શાસ્ત્રો અનુસાર કોઈને પણ આ વસ્તુઓ ઉધાર કે દાનમાં આપવની જોઇને નહિ ,થઇ શકે છે મોટું નુકશાન…..

Uncategorized

આપણા શાસ્ત્રોમાં ઘણી એવી બાબતો જણાવી છે જે આપણા જીવન સાથે સંકળાયેલી હોય છે.જયારે જીવનમાં અમુક એવી ભૂલો કરવામાં આવે છે જેનું પરિણામ ઘણું ખરાબ પ્રાપ્ત થતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અમુક એવી પણ વસ્તુઓ છે જેની લોકો સાથે કોઈ પણ પ્રકારની લેણદેણ ન કરવા માટે જણાવ્યું છે.

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે આ વસ્તુઓને ઉધાર આપવી અથવા કોઈને દાન આપવાથી પણ જીવનમાં ઘણી કટોકટીનો સામનો કરવો પડે છે.આટલું જ નહિ પરંતુ જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવતી રહે છે.અને આ દરેક બાબત વ્યક્તિ ભૂલથી આવી ભૂલો કરતો રહે છે,જેથી તેનું ખરાબ પરિણામ સહન કરવું પડે છે.માટે તમારે જીવનમાં આ વસ્તુઓ ક્યારેય ઉધાર આપવી નહિ….

પેન –

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે પોતાની પેન કે કલમ ક્યારેય કોઈને ઉધાર આપવી ન જોઈએ.અથવા બીજા પાસેથી પેન ઉધાર લેવી ન જોઈએ.વેદ અનુસાર એવું કહેવામાં આવે છે કે કોઈને પેન આપવાથી જીવનમાં પ્રગતિ થતી નથી.અને કોઈ સારું પરિણામ પણ પ્રાપ્ત થતું નથી.તેથી કોઈને પણ તમારી પેન ન આપો અથવા બીજાની પેન લેવાની ભૂલ કરશો નહિ.

ઘડિયાળ –

તમને જણાવી દઈએ કે જીવનમાં ઘડિયાળનું એક અલગ મહત્વ રહેલું છે.આવી સ્થિતિમાં કોઈને આપણી ઘડિયાળ દાન ન કરવી જોઈએ.આનો એવો અર્થ થાય છે કે પોતાનો સારો સમય બીજાને આપી રહ્યા છીએ.આવી જ રીતે બીજા પાસેથી જયારે ઘડિયાળ લેવામાં આવે છે અથવા ઉધાર માંગવામાં આવે છે તો તેનો ખરાબ સમય આપણી સાથે જોડાય છે.તેથી ઘડિયાળની લેણદેણ ન કરવી વધારે હિતવાહક માનવામાં આવે છે.એવું પણ કહેવામાં આવે છે કે કોઈને ઘડિયાળ આપવાથી વ્યવસાયિક જીવન પર તેની ખરાબ અસર પડે છે.

કાંસકો –

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે કોઈને પણ પોતાનો કાંસકો વાપરવા આપવો ન જોઈએ.અથવા બીજા કોઈનો કાંસકો પોતે ઉપયોગ ન કરવો જોઈએ.એવું કહેવામાં આવે છે કે બીજાના કાંસકોનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિના કાંસકોનો ઉપયોગ કરવામાં આવે તો તેની તબિયત લથડવાનું શરૂ થાય છે.આટલું જ નહીં જે વ્યક્તિનો કાંસકો હોય છે,તેના ગ્રહોની અસર આપણા જીવનમાં પણ જોવા મળે છે.માટે આવું કામ ભૂલથી પણ ન કરવું.

રિંગ –

એવું કહેવામાં આવે છે કે પોતે પહેરેલી વીંટી ક્યારેય દાન ન કરવી.કારણ કે પોતાનું સારું ભાગ્ય પણ દાન સાથે ચાલ્યું જાય છે.જયારે બીજાની પણ રિંગ પહેરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.માટે હમેશા પોતાની રીંગ બીજાને ન આપવી અને બીજા પાસેથી પોતે પણ ઉધાર ન લેવી.

કપડાં –

ઘણા એવા લોકો હોય છે જે બીજાના કપડા પહેરવા વધારે પસંદ કરતા હોય છે.અથવા અમુક સમયે બીજાના કપડાથી કામ ચલાવી લેતા હોય છે.પરંતુ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે બીજાના કપડા પહેરવાથી તેના દુષ્ટ ગ્રહો તમારા આપણી પર અસર કરે છે.અને તેના જીવનની ઘણી મુશ્કેલીઓ.આપણા જીવન સાથે પણ જોડાઈ શકે છે.માટે બીજાના કપડા ન પહેરવા અને પોતાના કપડા પણ બીજાને ઉધાર કે દાનમાં ન આપવા જોઈએ.

પુસ્તકો –

તમને જણાવી દઈએ કે ખાસ કરીને પોતાના કોઈ પણ પુસ્તકોનું દાન ન કરવું જોઈએ.આવું કરવાથી માતા સરસ્વતી આપણા પર વધારે ગુસ્સે થઇ જાય છે.અને તેની ઘણી ખરાબ અસર આપણા જ્ઞાનમાં જોવા મળે છે.ખાસ કરીને કોઈએ ક્યારેય ધાર્મિક ગ્રંથોનું દાન ન કરવું જોઈએ.આવું કરવાથી ભગવાનના આશીર્વાદ મળવાને બદલે તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

ચપ્પલ –

શાસ્ત્રો મુજબ ચંપલનું દાન કરવું ઘણું શુભ માનવામાં આવે છે.પરંતુ બીજા પાસેથી અને બીજાના વપરાયેલા ચપ્પલનું દાન કરવું અશુભ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે બીજાના આવા ચપ્પલ પહેરવાથી તેના ખરાબ ગ્રહોની અસર પોતાના જીવનમાં જોવા મળે છે.માટે ક્યારેય કોઈની પાસેથી ચપ્પલ જુના ન લેવા કે આપવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *