શું તમે જાણો છો KBCની આ સચ્ચાઈ ? ૫૦ લાખ રૂપિયા જીતવા પર કેટલા રૂપિયા મળે છે…….

Boliwood

ફિલ્મો ઉપરાંત ઘણા એવા પણ ટીવી શો છે જે ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.આજે આવા કેટલાક ટીવી શો દિવસે દિવસે વધારે લોકપ્રિય થઇ રહ્યા છે.આવી જ રીતે જાણીતા એવા ટીવી શો કૌન બનેગા કરોડપતિની વાત કરવામાં આવે તો આ એક એવો શો છે જ્યાં ઘણા લોકોના સપના પૂર્ણ થતા હોય છે.અહીથી ઘણા લોકો કરોડપતિ બનીને જાય છે.

તમને જણાવી દઈએ કે કેબીસીની આ 12 મી સીઝનને અત્યાર સુધીમાં ત્રણ કરોડપતિ પ્રાપ્ત થયા છે.જયારે તમને જણાવી નવાઈ લાગશે પરંતુ આ આ ત્રણેય કરોડપતિ મહિલાઓ છે,આટલું જ નહિ પરંતુ આ ત્રણેય મહિલાઓ છેલ્લા 3 અઠવાડિયામાં કરોડપતિ બની છે.જે હવે પોતાના સપના પૂરા કરવા માટે તૈયાર થઇ ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે બિગ બીનો આ શો કૌન બનેગા કરોડપતિ હવે દિવસે દિવસે ટીવીનો સૌથી લોકપ્રિય શો સાબિત થઇ રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ શો આશરે 20 વર્ષથી દર્શકોનું મનોરંજન પૂરું પડતો આવ્યો છે.જયારે આ શોમાં ભાગ લેનારા મોટાભાગના સ્પર્ધકો આ શોમાંથી મોટી માત્રામાં રકમ પણ જીતીને લઇ જાય છે.આવી જ રીતે આજે સુધી ઘણા લોકો આ શો મારફતે કરોડપતિ બની ગયા છે.

જયારે આ શોમાંથી જે સ્પર્ધકો લાખો-કરોડો રૂપિયાની જીત મેળવે છે તે તેમના નામે રકમ આપવામાં આવે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન તેમને તે રકમ આપે છે.પરંતુ આજે પણ ઘણા લોકોના મનમાં કેટલાક એવા સવાલો હોય છે કે હકીકતમાં શું આ રકમ આપવામાં આવે છે કે નહિ.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે જે સ્પર્ધકને આશરે 50 લાખની જીત થઇ છે ત્યારે બદલામાં તેને આખી રકમ આપવામાં આવતી નથી.પરંતુ તેના બદલે તેને તેનો ભાગ ઓછો મળે છે.કૌન બનેગા કરોડપતિમાં એવું જોવા મળે છે કે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સ્પર્ધકની જીત તેના બેંક ખાતામાં સ્થાનાંતરિત કરવાની વાત કરે છે.

પરંતુ આ રકમની થોડી કપાત બાદ જ તે સ્પર્ધકના ખાતામાં મોકલવામાં આવે છે.કારણ કે આ રકમ પર પણ ટેક્સ લાગે છે,જેથી રકમમાં ઘટાડો થાય છે.એવું પણ કહેવામાં આવે છે કે જયારે કોઈ સ્પર્ધક કોઈ પણ રકમ મેળવો નથી,એટલે કે તે શૂન્ય રકમ પ્રાપ્ત કરે છે ત્યારે તેણે 2.5 લાખનો ટેક્સ ભરવો પડે છે.

જ્યારે 2.5 લાખથી માંડીને પાંચ લાખ સુધી નિયમ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે.જયારે વધારે રકમ પર વધારે ટેક્સ આપવો પડે છે જેમ કે 5 લાખથી 10 લાખની રકમ પર 20 ટકા ટેક્સ આપવો પડે છે.જ્યારે 30 લાખની જંગી રકમ 10 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ તરીકે ચુકવણી થાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે કોઈ સ્પર્ધક કેબીસીમાં 50 લાખ રૂપિયા જીતે છે,તો 13 લાખ 30 હજાર રૂપિયાની રકમ ટેક્સ તરીકે ઘટાડવામાં આવે છે.કેબીસીમાં આ રીતે સ્પર્ધકોને 36 લાખ રૂપિયાથી વધુ મળે છે.આ ગણતરી પછી હવે તમને સંપૂર્ણ ખાતરી થઈ જશે કે શા માટે સ્પર્ધકો જેટલી રકમ જીતે છે,તેના કરતા ઓછો રકમ મળે છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીની નાઝિયા નસીમને આ સિઝનના પ્રથમ કરોડપતિ બનવાનો હક મળ્યો હતો.તેણે એક કરોડ રૂપિયાની કમાણી કરી હતી,જ્યારે મહિલા પોલીસ અધિકારી શર્માએ આ શોમાં એક કરોડ રૂપિયા જીત્યા અને સિઝનના બીજા કરોડપતિ બન્યા હતા.જયારે અનુપ દાસ કૌન બનેગા કરોડપતિની તાજેતરની સીઝનના ત્રીજા કરોડપતિ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *