શા માટે અહી મહિલાઓ પોતાનું દૂધ હરણને પાવે છે,કારણ જાણીને તમે પણ ચોકી જશો………….

India

એવું કહેવામાં આવે છે કે માતા જેવો પ્રેમ દુનિયામાં બીજું કોઈ વ્યક્તિ કરી શકતું નથી.એટલે માતાને ભગવાન કરતા પણ વધારે દરજ્જો મળ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મનુષ્ય હોય કે પાણી દરેક માતાના પ્રેમમાં કોઈ જ ફરક જોવા મળતો નથી.દરેક માતા તેના બાળકને ખૂબ જ પ્રેમ કરે છે.

પરંતુ આજ માતાનો પ્રેમ પોતાના બાળક ઉપરાંત પ્રાણીઓમાં ભળી જતા જોયો છે.કદાચ ઘણા ઓછા લોકોને આવું જોવા મળ્યું હશે.આજે તમને એક એવા વિસ્તાર વિષે જણાવી રહ્યા છીએ,જ્યારેની મહિલાઓ પોતાના બાળકની સાથે સાથે હરણને પણ પોતાનું દૂધ પીવડાવે છે.તમને જણાવી દઈએ કે આવો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ ફોટો એક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર અપલોડ થયેલો જોવા મળ્યો હતો.આ ફોટામાં એવું જોવા મળ્યું હતું કે એક મહિલા પોતાના બાળકની જેમ હરણના બચ્ચાને દૂધ પીવડાવી રહી હતી.જયારે એવું કહેવાય છે કે અ મહિલા બિશનોઇ સમાજની છે.જેણે ઘણાં હરણના બચ્ચાઓને મારતા બચાવી લીધા છે.

અહેવાલો મુજબ આ સમાજ રાજસ્થાનના રણ વિસ્તારોમાં રહે છે.અને તેમના ગુરુ મારફતે નક્કી કરવામાં આવેલા આશરે 39 નિયમોનું પાલન આ સમાજ કરે છે.આ દરેક નિયમોમાં એક એવો પણ નિયમ છે જેમાં પ્રાણીઓ પ્રત્યોનો પ્રેમ.સાથે સાથે પ્રકૃતિનું ધ્યાન રાખવું.જયારે એવું કહેવાય છે કે આ સમાજનું નામ ભગવાન વિષ્ણુ તરફથી મળ્યું હતું.

આ સમાજ હરણના બાળકોને પોતાનું સંતાન માને છે અને બાળકની જેમ તેમની સંભાળ પણ રાખે છે.આ સમુદાયો રાજસ્થાનમાં રહે છે.તમને જણાવી દઈએ કે આ સમાજના લોકોની સંખ્યા ઘણી ઓછી છે.પરંતુ સમાજના લોકો પ્રકૃતિને ખૂબ જ પ્રેમ કરે છે.અહીંના લોકો જંગલની આસપાસ હરણના બચ્ચાઓને શોધીને તેને ઘરે લાવે છે.

આટલું જ નહી પરંતુ તેને બાળકની જેમ સેવા કરે છે.સ્ત્રીઓ આ પ્રાણીઓની સંભાળ રાખવામાં એટલી બધી વ્યસ્ત રહે છે કે તેઓ તેમને દૂધ પણ આપે છે.અહીંની મહિલાઓ આ હરણના બાળકો પ્રત્યે માતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ સમાજના આશરે 300 થી વધુ લોકોએ વૃક્ષોને બચાવવા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

એવું કહેવામાં આવે છે કે આશરે 1736 માં તે ગામના આજુબાજુના વિસ્તારમાં ઘણા વૃક્ષો હતા.ત્યારે કેટલાક લોકો આ વૃક્ષોને કાપવા માટે આવ્યા હતા.પરંતુ તે સમયે આ સમાજે તેમનો વિરોધ કર્યો હતો.આટલું જ નહિ પરંતુ ત્યાની મહિલાઓ એક એક ઝાડ સાથે વળગી રહી હતી.આવી સ્થિતિમાં મહિલાઓને લીધે તે સમયે હજારો વૃક્ષોનો બચાવ થયો હતો.પરંતુ કેટલાક ઝગડાઓના સંઘર્ષમાં અમુક લોકોની હત્યા પણ થઇ હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *