શું તમે રોજ ગરમ પાણીથી સ્નાન કરો છો તો થઇ જાવ સાવધાન થઇ શકે છે આ નુકશાન…..

Health

દરરોજ દરેક વ્યક્તિ સવારે ઉઠીને નાહવાનું પસંદ કરે છે.જયારે ઘણા લોકો ગરમ પાણીથી નાહતા હોય છે તો કેટલાક લોકો ઠંડા પાણીથી નાહવાનું વધારે પસંદ કરે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મોટાભાગના લોકો શિયાળાના સમયમાં ગરમ પાણીથી નહાવાનું વધારે પસંદ કરે છે.કારણ કે તેનાથી ઠંડી સામે થોડું રક્ષણ મળી શકે છે અને સ્વાસ્થ્ય સારું રહે.

પરંતુ તમને જણાવી દઈએ કે ગરમ પાણીથી નહાવાના ફાયદાની સાથે તેનાથી અમુક નુકસાન પણ થઇ શકે છે જે ઘણા ઓછા લોકો જાણતા હશે.દરેક વ્યક્તિ જાણે છે કે ગરમ પાણીથી તણાવ અને થાક દૂર થાય છે.પરંતુ જયારે નુકસાન અંગેની વાત કરવામાં આવે તેનાથી વધારે ત્વચાની બીમારીઓ ઉભી થવા લાગે છે.

એવું કહેવામાં આવે છે કે ગરમ પાણીથી ત્વચાની બધી નમી નીકળી જાય છે.જેથી ત્વચા રુખી અને શુષ્ક થઈ જાય છે.આ ઉપરાંત વધારે પડતા ગરમ પાણીના ઉપયોગથી આંખ અને મસાની સમસ્યા પણ થવા લાગે છે.આજે તમને ગરમ પાણીથી નહાવાના કેટલાક ગેરલાભ જણાવી રહ્યા છીએ…

આંખોની સમસ્યા થવી –

એવું કહેવામાં આવે છે કે જ્યારે ગરમ પાણી આંખોમાં પહોંચે છે તો તેનાથી આંખોની ગરમી ઓછી થઈ જાય છે જેનાથી આંખમાં રેડનેસ અને પાણી આવવાની સમસ્યા થઇ શકે છે.માટે ધ્યાનમાં રહેક એ નાહતી વખતે ગરમ પાણી આંખમાં ન જવું જોઈએ.નહિ તો તે નુકશાન કરી શકે છે.

વાળ ખરાબ થઈ જવા –

તમને જણાવી દઈએ કે જે લોકોને પહેલાથી વાળ ખરવાની સમસ્યાનો છે તેવા લોકોએ વધારે પડતા ગરમ પાણીથી નહાવું ન જોઈએ.કારણ કે ગરમ પાણી વાળની સમસ્યામાં વધારો કરવાનું કામ કરે છે.આટલું જ નહિ પરંતુ ગરમ પાણીથી વાળ ખૂબ જ ખરે છે.અને વાળ વધારે સુકા પપન થઇ જાય છે.

ચહેરા પર ખીલ થવા –

જે વ્યક્તિને ત્વચાની અનેક સમસ્યાઓ થઇ રહી છે અથવા વધારે પડતા ખીલ ચહેરા પણ જોવા મળી રહ્યા છે તો વધારે પડતા ગરમ પાણીથી નહાવું ન જોઈએ.કારણ કે આવું કરવાથી ખીલ વધારે થાય છે અને ચહેરો ખૂબ જ ખરાબ થવા લાગે છે.એવું કહેવામાં આવે છે કે ગરમ પાણીથી ચહેરાની પ્રાકૃતિક નમી ઓછી થઈ જાય છે.માટે તમારે આ બાબત પર વધારે ધ્યાન આપવું.

ખંજવાળની સમસ્યા –

એવું કહેવામાં આવે છે કે ઠંડીમાં ત્વચા વધારે સુખી રહે છે.આવી સ્થિતિમાં જો વધારે ગરમ પાણીથી નહવામાં આવે તો ત્વચા વધારે રૂખી થઈ જાય છે.આવી સ્થિતિમાં ત્વચામાં ખંજવાળની સમસ્યાઓ ઉભી થાવ લાગે છે.માટે ગરમ પાણીનો વધારે પડતો ઉપયોગ ન કરવો.કારણ કે તે આ સમસ્યામાં વધારો કરે છે.

ત્વચા પર કરચલીઓ થવી –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઉમર સાથે ત્વચામાં કરચલીઓ ઉભી થવા લાગે છે અને આ એક પ્રાકૃતિક સમસ્યા પણ કહી શકાય છે.પરંતુ વધારે પડતા ગરમ પાણીથી નહાવામાં આવે તો ત્વચા પર જલ્દી કરચલીઓ આવી જાય છે,કારણ કે ગરમ પાણીથી સ્કિનને નુકશાન થાય છે.માટે તમે પણ આવી સમસ્યાથી દૂર રહેવા માંગો છો તો આનો ઉપયોગ વધારે ન કરવો.

નખ પર ખરાબ અસર થવી –

તમને જણાવી દઈએ કે ગરમ પાણીથી હાથ,પગ અને નખ પર ખૂબ જ ખરાબ અસર પડે છે,કારણ કે જો તમે તમારા નખને સાફ અને સારા રાખવા ઈચ્છો છો તો નહાવા માટે વધારે ગરમ પાણીનો બિલકુલ ઉપયોગ ન કરો.જો તમે ગરમ પાણીનો વધારે ઉપયોગ કરી રહ્યા છો તો તેનો ઉપયોગ ઘટાડો.નહિ તો આગળ જતા આવી અનેક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

ડેન્ડ્રફની સમસ્યા –

ઘણા લોકોને વાળમાં વધારે પડતો ખોડો જોવા મળતો હોય છે.આનું કારણ વધારે પડતા વાળનું ધ્યાન ન રાખવું અને વધારે પડતા નુકશાની વિભાગોમાં કામ કરવું.જયારે ઘણા લોકો વધારે પડતા ખોડાને દૂર કરવા માટે બજારમાં હાજર રહેલા શેમ્પુનો વધારે પડતો ઉપયોગ કરે છે.જે અમુક ફાયદાઓ આપે છે.પરંતુ જે લોકો વધારે પડતા ગરમ પાણીનો ઉપયોગ નહાવામાં કરે છે તો આ સમસ્યા વધારે વધતી રહે છે.તમે ગમર પાણીનો ઉપયોગ કરી શકો છો,પરંતુ તે વધારે ગમર ન રહે તેની વિશેષ કાળજી પણ રાખવી ખુબ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *