શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્યક્તિની આ આદતોને કારણે ભાગ્ય આપતું નથી, મહાલક્ષ્મી પણ તેનાથી ગુસ્સે થઈ જાય છે…

Astrology

દુનિયાના લગભગ બધા લોકોની પ્રથમ ઇચ્છા વધારે પૈસા પ્રાપ્ત કરવાની હોય છે,જેના માટે તે રાત દિવસ મહેનત કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો સારી સફળતા પણ પ્રાપ્ત કરી લેતા હોય છે.પરંતુ અમુક લોકો એવા પણ છે જે રાત-દિવસ સખત મહેનત કરે છે,પરંતુ આટલી મહેનત કર્યા પછી પણ પૈસા કમાવામાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી.

આવી સ્થિતિમાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે.અને ખાસ કરીને પોતાનું નસીબ નબળું હોવાનું જણાવે છે.પરંતુ શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે ખાલી નસીબ ખરાબ હોવાથી જીવનમાં સમસ્યાઓ ઉભી થતી નથી,પરંતુ તેની સાથે પોતે કેટલીક ખરાબ આદતો પણ હોય છે જે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અવરોધ ઉભો કરે છે.

શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખરાબ આદત અને ખરાબ કામ કરવાની ટેવ હોય છે.જેને તે વારંવાર કરતો પણ રહે છે.આવી સ્થિતિ તે વ્યક્તિને ધનિક બનતા રોકે છે.એટલું જ નહિ પરંતુ માતા લક્ષ્મી પણ તેનાથી ગુસ્સે રહે છે.આજે તમને શાસ્ત્રમાં જણાવેલ આવી જ કેટલીક આદતો વિશે જણાવી રહ્યા છીએ,જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે.નહિ પત તે તમારા ભાગ્યને વધારે નબળું બનાવી શકે છે…..

શાસ્ત્રો અને સંતોનું અપમાન કરવું –

એવું કહેવામાં આવે છે કે જે લોકો સાધુઓ અને શાસ્ત્રોને ભગવાનનો દરજ્જો આપે છે તે જીવનમાં અનેક સુખ પ્રાપ્ત કરે છે,પરંતુ જે લોકો હમેશા આનું અપમાન કરે છે તે લોકો જીવનમાં સુખની પ્રાપ્તિ કરી શકતા નથી.એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રો ઘણા પવિત્ર છે.જયારે સંતોનું અપમાન કરવામાં આવે તો તે જીવનને અનેક ઘણું નુકશાન કરે છે.આટલું જ નહિ પરંતુ માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.માટે આ બાબત જીવનમાં સારી માનવામાં આવતી નથી.માટે તેનું ધ્યાન રાખવું જોઈએ.

સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી ઊંઘવું –

ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે સૂર્યોદય પછી ઉઠવું અને સૂર્યાસ્ત સમયે ઊંઘવું એ ઘણી ખરાબ આદત માનવામાં આવે છે,કારણ કે આ આદતથી ધનની દેવી લક્ષ્મી આપણી પર ગુસ્સે થાય છે.હિન્દુ ધર્મમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માત્ર રાક્ષસી પ્રકૃતિના લોકો જ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પછી સૂઈ જાય છે.જયારે આ વર્તન જીવન અસ્તવ્યસ્ત કરી શકે છે.આટલું જ નહિ પરંતુ ઘણી બીમારીથી પીડાઈ શકે છે.માટે જીવનમાં આ બાબતનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે.

સાંજનો સમય અને બ્રહ્મ મુહૂર્તા વચ્ચે શરીર સંબંધ રાખવો –

તમને જણાવી દઈએ કે જીવનમાં ઘણી એવી બાબતો છે જે આપણા જીવનને અંધકાર તરફ આગળ લઇ જઈ શકે છે.જો અમુક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં અનેક સુખ પ્રાપ્ત થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે ક્યારેય બ્રહ્મા મુહૂર્તા અને સંધ્યા સમયે શરીર સંબંધ ન રાખવું જોઈએ.કારણ કે આનાથી દેવતાઓ ગુસ્સે થાય છે,આટલું જ નહિ પરંતુ આ સમયે આવું કામ કરવાથી જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

ઘરમાં સ્વચ્છતાનો અભાવ –

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સારી સાફ સફાઈ રાખવી ખુબ જરૂરી છે,કારણ કે જે ઘરમાં સારી સફાઈ હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે.કારણ કે માત્ર શાસ્ત્રો મુજબ જ નહીં પરંતુ વડીલોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે જે ઘરની અંદર ઘર સાફ-સફાઈ નથી ત્યાં ધનની દેવી રહેવું પસંદ કરતી નથી.માટે આ આદત પણ જીવનને સારું અને ખરાબ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *