શાહરૂખ ખાનની ફિલ્મ અશોકમાં નજર આવેલી અભિનેત્રી અચનાક ફિલ્મોથી થઇ ગઈ હતી ગાયબ,અત્યારે આવું કામ કરીને પસાર કરે છે જીવન…….

Boliwood

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એક એવું સ્થાન છે જ્યાં ઘણા લોકો પોતાનું સપનું પૂરું કરવા માટે આવે છે.આવા તો રોજ હજારો લોકો આવતા રહે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે બધા લોકો પોતાનું સપનું અહીથી પૂરું કરીને જતા નથી.કોઈનું નસીબ અમુક સમયે ચમકી જતું હોય છે તો કેટલાક લોકો જીવનભર સફળતા પ્રાપ્ત કરવા માટે ધક્કા ખાતા રહે છે.

ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અમુક લોકોને અમુક સમયે તક મળતી હોય છે,પરંતુ તે તેનો ઉપયોગ સારી રીતે કરી શકતા નથી.આજે આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે બોલીવૂડમાં ઘણી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહી હતી,પરંતુ તેની સાથે થયું એવું કે તે કોઈ દિવસ બોલીવૂડમાં જોવા મળી ન હતી.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ઋષિતા ભટ્ટ છે.જેણે કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મેળવી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રી શાહરૂખની 2001 માં આવેલી ફિલ્મ ‘અશોક’ માં પ્રથમ વખત જોવા મળી હતી.આ ફિલ્મમાં ઋષિતા ભટ્ટે પોતાની સાદગી અને અભિનયથી દરેકનું હૃદય જીતી લીધું હતું.

હાલમાં આ અભિનેત્રી આશરે 40 વર્ષની થઇ ગઈ છે.પરંતુ આજે આ અભિનેત્રી ફિલ્મ જગતથી ઘણી દૂર છે.તમને જણાવી દઈએ કે ઋષિતા ભટ્ટનો જન્મ મુંબઇમાં થયો હતો.જયારે લંડનની ટ્રિનિટી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો.આ અભિનેત્રીને નાનપણથી જ ડાન્સનો ખૂબ શોખ હતો.આ સિવાય તેણે કથકની તાલીમ બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર શામક દાવર પાસેથી લીધી હતી.

ઋષિતાએ સિનેમામાં આવતા પહેલા ઘણી જાહેરાતોમાં તેની અભિનયની આવડત બતાવી હતી.આ સિવાય તે એક મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી હતી.તે શાહિદ કપૂર સાથે આર્યનનાં ગીતનાં મ્યુઝિક આલ્બમમાં પણ જોવા મળી હતી.ઋષિતા ભટ્ટ ફિલ્મોમાં અભિનય બતાવતા પહેલા મોડેલિંગમાં સક્રિય હતી.

એવું કહેવામાં આવે છે કે ઋષિતા ભટ્ટે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કિંગ ખાન સાથે ફિલ્મ અશોકાથી કરી હતી.આ ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ થઈ હતી.આ પછી ફિલ્મ ‘હાસિલ થી પોતાની એક નવી ઓળખ બનાવી હતી.આ ફિલ્મમાં તેમના કામની ખૂબ પ્રશંસા થઈ હતી.પરંતુ આ ફિલ્મ પછી તેને કોઈ દિવસ વધારે સફળતા મળી ન હતી.

જયારે તે પછી ઋષિતા ભટ્ટ ફિલ્મ જગતથી દૂર રહી હતી.તે છેલ્લે તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે વર્ષ 2017 માં સંયુક્ત રાષ્ટ્રના રાજનાયક આનંદ તિવારી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.તેના લગ્નમાં ઋષિતા ભટ્ટે પ્રીતિ સિંઘલ દ્વારા બનાવાયેલ નારંગી લહેંગા બનાવ્યાં હતાં.તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તમને જણાવી દઈએ કે ઋષિતા ભટ્ટે સરળ રીતે લગ્ન કર્યા હતા.આ લગ્ન જીવન પછી તે ફિલ્મોમાં પાછી જોવા મળી નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો તેણે ઘણા મોટા કલાકારો સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.પરંતુ વધારે સફળતા તે મેળવી શકી ન હોવાથી,તે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ અને ફિલ્મોથી હમેશા માટે દૂર રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *