શું તમારા મોઢામાં પડી ગયી છે આવી ચાંદી તો ઘરે કરો આ ઘરેલું ઉપાય એક જ રાતમાં દુર થઇ જશે સમસ્યા…….

Health

ઋતુના બદલાવ અને ખાવાપીવામાં જયારે બદલાવ થાય છે ત્યારે ઘણા લોકોને અમુક બીમારીઓ ઉભી થવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે પણ બીમારી થાય છે ત્યારે વ્યક્તિ ઘણી મુશ્કેલીઓથી પસાર થતો રહે છે.આટલું જ નહિ પરંતુ કામ કરવાથી લઈને ખાવા સુધીમાં તકલીફ પાડવા લગતી હોય છે.

આવી સ્થિતિમાં ઘણીવાર કેટલાક લોકોને પેટની વધારે સમસ્યાઓ ઉભી થતી હોય છે,જેના લીધે વારંવાર મોઢામાં ચાંદી પડી જતી જોવા મળતી હોય છે.હવે દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે મોઢામાં ચાંદી પડે છે ત્યારે ખાવાપીવામાં ઘણી તકલીફ પડવા લાગે છે.આટલું જ નહિ પરંતુ એક નાની ચાંદી અનેક પ્રકારનો દર્દ અને બેચેની આપતી રહે છે.

જયારે મોમાં ચાંદી પડે છે ત્યારે ઘણી બળતરા ઉભી થતી હોય છે.ઘણા લોકોને મોઢામાં એટલી બધી ચાંદી પડી જતી હોય છે કે તે સારી રીતે વાત પણ કરી શકતા નથી.અમુક લોકોને અન્ન નળી સુધી ચાંદી પડે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તાવ,તણાવ અને અયોગ્ય રીતે બ્રશ કરવામાં આવે તો આવી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.

ખાસ કરીને મોઢાની ચાંદી ત્યારે પડે છે જયારે પેટની બીમારી અને પેટની ગરમી વધે છે.જો તમે પણ આ બીમારીઓથી વધારે પરેશાન થઇ રહ્યા છો અને તેનો તરત ઉપચાર કરવા માંગો છો તો આજે તમને કેટલાક ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છીએ.જે તમને આ સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે.વધારે પડતી કબજિયાતની સમસ્યાના કારણે પણ આ સમસ્યામાં વધારો થાય છે…..

મધ –

તમને જણાવી દઈએ કે મધના ઉપયોગથી મોંમાં પડેલો ચાંદીને સારી કરી શકાય છે.તમારે તેના માટે મધને આંગળી લેવું અને તેને ચાંદી પર હળવા હાથે લગાવો.આ કરવાથી તમને વધારે બળતરાથી રાહત થશે.આ ઉપરાંત મધમાં હળદર મેળવીને પણ ચાંદી પર લગાવી શકો છો,જે ઘણી સારી અસર આપી શકે છે.કારણ કે હળદર અને મધમાં ઘણા એવા તત્વો રહેલા છે,જે આવી બીમારીને દૂર કરવાનું કામ કરે છે.

નારિયેળ –

તમને જણાવી દઈએ કે મોંની ચાંદી દૂર કરવા નારિયેળનો ઉપયોગ પણ કરી શકાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવી સ્થિતિમાં જો નારિયેળ ખાવામાં આવે તો તેમાં વધારે બળતરા ઉભી થાય છે,પરંતુ આ અસરકારક ઉપાય પણ માનવામાં આવે છે.નારિયેળનું પાણી,દૂધ,તેલ ચાંદીને દૂર કરી રાહત આપી બળતરા દૂર કરે છે.નાના બાળકોને જો ચાંદી પડી હોય તો નારિયેળ પાણીનું સેવન કરી શકાય છે.આ ઉપરાંત તેના પાણીથી કોગળા પણ કરી શકાય છે.એવું કહેવામાં આવે છે કે સૂકું નારિયેળ ચાવીને ખાવમાં આવે તો તેનાથી જલ્દી રાહત મળે છે.આ દિવસમાં તમારે બે થી ત્રણ વાર કરવું.

કેળુ –

સામાન્ય રીતે જોવામાં આવે તો કેળાના સેવનથી ઘણા રોગો દૂર થાય છે,પરંતુ જો મોમાં ચાંદી પડી છે તો તેના માટે એક સારો ઉપાય માનવામાં આવે છે.જેમ કે કેળાને ગાયના દૂધ સાથે સેવન કરવામાં આવે તો પડેલી ચાંદી ઘણા ઓછા દિવસોમાં દૂર થવા લાગે છે.

ટામેટા –

ટામેટા ખાસ કરીને દરેકના ઘરના રસોડામાં જોવા મળે છે.પરંતુ જો તમને મોમાં ચાંદી પડી છે તો તમારા માટે આ ખાસ દવા તરીકે કામ કરી શકે છે.આ માટે તમારે ટામેટા વધારે પ્રમાણમાં ખાવા જોઈએ.એવું કહેવામાં આવે છે કે ટામેટાનો રસ એક ગ્લાસ ભરીને કોગળા પણ કરવામાં આવે તો ચાંદીથી જલ્દી મુક્તિ મળે છે.

તુલસી –

તમને જણાવી દઈએ કે તુલસીમાં ઘણા એવા તત્વો રહેલા છે જે ઘણા રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.આવી સ્થિતિમાં જો તુલસીના ચારથી પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવીને ખાવામાં આવે તો ચાંદીમાં જલ્દી ફાયદો મળતો જોવા મળે છે.માટે તમારે પણ આનું સેવન કરવું જોઈએ.જેથી જલ્દી ચાંદીમાંથી છુટકારો મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *