શનિવારે ભૂલથી પણ ન કરો આ 5 કામ કરવાની ભૂલ નહિ તો શનિદેવ થઇ જશે નારાજ,જીવનમાં આવશે મુશ્કેલીઓ……

Astrology

હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓની પૂજા માટે અલગ અલગ દિવસ નક્કી કરવામાં આવેલા છે.એવું કહેવામાં આવે છે કે આ નક્કી થયેલા દિવસે તેમની પૂજા કરવામાં આવે તો તેનું સારું પરિણામ મળે છે,આટલું જ નહિ પરંતુ તેમના આશીર્વાદ હમેશા આપણી પર રહે છે.આવી જ રીતે જો શનિવારના દિવસની વાત કરવામાં આવે તો આ દિવસ ખાસ કરીને હનુમાનજી અને શનિદેવને સમર્પિત થયેલો છે.

જે વ્યક્તિ શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવની પૂજા આ દિવસે કરે છે તો તેમના જીવનમાં ઘણા સારા કામ થવા લાગે છે.દરેક કામમાં આવતા અવરોધો હમેશા માટે દૂર થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ હનુમાનજી અને શનિદેવની કૃપા પણ થાય છે.તમને જણાવી દઈએ કે આ દિવસે સારા કર્યો કરવાથી સારું ફળ મળે છે.

પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે શનિવારના દિવસે કેટલાક એવા પણ કર્યો છે જે ના કરવા જોઈએ.ધાર્મિક માન્યતાઓ અનુશાર આવા કામો કરવાથી હનુમાનજી અને શનિદેવના આશીર્વાદ મળવાને બદલે તે આપણી પર વધારે ગુસ્સે રહે છે.માટે વ્યક્તિએ આ દિવસે કંઈપણ ખાસ કરવાનું ટાળવું જોઈએ.માટે શનિવારે આ વસ્તુઓ ભૂલથી પણ ન કરવી…

 

– ધાર્મિક માન્યતાઓ અનુશાર એવું કહેવામાં આવે છે કે શનિવારે ખાસ કરીને કાળા તલ ખરીદવાનું ટાળવું જોઈએ.કારણ કે શનિવારે શનિદેવની પૂજામાં કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ જો તમે શનિવારે આ કાળા તલ ખરીદો છો,તો શનિદેવ વધારે ગુસ્સે થઈ શકે છે.આવું કરવાથી જીવનમાં દુખ વધવા લાગે છે.આટલું જ નહિ પરંતુ ઘણા કામોમાં અનેક અવરોધો ઉભા થવા લાગે છે.માટે આ ભૂલ ન કરવી.

– એવું કહેવામાં આવે છે કે ખાસ કરીને શનિવારના દિવસે સરસવનું તેલ ન ખરીદવું જોઈએ.આ દિવસે સરસવનું તેલ શનિદેવને ચડાવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે શનિદેવને આ અર્પણ કરવાથી શનિ દોષ સમાપ્ત થાય છે.ઘણા લોકો આ દિવસે સરસવનું તેલ દાન પણ કરે છે. પરંતુ આ જાણતા હોવા છતાં ઘણા લોકો શનિવારે સરસવનું તેલ ખરીદતા હોય છે,પરંતુ આવું કરવું ઘણું અશુભ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે શનિવારે સરસવનું તેલ ખરીદવાથી નકારાત્મકતા વધે છે.આટલું નહિ પરંતુ અનેક રોગો પણ ઉભા થવા લાગે છે.માટે શનિવારે આ બાબતનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે.

– દરેક વ્યક્તિ જાણે છે કે કોઈનું અપમાન કરવું એ સારી બાબત નથી,પરંતુ જો શનિવારે કોઈનું પણ અપમાન કરવામાં આવે તો ખાસ કરીને શનિદેવ આપણી પર વધારે ગુસ્સે થઈ જાય છે.માટે ધ્યાનમાં રહે કે શનિવારે કોઈપણ ગરીબ,માતાપિતા,કોઈ છોકરીઓ અને વૃદ્ધ લોકોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ.આ કરવાથી શનિદેવ આપણી પર ગુસ્સે રહે છે.જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.અને જીવનમાં ઘણું દુ:ખ આવતું રહે છે.

– ખાસ કરીને શનિવારે માંસ અને આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.જે લોકો શનિવારે આ વસ્તુઓનું સેવન કરે છે તેમની પર શનિદેવ વધારે ગુસ્સે રહે છે.જેના કારણે તેમના જીવનમાં દુખ આવતું રહે છે,અને ઘણા કામ પણ સફળ રીતે પૂર્ણ થતા નથી.માટે ખાસ આ બાબતનું વધારે ધ્યાન આપવું.

– એવું કહેવામાં આવે છે કે શનિવારે પૂર્વ,ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.માન્યતા અનુશાર એવું કહેવામાં આવે છે કે આ દિવસે આ દિશામાં મુસાફરી કરવી પીડાદાયક સાબિત થઈ શકે છે.અને અકસ્માતની પણ સંભાવના વધી જાય છે.માટે આ દિવસે મુસાફરી ન કરો તો વધારે સારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *