શરીરની આ બીમારીઓને મૂળમાંથી દુર કરવા માટે કરો આ વસ્તુનું સેવન……….

Health

જયારે પણ ઋતુમાં બદલાવ થાય છે ત્યારે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર થતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.જયારે રીતે જોવામાં આવે તો ઋતુ પ્રમાણે કેટલાક ફાળો પણ બજારમાં જોવા મળતા હોય છે,જે ઘણા રોગો અને બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરતા હોય છે.માટે ઘણા લોકો પોતાના ખોરાક ઉપરાંત ફળોનું પણ સેવન કરતા હોય છે.

આવું જ એક ફળ ખાસ કરીને ઠંડીની ઋતુમાં જોવા મળે છે જેને સિંઘોડા તરીકે ઓળખવામાં આવે છે.આ ફળ દેખવામાં ઘણું નાનું પરતું સ્વાદમાં ઘણું સારું હોય છે.તમને જણાવી દઈએ કે આ સામાન્ય અને નાનું દેખાતું આ ફળનું સેવન કરવાથી અનેક ફાયદા પ્રાપ્ત થાય છે.કારણ કે સિંઘોડામાં ઘણા પૌષ્ટિક તત્વો અને વિટામીન હોય છે.

તમને જણાવી દઈએ કે સિંઘોડા પાણીમાં થતું એક ફળ છે.જે ખાસ કરીને તળાવ,નદી વગેરેમાં તેની વધારે ખેતી થતી જોવા મળે છે.આબુ સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે,પરંતુ આનું સેવન કરવા માટે ઘણી સાવધાની રાખવી પડતી હોય છે.આજે તમને આના સેવનથી મળતા કેટલાક લાભ જણાવી રહ્યા છીએ,જે તમારે પણ જાણવા ખબૂ જરૂરી છે…

શરીરમાં શક્તિ પ્રદાન કરે છે –

તમને જણાવી દઈએ કે સિંઘોડામાં વધારે કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં વધારે ઉર્જા આપવાનું કામ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ની100 ગ્રામ સિંઘોડામાં 115 કેલેરી મળી આવે છે.જે ઓછી ભૂખમાં પર્યાપ્ત ભોજનનું કામ કરે છે.જે શરીરમાં શક્તિ પ્રદાન કરે છે.જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.પરંતુ આનું સેવન કરવામાં માટે પણ તેની માત્રા ખબૂ જરૂરી છે.

ગળાની ખારાશ દુર કરવા માટે –

એવું કહેવામાં આવે છે કે સિંઘોડામાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ વધારે જોવા મળે છે,જે ખાસ કરીને ગળાની ખારાશ અને કફને દૂર કરવામાં મદદ કરે છે.તમને જણાવી દઈએ કે શરદી ઉધરસમાં પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.માટે ઠંડીની ઋતુમાં શરદી ઉધરસ માટે સિંઘોડા વરદાનરૂપ સાબિત થઇ શકે છે.તમને જણાવી દઈએ કે સિંઘોડાના પાવડરને દૂધમાં મિક્સ કરીને તેનું યોગ્ય સેવન કરવામાં આવે તો ગાળાની દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.જયારે તે થાયરોડ જેવા રોગને પણ દૂર કરવામાં મદદ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે –

એવું કહેવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓ માટે આ ફળ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.જો દૂધ સાથે સિંઘોડાનું સેવન કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓને લ્યુકોરિયા નામની બીમારીથી મુક્તિ મળે છે.આ ઉપરાંત જે મહિલાઓને ગર્ભ ન રેહતો હોય એટલે કે ગર્ભવતી થયા બાદ ગર્ભપાત થઇ જતું હોય તેવી મહિલાઓએ સિંઘોડાનું સેવન ચોક્કસ રીતે કરવું જોઈએ.જે માતાનું પણ સ્વસ્થ્ય જાળવી રાખે છે.

પેટની સમસ્યા દુર કરવા –

આજના સમયમાં ઘણા લોકોને પેટની સમસ્યાઓ જેમ કે ગેસ,એસોડીટી,અપચો જેવી સમસ્યા વધારે થતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં જો સિંઘોડાનું સેવન કરવામાં આવે તો આ દરેક સમસ્યાઓથી મુક્તિ અપાવે છે.એવું કહેવામાં આવે છે કે આનું સેવન કરવાથી આંતરડામાં આંતરિક ગરમી હોય તે શાંત થાય છે.આ ઉઓરાંત પિત્ત તેમજ કબજીયાત જેવી સમસ્યાથી રાહત મળે છે.

વાળની વૃદ્ધિ માટે –

તમને જણાવી દઈએ કે સિંઘોડાના યોગ્ય સેવન કરવાથી સ્વાસ્થ્યના તો ઘણા લાભ થાય છે,પરંતુ તે સાથે સાથે વાળની સુંદરતામા પણ વધારો કરવાનું કામ કરે છે.ખાસ કરીને સિંઘોડામાં કેટલાક એવા તત્વો રહેલા છે કે વાળને ખરાબ થતા અટકાવે છે.સિંઘોડાના સેવનથી વાળ મજબુત બને છે આ ઉપરાંત સિંઘોડાના સેવનથી દરેક પ્રકારનું પોષણ વાળને મળવા લાગે છે.માટે તમારે પણ આ સમયે તેનું યોગ્ય સેવન કરવાનું ભૂલવું ન જોઈએ.

અનિંદ્રાની સમસ્યા દુર કરે –

ઘણા લોકોને કામથી લઈને બીજા અન્ય કારણોને લીધે માંનશીલ તણાવ રહેતો હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો રાતે સારી રીતે ઊંઘી શકતા નથી.પરંતુ સિંઘોડાનું સેવન કરવામાં આવે તો અનિંદ્રાની સમસ્યાથી રહતા મળે છે,કારણ કે આમાં પોલીફેનોલીક,ફ્લેવેનોઈડ અને એન્ટીઓક્સીડન્ટ જેવા તત્વો રહેલા છે.માટે જે લોકો અનિંદ્રાની સમસ્યાથી વધારે પરેશાન થઇ રહ્યા છે તે લોકોએ સિંઘોડાનું સેવન જરૂર કરવું જોઈએ.

ત્વચા માટે –

સિંઘોડા જેવી રીતે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેવી જ રીતે તે ત્વચાની સુંદરતા માટે પણ ઘણા ઉપયોગી થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે સિંઘોડાનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી વિષેલા તત્વો બહાર નીકળે છે,આ સાથે શરીરમાં રહેલી ગંદકી દુર થવાથી ત્વચામાં એક નવી ચમક ઉભી થવા લાગે છે.માટે મહિલાઓએ ખાસ કરીને આનું સેવન જરૂર કરવું જોઈએ.

અન્ય પ્રકારની ખંજવાળની સમસ્યા દુર કરવા –

ખાસ કરીને ઘણા લોકોને ભેજના વાતાવરણમાં ત્વચા સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આવી સ્થિતિમાં ઘણા લોકોને ઘણી ખંજવાળની સમસ્યા પણ ઉભી થતી હોય છે.પરંતુ જો તમને પણ આવું થઇ રહ્યું છે તો તમારે સિંઘોડાનું સેવન કરવું જોઈએ.આ કરવા માટે તમારે સુકેલા સિંઘોડાને ઘસીને તેમાં લીંબુ મિક્સ કરવું.આ પછી તે મિશ્રણને દાદ ખંજવાળની જગ્ય્યાએ લગાવવું. આ ઉપચારથી ખંજવાળમાં રહતા મળે છે.

સિંઘોડાનું સેવન કરતી વખતે આ બાબતો પણ ધ્યાનમાં રાખવી –

એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના ઘણા લાભ મળે છે,પરંતુ જરૂર કરતા વધારે સેવન કરવામાં આવે તો તે નુકશાન પણ કરી છે.આવી જ રીતેર જો સિંઘોડાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો નુકશાન થાય છે.વધારે માત્રામાં સિંઘોડાનું સેવન કરવાથી પાચનતંત્ર બગડવાની સમસ્યા ઉભી થાય છે.ખાસ કરીને ધ્યાનમાં રાખવું કે સિંઘોડાનું સેવન કરીને પાણી ન પીવું જોઈએ.કારણ કે તેવું કરવાથી શરદી ઉધરસની સમસ્યામાં વધારો થઇ શકે છે.ખાસ કરીને ભર પેટ ભરીને તેનું સેવન પણ ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *