શું તમે પણ એલ્યુમીનીયમ ફોઈલમાં જમવાનું પેક કરો છો તો થઇ જાવ સાવધાન થઇ શકે છે આ ગંભીર બીમારીઓ…….

Health

આજના સમયમાં મોટાભાગના લોકો બહારનું ખાવું વધારે પસંદ કરે છે.ઘણા લોકો અઠવાડીયામાં એકવાર ચોક્કસ રીતે બહાર હોટલ,ધાબા જેવા અનેક સ્થાને ખાવા જવાનું પસંદ કરતા હોય છે.જયારે કેટલાક લોકો વધારે બહારથી જમવાનું ઘરે મંગાવતા હોય છે.આ દરેક બાબતમાં અમુક સમયે તમને ખાવાનું પેક કરતુ એક ચમકતી એલ્યુમિનિયમ ફોઇલ જોવા મળતી હશે.

તમને જણાવી દઈએ કે ઘણીવાર અમુક ખોરાક જયારે બહારથી મંગાવામાં આવે છે અથવા ઘણા લોકો ઘરે ખોરાકને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો વધારે પડતો ઉપયોગ કરે છે.જયારે એક એવો સમય હતો ત્યારે રોટલી કાગળમાં વાળીને પેક કરવામાં આવતી હતી.પરંતુ આ દરેક બાબત હવે આજના આ યુગમાં ઘણી જૂની થઇ ગઈ છે.

ઓફિસે જવાનું હોય કે પછી બાળકોનું ટિફિન બોક્સ તૈયાર કરવાનું હોય કે બહારથી કોઈ જમવાનું આવે તે દરેકમાં હવે લોકો એલ્યુમિનિયમની ફોઈલનો ઉપયોગ જમવાનું પેક કરવા માટે કરે છે.જેના કારણે જમવાનું તાજુ અને લાંબો સમય સુધી ગરમ રહે છે.પરંતુ તમને જણાવી દઈએ કે એલ્યુમિનિયમ ફોઇલને લીધે કરવામાં આવેલા ખોરાકને ઘણું નુકશાન થાય છે.

તમને જણાવી દઈએ કે એલ્યુમિનિયમ ફોઇલના નુકસાનને લઈને થયેલા એક સંશોધન મુજબ એવું કહેવામાં આવે છે કે ભોજન એલ્યુમિનિયમ ફૂલ અથવા પ્લાસ્ટિકના લંચ બોક્સમાં પેક કરવાને બદલે કાચના વાસણમાં પેક કરવું વધારે યોગ્ય રહેશે.તેનાથી ખોરાકના પોષક તત્વો નાશ પામતા નથી.આટલું જ નહિ પરંતુ પાણી પણ કાચ,માટી અથવા કાસાની બોટલમાં જ પીવું જોઈએ.

ખોરાક પેક કરવા માટે વપરાતા એલ્યુમિનિયમ ફોઈલ જયારે ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે તેની તાસીર બદલાઈ જાય છે.કારણ કે તેમાં એલ્યુમિનિયમના તત્વ ખોરાકમાં ભળવા લાગે છે.જેના કારણે ખોરાકની ગુણવત્તામાં ઘણું નુકશાન થવા લાગે છે.જયારે વધારે પડતા ગરમ ખોરાકને એલ્યુમિનિયમ ફોઈલ અથવા પ્લાસ્ટિક પેપરમાં પેક કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે તેમાં રહેલ કેમિકલ ખોરાકમાં ભળી જાય છે.પ્લાસ્ટિકમાં જીનો એસ્ટ્રોન નામનું એક ખતરનાક કેમિકલ હોય છે.તેવામાં જ્યારે આપણે ગરમ ખોરાક વાસણમાં પેક કરીએ છીએ તેના લીધે શરીરના હોર્મોનમાં અસંતુલન પેદા થાય છે.જે નાના બાળકોના વિકાસને પણ પ્રભાવિત કરે છે.

કેટલાક સંશોધનમાં એવું પણ જણાવ્યું છે કે જે લોકો વધારે પડતા આવા પેકિંગ કરેલા ખોરાક ખાય છે તેવા લોકોને ભુલવાની બીમારી પણ થઈ શકે છે.એલ્યુમિનિયમ ફોઈલમાં પેક કરેલ ખોરાક ખાવાથી મગજની કોશિકાઓની સંખ્યામાં ઘટાડો થાય છે.તેનો વધારે વિકાસ થઇ શકતો નથી.આવી સ્થિતિમાં જો તમે પણ તેનો વધારે ઉપયોગ કરી રહ્યા છો તો તેનો ઉપયોગ ઘટાડો નહિ તો તમને અનેક બીમારીઓ તરફ દોરી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *