન હતી,પરંતુ તે બોમ્બ નિષ્ફળ થઇ ગયા હતા.જયારે આ સમગ્ર ઘટના પાકિસ્તાન નેવીના સંયુક્ત ઓપરેશન મારફતે કરવામાં આવી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે આશરે 20 મિનિટમાં 156 શક્તિશાળી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા,પરંતુ આ મંદિરને જયારે પણ ટાર્ગેટ કરવામાં આવતું હતું ત્યારે મરીન એન્જિનિયરિંગ દ્વારા દરિયાઈ મોજાના અપ-ડાઉન થતા હતા,જેથી તેમના બોમ્બ મંદિરની ઉપરથી પસાર થઈ જતા હતા,પરંતુ મંદિરને કોઈ અસર કરી શકતા ન હતા.

જયારે હાલમાં જ આ જ દ્વારકા મંદિર પર વીજળી પડી હતી ,પરંતુ તે જેમને તેમ સલામત જોવા મળ્યું છે,જયારે આજે આ સમગ્ર બાબત અંગેનો વિડીયો સમગ્ર દેશભરમાં વાયરલ થઇ રહ્યો છે.જયારે હાલમાં આ મંદિર ખોલવામાં આવ્યું છે તો હજારો ભકતો તેમની પાસે તેમના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે યાત્રાધામ દ્વારકામાં આશરે 56 વર્ષ પહેલાં વામન જંયતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રીના સમયે મેલી મુરાદથી ભિષણ બોમ્બ મારો પાકિસ્તાન દ્વારા કરવામાં આવલે પરંતુ જગતનો તારણહાર એવા ભગવાન દ્વારકાધીશ એ મંદિર તેમજ સમગ્ર દ્વારકા નગરીનું રક્ષણ કર્યું હતું.

આ સમયથી ભગવાન દ્વારકાધીશનો આભાર માનીને વામન જયંતિના દિવસને વિરાટ વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.આજે હજારો ભક્તો આ મંદિરમાં પણ આવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ પણ મોટા બોમ્બ અને એક સાથે વધારે સંખ્યામાં ફેકવામાં આવે તો ઘણું નુકશાન થાય છે,પરંતુ આ મંદિર આજે પણ અડીખમ જોવા મી રહ્યું છે.આજ ભગવાનની લીલા કહેવામાં આવે છે.

ભગવાન દ્વારકાધીશનું આરક્ષણ હોવાથી એકપણ બોમ્બ નુકશાન કરી શક્યો ન હતો.આજ દ્વારકા નગરીનો બચાવ થયેલ હોવાથી દ્વારકાધીશ મંદિરમાં દર વર્ષે વિરાટ વિજય દિવસની ઉજવણી કરી ભગવાનની વિશેષ આરતી કરવામાં આવે છે.જયારે હાલમાં ફરી એકવાર દ્વારકાધીશનો ચમત્કાર જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *