શાકભાજી વેચાતી યુવતીને હતો બાઈક રાઈડનો શોક જેના માટે તેણે કર્યું એવું કે જાણીને તમે પણ હેરાન થઇ જશો……..

Uncategorized

દરેક રાજ્યોમાંથી ચોરી અને લૂંટ જેવી અનેક ઘટનાઓ સામે આવતી જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આજના આ સમયમાં તો હવે મહિલાઓ પણ ચોરી અને લૂંટ જેવી બાબતો સાથે સંકળાયેલી હોય તેવું સામે આવતું જોવા મળતું હોય છે.આજે આવો જ ચોરીનો એક કિસ્સાઓ સામે આવ્યો છે જે સુરતના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું સામે આવ્યું છે કે એક શાકભાજીની લારી ચલાવતી યુવતીએ મોપેડ ચોરી હોવાથી કાઇમ બ્રાન્ચે આ યુવતીની ધરપકડ કરી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે આ બાઈક તે વિસ્તારના ક્લિનિક ધરાવતા ડેન્ટિસ્ટની મોપેડ હતી.તમને જણાવી દઈએ કે આ યુવતીએ મોપેડ ચોરીની હકીકતથી તેનો પતિ પણ અજાણ હતો.

હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં યુવીતની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.આ સમગ્ર ઘટના અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી જાણ થઇ હતી કે તે વિસ્તારમાં શાકભાજી વેચતી યુવતી પાસે ચોરીની મોપેડ છે.જેથી પોલીસે તેને અટકાયતમાં લઇ પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે આ મોપેડ ગત કેટલાક દિવસ પહેલા ત્યાની એક સોસાયટી સામેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

જયારે હકીકતમાં આ મોપેડ ત્યાની સોસાસાયટીમાં ફેમિલી ડેન્ટલ ક્લિનિકના ડોક્ટરની હતી.જયારે ચોરી થવાની ફરિયાદ પણ તેણે નોંધાવી હતી.મહિલાએ કરેલી કબૂલાત પ્રમાણે તે રોજ સવારે અને સાંજે લારી લઇને શાકભાજી વેચવા નીકળે છે.જયારે તે બાઇક રાઇડિંગનો ઘણો મોટો શોખ ધરાવે છે.જયારે રોજની જેમ તે શાકભાજીની લારી લઈને આ ક્લિનિક સામેથી પસાર થઇ હતી.

આ સમયે ત્યાં પડેલી આ મોપેડમાં ચાવી લાગેલી જોવા મળી હતી.જેથી ચોરી કરવાની લાલચમાં તે પોતાની શાકભાજીની લારી બીજા વિસ્તારમાં ઉભી કરી કરી અને મોપેડ ચોરી કરીને લઇ ગઈ હતી.જયારે એવું કહેવામાં આવે છે કે આ મહિલા સવારે સવારે શાકભાજી વેચતી હતી,અને બપોરે મોપેડ ઉપર સતત આંટા મારતી રહેતી હતી.

જયારે પત્નીએ કરેલી આ ચોરીની જાણ પતિને પણ ન હતી.જયારે પોલીસે પત્નીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે પત્નીએ આવી મોટી ચોરી કરી છે.તમને જણાવી દઈએ કે હાલમાં પોલીસ વધારે તપાસ પણ કરી રહી છે.જયારે આવી ઘટનાઓ ખાસ કરીને મોટા શહેરોમાં ચોક્કસ રીતે જોવા મળતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *